શું તમને ખબર છે છોકરીઓના શર્ટના બટન કેમ ડાબી બાજુ હોય છે, જાણો તમે પણ

શુ ક્યારેય આપે એ વાત પર ધ્યાન આપ્યું છે કે છોકરાઓ અને છોકરીઓની કેટલીક વસ્તુઓ ઉંઘી હોવાની સાથે સાથે શર્ટના બટન પણ ઉંધા જ હોય છે? ઉપરાંત પૂજારી જી પણ છોકરીઓને ડાબા હાથમાં જ પૂજાનો દોરો બાંધે છે. પૂજાના દોરા માટે કોઈ માન્યતા છે. પણ શર્ટના બટન છોકરીઓના જમણી બાજુ અને છોકરાઓના ડાબી બાજુ હોય છે આવુ કેમ? આવું હોવા પાછળ શુ કારણ હોઈ શકે?

image source

ખરેખર શું કારણ છે એ તો અમે પણ જાણતા નથી પણ હા કેટલીક લોકવાયકા કે પછી મોટાભાગની સ્ત્રીઓ આ વિશે શું વિચારે છે એના થોડાક ભાગ અહીં રજૂ કરીને જણાવવાનો પ્રયત્ન કરીશું કે કેમ છોકરાઓ અને છોકરીઓના શર્ટના બટન આવી રીતે ઉંધા હોઈ શકે.

-દૂધ પીવડાવવા માટે:

એક જાણકારી મુજબ સ્ત્રીઓ જયારે બાળકને દૂધ પીવડાવે છે ત્યારે સ્ત્રી બાળકને જમણા હાથથી સંભાળે છે અને પોતાના કપડાં અને અન્ય વસ્તુઓને ડાબા હાથથી સરળતાથી સંભાળી શકે એટલે સ્ત્રીઓના શર્ટના બટન જમણી બાજુ હોય છે.

image source

ત્યાંજ પુરૂષોનું મુખ્ય કામ યુદ્ધ લડવાનું અને રક્ષા કરવાનું હતું. આથી પુરૂષ ડાબા હાથથી તલવાર પકડતા હતા અને જમણા હાથથી કપડાં બદલતા હતા. એટલે પુરુષોના શર્ટના બટન ડાબી બાજુ આપવામાં આવ્યા છે.

આ ફક્ત એક થિયરી છે.

– કેમકે સ્ત્રીઓ જાતે કપડાં ન હોતી પહેરતી.:

જ્યારે બટનવાળા શર્ટ કે બ્લાઉઝ ફેશનમાં આવ્યા હતા ત્યારે તેને પહેરનાર સ્ત્રીઓ અમીર ઘરની હોતી હતી. આ અમીર ઘરની સ્ત્રીઓને કપડાં પહેરવવા માટે મેડ રાખવામાં આવતી હતી. કેમકે મેડ સામે ઉભા રહીને બટન બંધ કરવાના રહેતા. એટલે સ્ત્રીઓના શર્ટના બટન ડાબી બાજુ હોય છે. જેથી તે સરળતાથી કપડાં પહેરાવી શકે.

image source

પણ અહીં પ્રશ્ન એ છે કે પુરુષોને પણ નોકર હતા જે તેમને કપડાં પહેરાવતાં હતા. તો પછી પુરુષોના શર્ટના બટન જમણી બાજુ કેમ હોય છે?

-શુ આની પાછળ નેપોલિયનનો હાથ છે?

કેટલાક બડબોલે સૂત્રો મુજબ કહેવાય છે કે નેપોલિયનને પોતાના વેસ્ટકોટમાં બે બટનની વચ્ચે હાથ રાખીને ઉભા રહેવું ખૂબ પસંદ હતું. નેપોલિયનનો એવો જ એક ફોટો હતો. તે સમયે નેપોલિયનનો આ ફોટો ખૂબ પ્રખ્યાત હતો. કેટલીક સ્ત્રીઓ આ ફોટાની ખૂબ મજાક ઉડાવતી હતી. જે નેપોલિયનને ગમ્યું નહિ અને એક હુકમ જાહેર કરીને સ્ત્રીઓના શર્ટના બટનને ઉંધા કરાવી દીધા હતા.

image source

આમતો છોકરાઓ અને છોકરીઓના કપડાના નિયમોમાં કેટલીક અજીબ વસ્તુઓ છે. જેમ કે છોકરીઓના કુર્તા અને પેન્ટ્સમાં ખિસ્સા હોતા નથી. બેલ્ટસ એટલી પાતળી બનાવે છે કે જેમાં છોકરીઓની પેન્ટ્સ ઢીલી થઈ જ નથી શકતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ