ડોમિનોઝ સ્ટાઇલ તવા પિઝા – ઓવન વગર યીસ્ટ વગર બનાવો એકદમ ફટાફટ

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે ” ઓવન કે યીસ્ટ વગર એકદમ બહાર ડોમિનોઝ સ્ટાઇલ તવા પિઝા” પિઝાનું નામ સાંભળતા જ નાના બાળકોના મોઢામાં પાણી આવી જ જઈ તેમજ ફટાફટ ખાવાનું મન પણ થઈ જઈ એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ સોફ્ટ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા પિઝા એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

પિઝા બેઝ માટે –

  • ૨ કપ મેંદો
  • ૧ ટી સ્પૂન બેકિંગ પાવડર
  • ૧/૨ ટી સ્પૂન બેકિંગ સોડા
  • ૩ ટેબલ સ્પૂન દહીં
  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ સાનુસાર

ટોપિંગ માટે –

  • ૧ ટી સ્પૂન તેલ
  • કેપ્સિકમ
  • ડુંગળી
  • સ્વીટ કોર્ન
  • ટામેટા
  • ઓરેગાનો અથવા પિઝા સીઝનિંગ

પિઝા સોસ માટે –

  • ૧ ટી સ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  • ૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
  • ૧ કપ ટામેટા પ્યુરે કરેલા
  • ૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ
  • ઓરેગાનો અથવા પિઝા સીઝનિંગ
  • ચીલી ફ્લેક્સ
  • છીણેલી ચીઝ જરૂર મુજબ

રીત :

૧. પિઝા બેઝ માટે આપેલી બધી સામગ્રી ને મિક્સ કરી ને રોટલી જેટલો સોફ્ટ લોટ બાંધી લેવો.

૨. આ લોટ ને ઢાંકી ને ગરમ જગ્યા એ ૧ કલાક જેવું રાખી દેવું.

૩. હવે એક પેન માં ૧ ટી સ્પૂન તેલ મૂકી ને એમાં ટોપિંગ માટે ના શાક ૪ મિનિટ જેવા સાંતળી લેવા અને એમાં ટોપિંગ ના ભાગ નું મીઠું અને પિઝા સીઝનિંગ ઉમેરી દેવું.

૪. ટોપિંગ ને બાઉલ માં કાઢી ને ઠંડુ થવા દેવું.

૫. હવે એ જ પેન માં ૧ ટી સ્પૂન તેલ મૂકી ને એમાં લસણ ની પેસ્ટ અને ડુંગળી ઉમેરી ૩ મિનિટ જેવું સાંતળવી.

૬. ડુંગળી સંતળાય એટલે એમાં બ્લેન્ડર માં પ્યુરે કરેલા ટામેટા ઉમેરી દેવા.

૭. ટામેટા નું પાણી થોડું બળે એટલે એમાં ટમેટા કેચપ, મીઠું, ચીલી ફ્લેક્સ અને પિઝા સીઝનિંગ ઉમેરી ને સોસ કોરો પડે ત્યાં સુધી સાંતળવો અને પછી ગેસ બંધ કરી ને પિઝા સોસ ને ઠંડો પડવા દેવો.

૮. પિઝા બેઝ ના લોટ ને એક કલાક પછી તેલ વાળો હાથ કરી ને મસળી લેવો.

૯. લોટ ના બે ભાગ કરી ને એક ભાગ ને ગોળ વણી લેવો.

૧૦. હવે એક કાંટા ની મદદ થી બેઝ માં કાણા પાડવા.

૧૧. તૈયાર બેઝ ને પેન માં તેલ લગાડી ને ધીમા તાપે શેકો.

૧૨. ઉપર થી પરપોટા જેવું થાય એટલે બેઝ ને પલ્ટી ને ઉપર થી તૈયાર પિઝા સોસ લગાડવો.

૧૩. ઉપર થી ચીઝ ભભરાવી, ટોપિંગ્સ મૂકી ને પાછું ચીઝ ભભરાવવું.

૧૪. ઉપર થી ચીલી ફ્લેક્સ અને પિઝા સીઝનિંગ ભભરાવવું.

૧૫. હવે ઢાકણ ઢાંકી ને પિઝા ને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી કે જ્યાં સુધી ચીઝ ઓગળી ના જાય અને નીચે થી કડક થાય ત્યાં સુધી ચઢવા દો.

૧૬. પિઝા ને કાપી ને ગરમાગરમ સર્વ કરો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.