ખતરનાક સમાચાર, આ અભિનેત્રી પર થયો હુમલો, આરોપીએ ઝીંક્યા ઉપરાઉપરી ચાકુથી 3 ઘા, જાણો કોણ હતો આ શખ્સ

બોલિવૂડ માટે આ સમય કપરો ચાલી રહ્યો છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. એવામાં હવે બોલિવૂડ સિવાયની ઈન્ડસ્ટ્રીમાં પણ હાલમાં બબાલનો માહોલ જોવા મળી રહ્યો છે. એક અભિનેત્રી પર ચાકુથી હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે અને આરોપીની ધરકપડ પણ કરવામાં આવી છે. તો આવો જાણીએ કે શું છે સમગ્ર મામલો. હોટલ મિલન ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ચાકુથી વાર કરવામાં આવ્યો છે. હેરાન કરે એવી વાત તો એ છે કે અભિનેત્રીના એક જૂના મિત્રએ જ તેના પર વાર કર્યો છે. જેના પછી તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. હુમલો કરનારે એકસાથે 3 વખત ચાકુથી વાર કર્યો છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે ચાકુથી વાર કર્યા પછી અભિનેત્રીને ધીરુભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સોમવારે રાત્રે બની છે. હાલમાં અભિનેત્રીની હાલત જોખમથી બહાર જણાવવામાં આવી રહી છે. તો વળી એક ખબર એવી પણ છે કે આ મામલો એક તરફી પ્રમનો છે. આ કેસમાં મુંબઈ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માલવી મલ્હોત્રા તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. માલવી મલ્હોત્રા કલર્સ ટીવી શો ઉડાનમાં પણ કામ કરી ચૂકી છે. માલવી મૃણાલ જૈન સાથે એક મ્યૂઝિક વીડિયો તૂ મિલામાં પણ જોવા મળી છે.

image source

અભિનેત્રી માલવી મલ્હોત્રા ઉપર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હોવાનો કિસ્સો એટલો બધો ચર્ચાઈ રહ્યો છે કે ચારેકોર એની જ ચર્ચા ચાલી રહી છે. હવે આ કેસમાં પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે. જો કે, તે વ્યક્તિની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી કારણ કે તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. મુંબઇ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે.

image source

પોલીસે જણાવ્યું કે આરોપી મુંબઇથી લગભગ 50 કિલોમીટર દૂર પાલઘર જિલ્લાની વસઈની એક હોસ્પિટલમાં મળી આવ્યો છે. પોલીસને બાતમી મળી છે કે આરોપી યોગેશ મહિપાલની અહીં સારવાર ચાલી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું, ‘આરોપીની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી, કારણ કે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

image source

બીજી તરફ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે આ કેસમાં આઇપીસીની કલમ 307 (ખૂનનો પ્રયાસ) સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તે જ સમયે, માલવી પર હુમલો થયા પછી, તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતા. જ્યાં અભિનેત્રીની હજી સારવાર ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ