કેશુભાઈ અનંતની વાટે – 15 વર્ષની ઉંમરે અનાજની ઘંટી ચલાવતા હતા – ગુજરાત ભાજપમાં રહ્યું છે મહત્ત્વનું યોગદાન

કેશુભાઈ અનંતની વાટે – 15 વર્ષની ઉંમરે અનાજની ઘંટી ચલાવતા હતા – ગુજરાત ભાજપમાં રહ્યું છે મહત્ત્વનું યોગદાન

આજના દિવસે 92 વર્ષની ઉંમરે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું અવસાન થયું છે. લોકો તેમને કેસુબાપા તરીકે ઓળખતા હતા. 1928ની 24મી જુલાઈએ તેમનો જન્મ જૂનાગઢના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ખૂબ જ નાની ઉંમરે તેઓ અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા અને ધીમે ધીમે મક્કમ ગતીએ આગળ વધતાં તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે પોહંચ્યા હતા.

image source

તેમણે પોતાની રાજકારણની કારકીર્દી દરમિયાન ઘણા બધા પડકારોનો સામનો કર્યો હતો. તેમણે અમદાવાદના ડોન એવા લતિફને તેના જ સ્થળે એટલે કે પોપટીયાવાડમાં જઈને પડકતાર ફેંક્યા હતા. તેમણે રાજકારણમાં તો સંઘર્ષન સામનો કરવો જ પડ્યો પણ તેમનું અંગત જીવન પણ દુઃખમય ર0હ્યુ હતું. તેમણે પોતાના પત્ની અને ગત ત્રણ વર્ષમાં પોતાના બે દીકરાઓને ગુમાવ્યા હતા. અને આજે 92 વર્ષની ઉંમરે તેમણે પણ પોતાનો દેહ ત્યાગ કર્યો છે.

રાજકોટમાં જીત્યા હતા કાઉન્સિલરની ચૂંટણી

image source

કેશુભાઈ સંઘ સાથે જોડાયેલા હતા અને સંઘની શાખા પર તેઓ સાઇકલ લઈને જતાં હતા. રાજકોટમાં તે વખતે એક લાલિયા દાદા નામના ગુંડાનો ખૂબ ત્રાસ હતો અને એક વખતે તેમણે જોયું કે તે ગુંડો સદર બજારમાં એક વ્યક્તિને ક્રૂરતા પૂર્વક મારી રહ્યો હતો. ત્યાં હાજર લોકો તો માત્ર પેલા વ્યક્તિને મારખાતા જોઈ રહ્યા હતા અને છેવટે કેશુભાઈથી આ ન જોઈ શકાયું અને તેમણે હાથમાં લીધી સંઘની લાકડી અને લાલિયા ગુંડા પર ટૂટી પડ્યા અને ત્યાંથી લાલિયાને ભાગવું પડ્યું. આ દ્રશ્ય કોઈ હીન્દી ફિલ્મ જેવું હતું. લોકો તેમના સાહસથી ખુશ થઈ ગયા અને પછી તેમને ખભે બેસાડીને આખાએ રાજકોટમાં સમ્માનથી ફેરવ્યા.

image source

ત્યાર બાદ જ્યારે રાજકોટ નગર પાલિકાની ચૂંટણી થવાની હતી ત્યારે બધાએ ભેગા થઈને કેશુભાઈ પટેલને તેમાં ઉભા રહેવા અરજ કરી અને લોકોના મતથી તેઓ જનસંઘના કાઉન્સિલર તરીકે ચુંટાયા.

લતિફને પડકાર્યો હતો કેશુભાઈએ

image source

તે સમયે લતિફથી ગુજરાતની પોલીસ પણ ભયભીત રહેતી હતી. પોલીસ લતિફના અડ્ડા જેવા પોપટીયાવાડમાં દરોડા પાડવા જતાં ડરતી અને તેના વિસ્તારમાં કોઈ તેની પરવાનગી વગર જવાની હિંમત પણ નહોતુ કરતું. આ વાત કેશુભાઈને જરા પણ મંજૂર નહોતી. અને છેવટે કેશુભાઈએ લતીફના આ પોપટિયાવાડમાં જ ભાજપનો લોકદરબાર યોજવાનું નક્કી કર્યું. તેમણે પોતાની સાથે કેટલાક પોલીસ અધિકારીઓને લઈને તેઓ પોપટિયાવાડમાં ગયા અને તેમના આ લોકદરબારને ભારે સફળતા મળી. અને 1995ની ચૂંટણીનો મુદ્દો ભાજપને અહીંથી મળી ગયો. ભાજપે લતિફની ગુંડાગીરી અને તેના ગેરકાયદેસરના કામોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને ચૂંટણી પ્રચાર કર્યો.

ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બની કેશુભાઈના નેતૃત્ત્વમાં

image source

ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે 1990માં સમજૂતી કરી હતી. અને તે વખતે ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર ત્રણ જ બેઠક વધારે મળી હતી અને ચીમનભાઈ પટેલ ગુજરાતના મુક્ય મંત્રી બની ગયા. પણ 1995માં ભાજપે કોઈ પણ બીજા પક્ષ સાથે સમજૂતી ન કરી અને સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું અને કેશુભાઈએ ભાજપના નેતૃત્ત્વમા કોઈ જ કસર બાકી ન રાખી અને 1995ની ચૂંટણીમાં ભાજપને 121 બેઠકોની વ્યાપક બહુમતી મળી ગઈ.

કેશુભાઈ પટેલની રાજકીય કારકીર્દી

image source

17 વર્ષની ઉંમરે કેશુભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એક પ્રચારક તરીકે જોડાયા. આ 1945ના વર્ષની વાત છે ત્યાર બાદ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાયા અને તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત થઈ. તેમણે પણ કટોકટીના સમયમાં જેલની સજા ભોગવી હતી. તેઓ લોકસભાની ચૂંટણી 1977માં રાજકોટની સીટ પરથી લડ્યા. 1978-1980 દરમિયાન તેમણે બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રીનું પદ મેળવ્યું. ત્યાર બાદ 1978થી 1995માં દરમિયાન તેઓ રાજકારણમાં ખુબ એક્ટિવ રહ્યા તેઓ કાલાડ, વિસાવદર અને ગોંડલની સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા. છેવટે 1980ના વર્ષમાં જનસંઘનું વિલીનકરણ થયું અને બીજેપી બન્યું જેમાં તેઓ વરિષ્ટ આયોજક બન્યા. અને 1995માં તેમણે કોંગ્રેસ વિરુદ્ધ ચુંટણી પ્રચારની જવાબદારી લીધી અને ભાજપને એક ઐતિહાસિક જીત અપાવી.

મૂખ્યમંત્રી બન્યા બાદ 8 જ મહિનામાં આપવુ પડ્યું રાજીનામુ

image source

કેશુભાઈ પટેલે 1995ની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી હતી અને છેવટે તેઓ ગુજરાતના 10મા મુખ્યમંત્રી બની ગયા. પણ તે વખતે તેઓ વધારે લાંબો સમય મુખ્યમંત્રી તરીકે ન ટકી શક્યા કારણ કે તેમની સામે શંકરસિંહ વાઘેલાએ બળવો પોકાર્યો અને તેમણે માત્ર 8 જ મહિનાના સાસન બાદ રાજીનામું આપી દેવું પડ્યું. પણ ફરી એકવાર તેઓ 1998ની ચૂંટણી જીત્યા અને મુખ્યમંત્રી બન્યા.

2001માં ગુમાવવું પડ્યું મુખ્યમંત્રી પદ

image source

2001ની 26મી જાન્યુઆરીએ ગુજરાતમાં ભયંકર ભુકંપ આવ્યો. અને ભૂકંપના કારણે થયેલા નુકસાનમાં નબળી કામગીરી, ભ્રષ્ટાચાર તેમજ સત્તાના દૂરઉપયોગના કારણે તેમણે રાજીનામું આપી દેવું પડ્યું. અને ત્યાર બાદ ભાજપ હાઇકમાન્ડે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા.

image source

2002ની ચૂંટણી તેઓ ન લડ્યા અને રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. હવે તેમનું મન ભાજપમાંથી ઉઠી ગયું હતું છેવટે તેમણે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું અને 2012માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી. 2012ની વિધાનસભા ચૂંટણી તેઓ લડ્યા અને તેમને ફરી જીત મળી. પણ ત્યાંથી પણ તેમણે રાજીનામું આપી દેવું પડ્યું અને છેવટે 2014માં ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ પદેથી પણ તેમણે રાજીનામું આપી દીધું. પણ હાલ તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા હતા.

કેશુભાઈનું અંગત જીવન

image source

કેશુભાઈનું રાજકીય જીવન ખૂબ જ વીવાદિત અને ચર્ચિત રહ્યું છે. હવે તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલાબહેન સાથે લગ્ન કર્યા હતા અને તે દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા. 2006માં કેશુભાઈના પત્ની ગાંધીનગર ખાતે અવસાન પામ્યા. ત્યાર બાદ 2017માં તેમના દીકરા પ્રવીણ પટેલનું અવસાન થયું. 2018માં બીજા દીકરા જગદીશનું હાર્ટ એટેક આવવાથી અવસાન થઈ ગયું. આમ જીવતે જીવ તેમણે પોતાના દીકરાઓના મૃત્યુ પણ જોવા પડ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ