જાણો હાથમાં એક કરતા વધારે રેખાઓ હોય તો શું થાય..

વ્યક્તિને બીમાર કરે છે એક કરતાં વધારે રેખાઓ

image source

જ્યોતિષ શાસ્ત્ર એવી વિદ્યા છે તેના આધારે વ્યક્તિના ભવિષ્યને જાણી શકાય છે. જ્યોતિશની જેમ હસ્તરેખા શાસ્ત્ર પણ ખૂબ પ્રચલિત વિદ્યા છે જેના આધારે વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ વિશે ફળકથન કરી શકાય છે. હસ્તરેખા શાસ્ત્રમાં હાથમાં રહેલી રેખાઓ અને નિશાનીઓનું પઠન કરવામાં આવે છે.

image source

નિષ્ણાંતોનું માનવું છે કે હસ્તરેખા શાસ્ત્રનો ઉદ્ભવ ભારતમાં જ થયો છે. ત્યારપછી તે ચીન, તિબેટ, ઈજિપ્ત, યુરોપ સહિતના દેશમાં પામીસ્ટ્રી તરીકે પ્રખ્યાત થયું છે. હસ્તરેખા શાસ્ત્રમાં પુરુષના જમણા હાથની અને સ્ત્રીના ડાબા હાથની રેખાઓ જોવામાં આવે છે.

image source

જો તમે હથેળીને ધ્યાનથી જોશો તો હથેળીમાં નાની , મોટી અલગ અલગ રેખાઓ હોય છે અને તેની વચ્ચે કેટલાક નિશાન બનેલા હોય છે. આ નિશાન અને રેખાઓના આધારે ફળકથન કરવામાં આવે છે.

હસ્તરેખામાં શનિ તરફ ઝુકેલો સૂર્ય પર્વત ભાગ્યહીનતાની નિશાની માનવામાં આવે છે. આ પર્વત જો બુધની તરફ ઝુકેલો હોય તો જાતક સફળ વેપારી અને ધનવાન બને છે. તે વ્યક્તિ સમાજમાં સમ્માન પ્રાપ્ત કરે છે. પરંતુ સૂર્ય પર વધારે રેખા હોય તો વ્યક્તિ બીમાર બને છે.

image source

હથેળીમાં સૂર્ય પર્વત ન હોય તો વ્યક્તિ મંદ બુદ્ધિ અથવા નિરક્ષર રહે છે. આવી વ્યક્તિ શિક્ષાના ક્ષેત્રમાં વધારે સફળ થતા નથી. જો સૂર્ય પર્વત ઓછો વિકસિત હોય તો આવી વ્યક્તિ સૌંદર્ય પ્રત્યે રુચિ ધરાવતી હોય તો પણ તેમાં સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી.

image source

સ્પષ્ટ રીતે વિકસિત સૂર્ય પર્વત વ્યક્તિમાં આત્મવિશ્વાસ, સજ્જનતા, દયા, ઉદારતા તેમજ ધન વૈભવ તરફ ઈશારો કરે છે. પૂર્વ વિકસિત સૂર્ય પર્વતવાળી વ્યક્તિ સમાજમાં બીજાને પ્રભાવિત કરવાની અદ્ભુત ક્ષમતા રાખે છે. આવા જાતક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર સમ્માન પ્રાપ્ત કરે છે.

image source

પરંતુ જો સૂર્ય પર્વત જરૂર કરતાં વધારે વિકસિત હોય તો સ્થિતિ વિપરિત થઈ જાય છે. આવી વ્યક્તિ ખોટી પ્રશંસા કરનાર, નાહક ખર્ચ કરનાર અને ઝઘડો કરનાર હોય છે. આવા લોકો જીવનમાં ક્યારેય પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. આવા લોકોની મિત્રતા પણ સામાન્ય લોકો સુધી મર્યાદિત રહે છે.

image source

જો સૂર્ય પર્વત શનિ તરફ ઝુકેલો હોય તો વ્યક્તિ એકાંત પ્રિય અને નિરાશાવાદી હોય છે. તેમજ તેની પાસે સદૈવ ધનની ખામી રહે છે. આવા જાતક એક કાર્યને પૂર્ણ કરતાં પહેલા બીજા કાર્ય શરુ કરી દેતા હોય છે. આવા સ્વભાવના કારણે તે વ્યક્તિના કોઈ કામ પૂર્ણ થતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ