પૂજા ઘરના આ વાસ્તુ નિયમોને ક્યારેય ન ભુલતાં, મંદિર ક્યારેય ન બનાવવું આ દિશામાં

પૂજા ઘરના આ વાસ્તુ નિયમોને ક્યારેય ન ભુલતાં, મંદિર ક્યારેય ન બનાવવું આ દિશામાં

image source

આપણા દરેકના ઘરમાં પૂજાનું ઘર એટલે કે મંદિર હોય તે ખૂબ જરૂરી છે. પૂજા ઘર ન હોવાના કારણે જીવનમાં નકારાત્મક શક્તિ વધે છે અને ઘરમાં હંમેશાં ક્લેશ રહે છે. પૂજા ઘર હોવાના કારણે નિવાસ સ્થાને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. શાસ્ત્રોમાં ઘરે પૂજા સ્થળ વિશેના નિયમો સૂચવવામાં આવ્યા છે.

તો ચાલો તમને જણાવીએ કે પૂજા ઘર બનાવતી વખતે કઈ વાતોને ધ્યાનમાં રાખવી અથવા તો મંદિરમાં તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

image source

ઘરે બનેલા પૂજાના સ્થળનું વિશેષ મહત્વ હોય છે. આ એવું સ્થાન છે જ્યાં સૌથી વધારે શાંતિ અને સકારાત્મક ઊર્જા હોય છે. આવા સ્થાન પર ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિને ક્યારેય ઊભી સ્થિતિમાં ન રાખવી. આ ઉપરાંત ક્યારેય પૂજા સ્થળમાં ક્યારેય અંધારામાં ન હોવું જોઈએ.

ઘરના મંદિરમાં એક જ ભગવાનના બે ચિત્રો અથવા મૂર્તિ ન રાખવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર આમ કરવાથી શુભ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવે છે. શક્ય હોય ત્યાં સુધી ભગવાનની મૂર્તિઓ કે છબી એક સમાન સાઈઝની જ રાખો.

image source

ઘરના પશ્ચિમ અને દક્ષિણ ભાગને વાસ્તુશાસ્ત્રમાં અશુભ પરિણામનું કારણ માનવામાં આવે છે, તેથી પૂજાઘર ફક્ત પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ. જો મંદિર લાકડા બનેલું હોય તો તેને ઘરની દિવાલને અડાડીને કે લટકાવીને ન રાખો.

પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિઓ એવી રીતે રાખવી કે જેથી તેમની દ્રષ્ટિ એકબીજા પર પડે નહીં. એટલે કે મૂર્તિઓ કે છબિ એક જ દિશામાં મુખ રહે તે રીતે રાખવી. ભગવાનની દ્રષ્ટિ એકબીજા પર પડે તેવી વ્યવસ્થા ન રાખવી.

image source

ઘરમાં પૂજા સ્થળ શૌચાલયની નજીક ન હોવું જોઈએ. રસોડામાં કે તેની નજીક પણ ક્યારેય મંદિરની સ્થાપના કરવી નહીં. આ સિવાય સીડીઓની નીચે મંદિર ન બનાવવું.

આમ તો શિવલિંગને ઘરના મંદિરમાં રાખવું વર્જિત માનવામાં આવે છે, પરંતુ જો શિવલિંગ રાખવું જ હોય તો તેનું કદ અંગૂઠાથી પણ નાનું હોવું જોઈએ. મંદિર પરના ગુંબજ પર કળશ ન બનાવવો જોઈએ. પૂજા સામગ્રી, ધાર્મિક પુસ્તકો મંદિરની નીચે રાખવી જોઈએ, મંદિરની ઉપર વજન પણ રાખવું નહીં. મંદિરમાં મૂકેલી ભગવાનની મૂર્તિઓનો ચહેરો કોઈ પણ વસ્તુથી ઢંકાયેવો ન હોવો જોઈએ.

image source

હિંદુ ધર્મમાં ખંડિત મૂર્તિઓની પૂજા કરવાની સખત મનાઈ છે. ખંડિત મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી. ઘરમાં તુટેલી મૂર્તિ કે તસવીર રાખવી પણ સારું માનવામાં આવતું નથી. તેથી જો આવી કોઈ મૂર્તિઓ ઘરમાં કે મંદિરમાં હોય તો તેને તુરંત દૂર કરી દો. ખંડિત મૂર્તિ ઘરમાં રાખવાથી પણ અશુભ ફળ મળે છે.

image source

ઘર બંધ કરી બહાર જવાનું થાય તો ઘરને તાળુ મારો પરંતુ ક્યારે મંદિર પર તાળુ મારવું જોઈએ નહીં. ઘર બંધ કરો તો પણ મંદિર ખુલ્લું જ રાખવુ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ