જો રાશનકાર્ડ કઢાવતા સમયે તમે પણ કર્યા છે આવા ગોટાળા, તો થઇ જજો સાવધાન, જાણી લો કેવી થઇ શકે છે સજા

મિત્રો, શું તમે રાશનકાર્ડ ધારક છો?તો તમારા માટે આ લેખ ખુબ જ ઉપયોગી સાબિત થશે. આપણા દેશના અનેકવિધ રાજ્યોમા રાશનકાર્ડમા નામ ઉમેરવાનુ અને નામ કમી કરવાનુ કામકાજ શરુ થઇ ચુક્યુ છે. આપણા રાશનકાર્ડમા છેતરપિંડીના કેસમા અનેક રાજ્ય સરકારોએ ખુબ જ આકરો નિર્ણય લીધો છે અને પોલીસ તપાસ પણ જરૂરી બની ચુકી છે.

image source

અમુક રાજ્યોમા રાશનકાર્ડમા ખોટા નામ દાખલ કરનાર કે પછી રાશનકાર્ડમા નોંધાયેલ વ્યક્તિના મૃત્યુ બાદ પણ ક્વોટા થકી રાશન મેળવનાર સામે કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. રિકવરી વિભાગ આ અંગે ચાપતી નજર રાખી રહ્યુ છે. હાલ, આ પ્રકારની છેતરપિંડીની તપાસ હાથ ધરવામા આવી રહી છે.

image soucre

ફૂડ સપ્લાય વિભાગ આરોપીઓ સામે છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી રહ્યુ છે. ફક્ત આટલુ જ નહીં છેતરપિંડી કરનારાઓની પણ ધરપકડ કરવામા આવી રહી છે. અહી તમે જાણી લો કે, જો હવે તમે ખોટા દસ્તાવેજોથી રાશનકાર્ડ બનાવવાનુ કાર્ય કરો છો અથવા ખોટા નામ પર રાશન મેળવશો તો તમને જેલની સાથે દંડ પણ ભરવો પડી શકે છે.

image source

અહી એ વાત નોંધનીય છે કે, રાશનકાર્ડ મેળવવા માટે અમુક શરતો પૂર્ણ કરવી અત્યંત આવશ્યક છે. ઘણી વખત એવુ જોવા મળ્યું છે કે, ગરીબીરેખા અથવા અંત્યોદય યોજનાની રાશનકાર્ડ મેળવવા માટે લોકો ખોટા દસ્તાવેજો પણ જમા કરાવે છે. જ્યારે બનાવટી રાશનકાર્ડ બનાવવુ એ ભારત સરકારના ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ શિક્ષાત્મક ગુનો છે.

image source

જો તમે ફેક રાશનકાર્ડ બનાવતા પકડાવ તો તમારે પાંચ વર્ષ માટે જેલની સજા અને દંડ ભરવો પડી શકે છે. ફક્ત આટલુ જ નહીં, જો તમે ફૂડ વિભાગના અધિકારીને આ કાર્ડ બનાવવા માટે લાંચ આપવાનુ કાર્ય કરો છો અને ફૂડ વિભાગના અધિકારી પણ લાંચ લઈને પછી રાશનકાર્ડ બનાવે તો આ કિસ્સામાં પણ દંડ ભોગવવો પડી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે, રાશનકાર્ડને સરકાર માન્ય સરકારી દસ્તાવેજ તરીકે પણ માન્યતા આપવામા આવી છે. આ રાશનકાર્ડ ધારક તેની સહાયથી જાહેર વિતરણ પ્રણાલી હેઠળ બજારભાવ કરતા પણ ખુબ જ ઓછા ભાવે વાજબી ભાવે દુકાનમાંથી અનાજ મળી રહે છે.

image source

આપણા દેશમા રાશનકાર્ડ બનાવવાનુ કામ સામાન્ય રીતે ત્રણ રીત દ્વારા કરવામા આવે છે. ગરીબીરેખાની ઉપર જે લોકો જીવે છે તેને એ.પી.એલ. યોજના હેઠળ ગણવામા આવે છે. આ ઉપરાંત જે લોકો ગરીબીરેખા હેઠળ જીવતા લોકો માટે બી.પી.એલ. કાર્ડ બનાવવામાં આવે છે અને આ સિવાય સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે અંત્યોદય રાશનકાર્ડ બહાર પાડવામા આવ્યા છે માટે જો તમે પણ રાશનકાર્ડ બનાવવા માટે જઈ રહ્યા હોવ તો તમારી પાસે આ માહિતી હોવી અત્યંત આવશ્યક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ