કોરોનાની નવી માર્ગદર્શિકા વાંચીને પછી જ ઘરની બહાર નિકળજો, જાણી લો એપ્રિલ મહિનામાં શું રહેશે બંધ અને ખુલ્લુ

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતા અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય તેના માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનો અમલ તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ થી લઈને તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી કરવાનો રહેશે. સરકાર તરફથી જાહેર કરાયેલ આ માર્ગદર્શિકા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દેશના બધા જ વિસ્તારોમાં ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રીટ પ્રોટોકોલનું સખતાઈથી અમલ કરવા માટે પ્રશાસનને ફરજ પાડવામાં આવી રહી છે.

image source

નવી માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ, રાજ્યો પોતાના મૂલ્યાંકનના આધારે સ્થાનિક રીતે પ્રતિબંધ લાદી શકે છે, પરંતુ કોવિડ કન્ટેન્મેન્ટ ઝોનની બહાર થતી કોઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવવામાં આવશે નહી. નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, આરટી- પીસીઆર પરીક્ષણોનું પ્રમાણ જ્યાં હશે તેવા રાજ્યોમાં વધારે ઝડપથી વધારો કરવામાં આવશે જે વધારીને ૭૦% કે તેના કરતા વધારે કરી દેવામાં આવશે.

image soucre

સતત કરવામાં આવતા સઘન પરીક્ષણના પરિણામ સ્વરૂપ મળી આવતા કોરોના વાયરસના નવા કેસને વહેલી તકે નિયંત્રિત કરવા અને સમયસર સારવાર પૂરી પડવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યા મુજબ, એવું કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસથી સંક્રમિત આવતા કેસ અને તેમની સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓને શોધીને તેના આધારિત જીલ્લા અધિકારીઓ દ્વારા કન્ટેનમેન્ટ ઝોનને ચિન્હિત કરી દેવામાં આવે. આ સાથે જ ચિન્હિત વિસ્તારની જાણકારી વેબસાઈટ પર પણ જાણ કરવાની ફરજીયાત રહેશે.

ન્યુઝ ચેનલ દ્વારા પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવી રહી છે.:

image soucre

ન્યુઝ ચેનલ્સ દ્વારા પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે, દેશ અને દુનિયા સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસ સંક્રમણની મહામારીએ ફરીથી ફેલાઈ રહ્યો છે ત્યારે ન્યુઝ ચેનલ્સ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે, દેશના તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે, અત્યારના સમયે કોરોના વાયરસથી ડરી જવાની જરૂરિયાત છે નહી પણ આ સમયે સંયમથી વર્તન કરવાની જરૂરિયાત છે.

image soucre

આપે શક્ય હોય એટલું અન્ય વ્યક્તિઓની સાથે જાહેરમાં સંપર્કમાં આવવાનું ટાળતા રહેવું, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ કોરોના વાયરસની નવી માર્ગદર્શિકા અને સરકાર દ્વારા આપવામાં આવતા જરૂરી સૂચનોનું કડકાઈથી પાલન કરવું અને પોતાની આસપાસ રહેતા લોકો અને સ્વજનો પાસે કરાવવું જોઈએ. આ સમય દરમિયાન સાવધાની એ જ સ્વસ્થ હોય છે સંયમની સાથે નિયમોનું પાલન કરવું એ એક જાગૃત્ત નાગરિકની ફરજ પૂરી કરવાની જરૂરિયાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ