ભૂલથી પણ હવે પછી તમે આ દિશામાં ના કરતા ભોજન, જાણો વાસ્તુ અનુસાર કઇ દિશામાં ભોજન કરવું ગણાય છે શુભ

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ જ મહત્વ છે. વાસ્તુ અનુસાર જો આપણે ભોજન કરતી વખતે પણ દિશાઓનું ધ્યાન રાખો તો આપણે ક્યારેય બીમાર નહિ પડીએ. એના બીજા ઘણા લાભ પણ છે. એટલે ભોજન કરતી વખતે દિશાઓનું ધ્યાન જરૂર રાખો.

image soucre

– વાસ્તુ શાસ્ત્ર અનુસાર જેને લાંબા આયુષ્યની ઈચ્છા હોય એ પૂર્વ દિશામાં મોઢું રાખીને, જેને લક્ષ્મીની ઈચ્છા હોય એ પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ભોજન કરે. જેને સદાચાર અને સારા ગુણની ઈચ્છા હોય એ ઉતરાભિમુખમાં બેસીને ભોજન કરે.

image soucre

– શાસ્ત્રોમાં પણ જુદા જુદા કાર્ય માટે દિશાઓના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર પૂર્વ દિશામાં મોઢું રાખી અન્ન ગ્રહણ કરો, દક્ષિણ દિશામાં મોઢું રાખી મળવીસર્જન કરો, ઉત્તર દિશામાં મોઢું રાખીને મૂત્રવિસર્જન તેમજ પશ્ચિમ દિશામાં મોઢું રાખીને પગ ધોવા જોઈએ.

કઈ દિશામાં ભોજન કરવાનો શુ લાભ?

પૂર્વ દિશા.

image soucre

પૂર્વ દિશા તરફ મોઢું કરીને ભોજન કરવાથી રોગ અને માનસિક તણાવ દૂર થાય છે. પૂર્વ તરફ મોઢું રાખીને ભોજન કરવાથી તન મનને એનર્જી મળે છે અને તમે હંમેશા ફ્રેશ અનુભવો છો. જો વ્યક્તિ કે પરિવારના જે વડીલ હંમેશા બીમાર રહે છે, ખાસ કરીને એમને પૂર્વ દિશામાં બેસીને જ ભોજન કરવું જોઈએ. એવું કરવાથી એમને સ્વાસ્થ્ય લાભ થશે.

ઉત્તર દિશા.

image soucre

ઉત્તર દિશામાં બેસીને ભોજન કરવાથી ધન, વિદ્યા તેમજ આધ્યાત્મિક શક્તિ મળે છે. જો કોઈ વ્યક્તિ પોતાનું કરિયર શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો કે કરિયરમાં કંઇક નવું પ્લાન કરી રહ્યા છો તો એને પણ ઉત્તર દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ. એનાથી એમને સફળતા જરૂર મળશે.

પશ્ચિમ દિશા.

image soucre

વાસ્તુ શાસ્ત્રમાં ભોજન કરવા માટે પશ્ચિમ દિશા પણ સારી માનવામાં આવે છે. વેપારી, નોકરિયાત લોકો માટે આ દિશામાં બેસીને ભોજન કરવું સારું માનવામાં આવે છે. એ સિવાય ક્રિએટિવ ફિલ્ડના લોકો કે જે વ્યક્તિઓનું દિમાગ સંબંધિત કાર્ય છે એમને પણ આ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ.

  • દક્ષિણ દિશામાં મોઢું રાખીને ક્યારેય ન કરો ભોજન.

    image soucre
  • દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે એટલે ક્યારેય પણ દક્ષિણ તરફ મોઢું રાખીને ન જમો.
  • એનાથી દુર્ભાગ્ય વધે છે અને સ્વાસ્થ્ય ખરાબ થવાનો ડર પણ રહે છે.
  • એનાથી વ્યક્તિને પાચન સમેત પેટ સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • દક્ષિણ દિશા તરફ મોઢું કરીને ભોજન કરવાથી માન સમ્માન પર પણ પ્રભાવ પડે છે.

આ વાતોનું પણ રાખો ધ્યાન.

image soucre

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આવેલા મહેમાનોને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં બેસાડીને જમાડવા જોઈએ અને પોતે પૂર્વ કે ઉત્તર દિશામાં મોઢું રાખીને જમવું જોઈએ.

ડાઇનિંગ ટેબલને દક્ષિણ કે પશ્ચિમની દીવાલ તરફ રાખો.

વાસ્તુશાસ્ત્રમાં ભીના પગ સાથે ભોજન કરવું સારું માનવામાં આવે છે. એનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને આયુષ્ય વધે છે.–

ક્યારેય પણ તૂટેલા કે ગંદા વાસણમાં જમવું ન જોઈએ. એનાથી દુર્ભાગ્ય વધે છે અને જીવનમાં તકલીફોનો સામનો કરવો પડે છે.
ક્યારેય પણ બેડ પર બેસીને ન જમો. એ સિવાય થાળીને હાથમાં રાખીને પણ ભોજન ન કરો. વાસ્તુશાસ્ત્રમાં એને અશુભ માનવામાં આવે છે.
હંમેશા જમીન પર બેસીને અને પલાંઠી વાળીને જ જમો.

image soucre

વાસ્તુશાસ્ત્ર અનુસાર હાથ, પગ મોઢું ધોઈને ભોજન કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે.

  • જમવાની થાળીને હંમેશા પોતાના બેસવાના સ્થાન કરતા ઉપર રાખો. એવું કરવાથી પરિવારમાં ક્યારેય પણ અન્નની ઉણપ નથી આવતી.
  • જમતા પહેલા હંમેશા ભગવાનને ભોગ ચડાવો અને જમતી વખતે વાતો ન કરો અને ન કોઈ અન્ય કામ કરો.
  • ડાઇનિંગ ટેબલને હંમેશા સાફ રાખો. જમ્યા પછી ડાઇનિંગ ટેબલ પરથી એઠા વાસણો તરત જ હટાવી લો.
  • જમવાના ટેબલને એકદમ ખાલી ન રાખો. એના પર હંમેશા કોઈ ખાવાની વસ્તુ મૂકી રાખો.

ડાઇનિંગ રૂમમાં યલો, ઓરેંજ અને રેડ જેવા ખુશનુમા કલર્સ કરાવો. એનાથી પરિવારમાં ખુશીઓ આવે છે..

ડાઇનિંગ રૂમમાં બ્લેક, બ્લુ કે ડાર્ક બ્રાઉન કલરનો ઉપયોગ ન કરો.

આ દિશાઓમાં મોઢું રાખીને ક્યારેય ન કરો ભોજન, થઈ જશો બીમાર.

નૈઋત્ય ખૂણામાં મોઢું રાખીને ભોજન કરવાથી પાચનશક્તિ કમજોર થાય છે અને પેટ સંબંધીત બીમારીઓ થઈ શકે છે.

અગ્નિ ખૂણામાં મોઢું રાખીને ભોજન કરવાથી ઘણી સેક્સ્યુઅલ તકલીફો આવી શકે છે. સ્વપ્નદોષ, લ્યુકોરિયા પ્રદર રોગ વગેરે તકલીફો થઈ શકે છે.

image soucre

વાયવ્ય ખૂણામાં બેસીને ભોજન કરવાથી વાયુ વિકાર થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ