લીલી ડુંગળીની કઢી – કાઠિયાવાડી ભોજનના ચાહક મિત્રો માટે આજે ખાસ લાવ્યા છીએ આ કઢી…

આજે આપણે લીલી ડુંગળીની કઢી બનાવીશું. શિયાળામાં લીલી ડુંગળી ભરપૂર મળે છે.તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી (પરફેક્ટ માપ માટે એકવાર વિડિઓ જરૂર જુઓ.)

  • ઘી
  • છાસ
  • જીરું
  • લીલી ડુંગળી
  • મીઠા લીમડાના પાન
  • મીઠું
  • આદુ
  • મરચા
  • લસણ
  • ગરમ મસાલો
  • ચણા નો લોટ
  • ગોળ
  • લીલા ધાણા

રીત-

1- સૌથી પહેલા એક કડાઈમાં બે ચમચી ઘી લઈશું. અને એક મોટી ચમચી જીરું નાખીશું. જીરું તતડી જાય એટલે મીઠા લીમડાના પાન નાખીશું.

2- આપણે અઢીસો ગ્રામ લીલી ડુંગળી લીધી છે. તેને સમારીને પાણીમાં રાખી છે. હવે તેમાં લીલી ડુંગળી ઉમેરીશું. હવે તેને હલાવી લઈશું. હવે ડુંગળીના ભાગ નું મીઠું નાખીશું. હવે ઢાંકીને ડુંગળીને ચડવા દઈશું.

3- હવે આદુ, મરચાં અને લસણ ક્રશ લઈશું. 8થી 10 કળી લસણ લીધું છે.4લીલા મરચા લીધા છે.અને 1 આદુ નો ટુકડો લીધો છે.હવે તેને ક્રશ કરી લઈશું. હવે આપણે ક્રશ કરેલું આદુ, મરચાં લસણ ઉમેરીશું.

4- આપણે કઢીમાં સૂકું મરચું નાખવાના નથી. એટલે લીલા મરચા ની તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. હવે બે મિનિટ માટે કુક કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ડુંગળી ચઢી ગઈ છે.

5- હવે આપણે છાશ ના હોય તો બે વાડકી દહીં લેવાનું અને તેની સામે ચાર વાડકી પાણી નાખવાનું.આપણે છાસ લીધી છે તો ત્રણ વાડકી છાસ લઈશું.અને બીજી ત્રણ વાડકી પાણી એડ કરીશું. અને ચાર ચમચી ચણાનો લોટ એડ કરીશું. હવે તે બેટર કઢી માં એડ કરી દઈશું.

6- હવે આપણે કઢી ના ભાગ નું મીઠું નાખીશું. અડધી ચમચી થી ઓછો ગરમ મસાલો નાખીશું.જો તમારે પીડી કઢી જોઈતી હોય તો થોડી હળદર નાખી શકો છો.

7- હવે બે ચમચી લીલા ધાણા નાંખી શું. હવે હલાવી લઈશું. જેથી કરીને આપણો ચણાનો લોટ નીચે બેસી ના જાય. હવે તેમાં બે ચમચી જેટલો ગોળ નાખીશું.

8- આપણે રેગ્યુલર કઢી ખાતા હોય તેવી નથી રાખવાની જેથી ગોળ ઓછો નાખવાનો. બરાબર કઢી ઉકળી જાય એટલે તેને સર્વે કરીશું. હવે તેને હલાવી લઈશું.

9- હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તો તમે રોટલા સાથે ખાઈ શકો છો. જો તમારે વધારે તીખું જોઇએ તો લીલાં મરચાં, ડુંગળી સાથે લસણની ચટણી એ પણ સાથે લઈ એકદમ કાઠીયાવાડી ભોજન લઈ શકો છો.

10- હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તો તમે રોટલા સાથે ખાઈ શકો છો. બની છે ને એકદમ સરસ.તો તમે પણ ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.