નવા વર્ષે દીપિકાએ બધાને ચોંકાવી દીધા, બધી સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી નાંખી અને પછી પહેલી પોસ્ટ એવી કરી કે….

2020માં પણ દીપિકા પાદુકોણ કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં રહેતી જોવા મળી હતી અને હવે 2021ની શરૂઆતમાં જ દીપિકાની ચર્ચા થવા લાગી છે. કારણ કે દીપિકા પાદુકોણે પોતાના બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી બધી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર તેણે 2020ના અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરે (ગુરુવારે) આ ડગલું ભર્યું. ત્યારબાદ ઘણા અંદાજા લગાવવાના શરૂ થઇ ગયા હતા.

image soucre

ત્યારે આ બધાની વચ્ચે હવે દીપિકાએ સોશિયલ મીડિયા પર વર્ષની અને અકાઉન્ટ પરની પહેલી પોસ્ટ શેર કરી છે. દીપિકાએ તેની ઓડિયો ડાયરી શરૂ કરી છે જેમાં તે તેના વિચારો, લાગણી શેર કરવાની છે. તેણે 2020 વર્ષ વિશે વાત કરીને આભાર માન્યો છે. 2021 માટે પોતાના અને પોતાની આસપાસના લોકોની સારી હેલ્થ માટે કામના કરી છે. તેણે લખ્યું કે, ‘આ 1.1.2021 છે. બધાને હેપ્પી ન્યૂ યર. તમે શેના માટે આભારી છો?’ થોડા દિવસ અગાઉ ફરાહ ખાન અને વિક્રાંત મેસી સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ હેક થયા હોવાના ન્યૂઝ આવ્યા હતા.  

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

તો વળી આ સાથે જ ઘણા લોકો અંદાજો લગાવી રહ્યા છે કે શું દીપિકા પણ સાઇબર ક્રાઇમનો શિકાર થઇ છે. અથવા પછી તે નવા વર્ષમાં એન્ટ્રી ક્લીન સ્લેટ સાથે લેવા ઇચ્છતી હતી. હાલમાં દીપિકા રાજસ્થાનના રણથંભોરમાં પતિ રણબીર સિંહ સાથે વેકેશન એન્જોય કરી રહી છે.

image source

બંનેએ નવા વર્ષનું સેલિબ્રેશન ત્યાં જ કર્યું. આ સાથે જ તેમણે ત્યાં હાજર રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર અને રિધ્ધિમા કપૂર સહિત અન્ય સેલેબ્સની પણ મુલાકાત લીધી. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે મેઘના ગુલઝારની ‘છપાક’માં દેખાઈ હતી. તેની આગામી ફિલ્મ ’83’ છે. ડિરેક્ટર કબીર ખાનની ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત આ ફિલ્મમાં તે કપિલ દેવ (રણવીર સિંહ)ની પત્નીના રોલમાં છે. આ સિવાય તે શકુન બત્રાની ફિલ્મમાં દેખાશે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ લીડ રોલમાં છે. નાગ અશ્વિનની પ્રભાસ સ્ટારર અપકમિંગ ફિલ્મમાં દીપિકા લીડ રોલમાં હશે, જેમાં અમિતાભ બચ્ચન પણ કાસ્ટ થયા છે.

image source

એ જ રીતે 2020ના વર્ષની વાત કરીએ તો શરૂઆતમાં દીપિકા JNUમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં હાજર રહી હતી. આ વાતનો ઘણો જ વિરોધ થયો હતો. આ જ કારણથી તેની ફિલ્મ ‘છપાક’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આટલું જ નહીં થોડાં સમય માટે કેટલીક બ્રાન્ડે પોતાની જાહેરાતો ટીવી પર ટેલિકાસ્ટ કરી નહોતી. ડ્રગ્સ કેસમાં ફસાયેલા સ્ટાર્સમાંથી હાલમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ દીપિકા પાદુકોણની છે. દીપિકા માત્ર જાહેરાતમાં કામ કરીને વર્ષે 125થી 150 કરોડની કમાણી કરે છે. દીપિકા પાસે અંદાજે 30થી વધુ બ્રાન્ડ્સ છે, જેમાં બ્રિટાનિયા, લૉરિયલ, વિસ્તારા એરલાઈન, એક્સિસ બેંક, મેડલાઈફ, એપિગામિયા, કેલોગ્સ, ઓપ્પો સહિતની વિવિધ બ્રાન્ડ છે.

image source

ડ્રગ્સ કેસમાં બોલિવૂડના બિગ સેલેબ્સનું નામ સામે આવ્યા બાદ બ્રાન્ડ્સને આંચકો લાગ્યો છે. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, અર્જુન રામપાલ, રકુલ પ્રીત સિંહ જેવા સેલેબ્સની NCBએ કલાકો સુધી પૂછપરછ કરી હતી. દરેકના નજર આ સેલેબ્સના નિવેદન પર હતી. જોકે, કોઈ પણ સેલેબ્સ પર અત્યાર સુધી કોઈ આક્ષેપ સાબિત થઈ શક્યો નથી. જ્યાં સુધી NCB કોઈ સેલેબ્સને દોષિત જાહેર ના કરે ત્યાં સુધી તે નિર્દોશ છે. કંપનીઓ પણ ચુકાદો આવે ત્યાં સુધી રાહ જોશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ