લગ્નના 10 દિવસ બાદ જ વરરાજાએ દુનિયાને કહ્યું અલવિદા, સમાચાર સાંભળીને આખું ગામ સ્તબ્ધ રહી ગયું

કોરોના એ કોઈ મજાક નથી એવું વારંવાર કહેવામાં આવી રહ્યું છે. કારણ કે કોરોનાએ કેટલાક પરિવારના માળા વીંખી નાંખ્યા છે અને હવે વધારે એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશથી. તો આવો જાણીએ કે આ દુખદાયક સમાચાર શું છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક જ પરિવારના 9 લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આ પરિવારમાં લગભગ 10 દિવસ પહેલા લગ્ન યોજાયા હતાં. લગ્નના થોડા દિવસો પછી તબિયત લથડતાં વરરાજાનું મોત નીપજ્યું હતું.

image source

મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો, વરરાજાનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો. પરીવારના સભ્યોએ તપાસ કરાવી તો કન્યા સહિત 9 લોકોએ કોવિડ -19 પોઝિટિવ આવ્યો હતો. આ મામલે ફિરોઝાબાદના ચીફ મેડિકલ ડો.નીતા કુલશ્રેષ્ઠાએ જણાવ્યું કે, જસરાણા ક્ષેત્રના ગામ નગલા સાવંતીના યુવકના લગ્ન લગભગ 10 દિવસ પહેલા થયા હતા અને ત્યારબાદ થોડા જ સમયમાં તે બીમાર થઈ ગયો અને 4 ડિસેમ્બરે વરરાજાનું અવસાન થયું. તેણે કહ્યું કે તેની પાસે કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો.

image source

આગળ વાત કરતાં કુલશ્રેષ્ઠાએ કહ્યું કે-આવી સ્થિતિમાં, તે કહેવું મુશ્કેલ છે કે તેનું મૃત્યુ કોવિડ -19 થી થયું હતું. ઉલ્લેખનીય છે કે વરરાજાના મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં 9 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતાં. તેમાં વહુની સાસુ અને ભાભી પણ શામેલ છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે. સીએમઓ કુલશ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે ગામના અન્ય લોકોની કોરોના તપાસો માટે મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે. હાલમાં ફિરોઝાબાદમાં અત્યાર સુધીમાં 3673 કેસ આવ્યા છે

image source

ફિરોઝાબાદના સીએમઓએ જણાવ્યું કે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 3673 કેસ નોંધાયા છે. આમાંથી હાલમાં 171 લોકો સારવાર લઈ રહ્યા છે, જ્યારે કોવિડ -19 ના સંપર્કમાં આવવાને કારણે 67 લોકોનાં મોત નીપજ્યાં છે અને બાકીના લોકો સારવાર બાદ સંપૂર્ણ રીતે સાજા થયા છે. ત્યારે આવા મામલા સામે આવે ત્યારે કોરોનાને કોઈએ હળવાશથી ન લેવો એવી ભીતી થાય છે.

image source

આ સિવાય બીજા એક લગ્ન પણ હાલમાં ભારે ચર્ચામાં છે. અમેરિકામાં એક લગ્ન કોરોનાની વચ્ચે થયા, જેમાં કોરોના સંક્રમિત દુલ્હને કોરોના ગાઇડલાઇનનુ પાલન કરીને પોતાના લગ્નની વિધિ પુરી કરી હતી. લગ્નની સુંદર તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.વાયરલ તસવીરોમાં દુલ્હન ઘરની બારીમાં રહીને લગ્નની વિધિ પુરી કરતી દેખાઇ રહી છે. ખરેખરમાં આ લગ્ન કેલિફોર્નિયામાં થયા હતા.

image source

ખરેખરમાં કેલિફોર્નિયામાં રહેનારા પેટ્રિક ડેલગાડો અને લોરેન જિમેનેજ નવેમ્બરના અંતમાં લગ્નના બંધનમાં બંધાવવા તૈયાર હતા, જોકે ત્રણ દિવસ પહેલા જ તબિયત બગડતા દુલ્હન કોરોના સંક્રમિત થઇ હતી. આ કારણે દુલ્હનને આઇસૉલેશનમાં રાખીને કપલે પોતાના લગ્નની વિધિ પુરી કરી હતી. એક શણગારેલી રિબનને પકડીને દુલ્હને બારીમાં ઉભી રહીને લગ્નની વિધિ પુરી કહી, દુલ્હન ઘરના પહેલા માળે બારીમાં ઉભી હતી અને તેનો થનારો પતિ નીચે ઉભો રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ