પાટણના કુણઘેર ખાતે શિવજીની વિશાળ મૂર્તિના દર્શન કરો અને 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓની પણ જાંખી મેળવો

ગુજરાતના કુણઘેર ગામ ખાતે બનાવવામાં આવી છે મહાદેવની 73 ફૂટ ઉંચી પ્રતિમા.

ગુજરાતના પાટણ નજીક આવેલું કુણઘેર ગામ હવે યાત્રાનું મોટું ધામ બનવા જઈ રહ્યું છે. અહીં લગભગ એક દાયકા પહેલાં ચુડેલ માતાની જગ્યા જીવંત થતાં તેમ જ લોકોની શ્રદ્ધા વધતા ત્યાં ગુજરાતના જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પુજા કરવા આવવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

#mahakal #bholenath #mahadev

A post shared by ગીરનારી ગ્રુપ (@sanjay_girnari_sanju_baba) on

લોકોની શ્રદ્ધાને માન આપી આ સ્થળને હવે રજીસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે અને માતાજીને ચડાવાતી ભેટ તેમજ દાનમાંથી વિશાળ ધામ તરીકે આકાર પામી રહ્યું છે.

અહીં પુજ્ય શ્રી ગિરીબાપુની શીવકથા પછી પ્રેરણા લઈ ગૌશાળા પણ બનાવવામાં આવી છે, ભગવાન શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો તેમજ તેમની લીલાઓ અને વૃંદાવન તેમજ ગોવર્ધન પર્વતની ઝાંખીઓ બનાવવામાં આવી છે.

ત્યાર બાદ ધીમે ધીમે કરતાં અહીં એક વિશાળ શિવ મંદિર ઉભું કરવામાં આવ્યું છે જેની પાછળ લગભગ દોઢ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અહીં મંદિરમાં વિવિધ મૂર્તિઓનું સ્થાપન કરવાં આવ્યું છે. આ મૂર્તિઓ ખાસ કરીને ઓરિસ્સાના મૂર્તિકારો પાસે બનાવડાવવામાં આવી છે.

અહીં શિવજીની વિશાળ પ્રતિમાં પણ બનાવવામાં આવી છે અને ટ્રસ્ટીઓનો દાવો છે કે તે ભારતની સૌથી મોટી શિવ મૂર્તિ છે.

આ ઉપરાંત અહીં બારે બાર જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિ, શિવપુરાણના પ્રસંગની રચનાઓ ગોઠવવામાં આવી છે ત્યાર બાદ અહીં ભગવાન શિવના પરિવારને કમળમાં સ્થાપિત કરવામાં આવનારો છે.

આ મંદિરના નિર્માણ પાછળ લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અહીંના મુખ્ય આકર્ષણઃ

75 ફૂટના ભગવાન શંકરની મૂર્તિ

12 જ્યોતિર્લિંગો

12 શિવપુરાણ અધ્યાયો

21 શિવજીના અવતારો

22 રૂષિઓ દ્વારા મધ્યમાં બિરાજમાન શિવજીની આરાધનાનું દ્રશ્ય જીવંત બનાવવામાં આવ્યું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ