સ્ત્રી સ્વરૂપ હનુમાનજીના આ મંદીરમાં લોકો સંતાન પ્રાપ્તિની માનતા માટે આવે છે.

આ મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પુજા થાય છે. તેની પાછળ એક રહસ્યમયી કારણ છે.

આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી એ બ્રહ્મચારી છે પણ છત્તીસગઢના રતનપુર જિલ્લામાં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પુજા કરવામાં આવે છે. તે મંદિરમાં તેમની ત્યાં દેવી તરીકે સ્થાપના કરવામાં આવી છે.

આ ખુબ જ કૌતુક જગાવતી બાબત છે કે જે ખુદ આજીવન બ્રહ્મચર્ય પાળનારા ભગવાન હનુમાનને અહીં સ્ત્રી સ્વરૂપે પુજવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં માત્ર અહીં જ ગિરિજાબંધ મંદિરમાં હનુમાનજીની દક્ષિણમુખી મૂર્તિ છે.

અહીં તમને હનુમાનજીનું સ્ત્રીસ્વરૂપ જોવા મળશે જે તમને બીજે ક્યાંય પણ જોવા નહીં મળે. એવી પણ વાયકા છે કે આ મંદિરમાં જે સ્ત્રીસ્વરૂપ મૂર્તિ છે તે લગભગ દસ હજાર વર્ષથી સ્થાપિત છે.

 

View this post on Instagram

 

A post shared by Hanuman Ji Official (@hanuman011) on

અહીંના નારીસ્વરૂપ હનુમાનજી પાછળનું કારણ શું છેઃ

અહીંના આ અજાયબ મંદિરમાં હનુમાનજીના નારીસ્વરૂપની પુજા શા માટે કરવામાં આવે છે તેની પાછળ એક પ્રચલિત વાયકા છે. લોકો કહે છે કે પુરાણ કાળમાં રતનપુરમાં એક રાજા રાજ કરતો હતો તેનું નામ પૃથ્વી દેવજૂ હતું. રાજા દેવજૂ હનમાનજીનો પરમ ભક્ત હતો તેને રક્તપિત થઈ ગયો હતો.

તેણે પોતાની બિમારીથી નિરાશ થઈને પોતાના દેવ હનુમાનજીની પુરા મનથી ભક્તિ કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને હનુમાનજીએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને પોતાના માટે એક મંદિરનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો અને ત્યાં આવેલા મહામાયા કુંડમાંની પોતાની મૂર્તિ કાઢીને નવા મંદિરમાં સ્થાપવા કહ્યું.

રાજાએ જ્યારે તે કુંડમાંથી હનુમાનજીની મૂર્તિ કઢાવી તો તે સ્ત્રીસ્વરૂપમાં હતી. તેમણે તે જ મૂર્તિનું મંદિરમાં સ્થાપન કરાવ્યું. હનુમાનજીની આ મૂર્તિ દક્ષિણમૂખી છે તેમજ તેમની ડાબી તરફ શ્રી રામ અને જમણી તરફ લક્ષમણજીની મૂર્તિ મુકવામાં આવી છે. અહીંની મૂર્તિમાં હનુમાનજીના પગ નીચે બે રાક્ષસો પણ છે.

હનુમાનજીના આદેશનું પાલન કરી મંદિરની સ્થાપના કર્યા બાદ રાજા દેવજૂ રક્તપિત મુક્ત થઈ ગયા. તેમણે હનુમાનજી પાસે આશિર્વાદ માગ્યા હતા કે આ મંદિરમાં જે દર્શનાર્થે આવે તેમની ઇચ્છા પુરી થાય.

લાખો ભક્તો દર વર્ષે આ અનોખા મંદિરના દર્શને આવે છેઃ

આ મંદિરમાં શ્રદ્ધા ધરાવનાર શ્રદ્ધાળુઓનું એવું માનવું છે કે આ એક સિદ્ધ મંદિર છે જ્યાં ભગવાનની શ્રદ્ધાથી પુજા કરનારા ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. ઇચ્છાઓ પુરી થવા પાછળ એક કારણ એ પણ જણાવવામાં આવે છે કે રાજાએ હનુમાનજી પાસે લોકોની ઇચ્છાપૂર્તિનું વરદાન માગ્યું હતું.

માટે રાજાની જ આ નિસ્વાર્થ ઇચ્છા પૂરી કરવા ભગવાન હજારો ભક્તોની મનોકામના પૂરી કરે છે.

શ્રદ્ધાળુઓ માટે આ મંદિરે પહોંચવું ખુબ જ સરળ છે કારણ કે રતનપુર જિલ્લો છત્તીસગઢનો મોટો જિલ્લો છે અને ત્યાં દેશના અન્ય ભાગને જોડતી રેલ્વે તેમજ બસની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ