ટ્રેન મુસાફરો માટે આવી ગયા છે ખુશ ખબર, હવે તમે ટ્રેનમાં વ્યાજબી ભાવે ભોજન બુક કરાવી શકશો તે પણ માત્ર એક જ ક્લીક પર !

માત્ર એક જ ટેપ કે પછી એક જ ક્લીક પર તમારી ટ્રેઈનની સીટ પર જ મેળવો તમને ભાવતું ભોજન.

આપણે જ્યારે ક્યારેય પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે આપણે હંમેશા ટ્રેનનું જ ભોજન ખાવું પડે છે. પછી તમને તે ભાવે કે ન ભાવે. અને માટે જ આપણે થેલીઓ ભરી ભરીને ટ્રાવેલીંગ કરતી વખતે આપણી સાથે ભોજન રાખતા હોઈએ છીએ. માત્ર તેટલું જ નહીં પણ તેના માટે આગલા દીવસથી તૈયારીઓ કરીએ છીએ.

પણ તમારી આ સમસ્યાનું સમાધાન ભારતીય રેલ્વેએ શોધી લીધું છે. ભારતીય રેલ્વે પોતાની સેવાઓમાં સતત સુધારો કરતી આવી છે અને મુસાફરોને બને તેટલી ઓછી તકલીફ પડે તે માટે પ્રયાસો કરતી આવી છે.

 

View this post on Instagram

 

A post shared by IRCTC (@irctc.official) on

જોકે તેમણે કેટલીક અજાણી સેવાઓ જે વેબસાઈટ દ્વારા મુસાફરોને ભોજન પહોંચાડે છે તેમની ગુણવત્તા વિષે કોઈ જ જવાબદારી નહીં લેવાની જાહેરાત કરી છે.

અને માટે જ તેમણે જાહેરાત કરી છે કે YATRI KHANA અને RAILYATRI દ્વારા જે ભોજન ટ્રેઇનના મુસાફરોને પહોંચાડવામાં આવે છે તે ઇલ લીગલ છે.

રેલ્વેની વેબસાઇટ દ્વારા ફૂડ બુકીંગ

પણ સાથે સાથે તેમણે પોતાની અલગ વેબસાઈટ ખોલી છે જેનું નામ છે catering.irctc.co.in તેના પર જઈને તમારે તમારે PNR નંબર નાખવાનો રહેશે. ત્યાં આપેલા રેલ્વે સ્ટેશન્સની યાદીમાં તમારે કયા સ્ટેશન પર ભોજન જોઈએ છે તેનું નામ એડ કરવાનુ રહેશે.

અને ત્યા ક્લીક કર્યા બાદ તમારા મોબાઈલ સ્ક્રીન પર મેનુ કાર્ડ આવશે જેમાં ફૂડ વેન્ડર્સ અને તેના મેન્યુ એટલે કે તેની ફૂડ આઈટમ્સ અને તેની કીંમત લખેલી હશે. તેના પર ક્લીક કરી તમે તમારો ઓર્ડર મુકી શકો છો.

અને આપેલા પેમેન્ટ ઓપ્શન દ્વારા તમે પેમેન્ટ કરીને તમારો ઓર્ડર કન્ફર્મ કરી શકો છો.

તમે જેવું પેમેન્ટ કરશો કે તરત જ તમારા મોબાઈલ પર તમારા રજીસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસ તેમજ ફોન નંબર પર મેસેજ આવી જશે કે તમારો ઓર્ડલ લઈ લેવામાં આવ્યો છે. અને તમે શું ઓર્ડર કર્યો છે તેની વિગતો પણ લખી હશે.

અને ઓર્ડરને વેરીફાઈ કરવા માટે તમારા ફોન નંબર પર એક OTP મોકલવામાં આવશે.
હવે તમે જે ડીલીવરી સમય નોંધાવ્યો હશે તેના બે કલાક પહેલાં તમારા પર ઇમેઇલ તેમજ એક મેસેજ આવી જશે.

આ ઉપરાંત તમે એપ્લીકેશન ડાઉનલોડ કરીને પણ ઓર્ડર મુકી શકો છો

તેના માટે તમારે FOOD ON TRACK નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને તેમાં તમારો PNR નંબર નાખશો એટલે તમારી ગંતવ્ય સ્થાન સુધીના સ્ટેશનોનું લીસ્ટ આવી જશો. અને તે લીસ્ટ પર તમે જે સ્ટેશન પર ભોજનની ડીલીવરી ઇચ્છતા હોવ તેના પર ક્લીક કરી શખો છો. અને ત્યાર બાદ તમારે તમારો ફૂડ વેન્ડર અને તેના મેનુમાંથી આઇટમ્સ સીલેક્ટ કરવાની રહેશે.

 

View this post on Instagram

 

A post shared by IRCTC (@irctc.official) on

અહીં તમે કેશ ઓન ડીલીવરી પણ કરી શકો છો અને ઇપેમેન્ટ પણ કરી શકો છો. પેમેન્ટ કર્યા બાદ તરત જ તમારા નંબર પર કન્ફર્મેશન મેસેજ આવી જશે. અને તેના જવાબમાં તમારે તમારું નામ, તમારો નંબર, કોચ નંબર અને સીટ નંબરની માહિતી આપવાની રહેશે.

જો ઇન્ટરનેટ યુઝ ન કરતા હોવ તો ચીંતા ન કરો તમે કોલ કરીને પણ ભોજન બૂક કરાવી શકો છો.

સ્માર્ટ ફોન આવ્યા બાદ ઘણા લોકો હજુ પણ સાદા ફોનનો યુઝ કરતા હોય છે. અથવા તમે સ્માર્ટ ફોન યુઝ કરતા હોવ પણ કોઈ કારણસર તેની બેટ્રી લો થઈ ગઈ હોય. અથવા ઇન્ટરનેટ ન હોય તો તેવા સંજોગોમાં તમે 1323 નંબર પર ફોન કરીને ભોજન ઓર્ડર કરી શકો છો.

અને જો તમારે કોલ ન કરવો હોય તો તમે 139 નંબર પર MEAL નો મેસેજ મોકલીને પણ ઓર્ડર મુકી શકશો.

તમે તમારો ઓર્ડર કેન્સલ પણ કરાવી શકો છો. પણ તે માટે તમારે તેમને ડીલીવરીના બે કલાક પહેલાં ઇન્ફોર્મ કરવુ પડશે. જો કે તમે ઇ પેમેન્ટ કર્યું હશે તો તમારે રીફંડ આવતા 5-6 દિવસ થઈ જશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ