જાણો હથેળીમાં કેવી રીતે બને છે વિવાહ રેખા, પૂરી કુંડળી વિશે જાણવા કરો એક ક્લિક

હથેળીની આ રેખાની દશા અને દિશાને સમજી લો અને જાતે જ જાણી લો કેવું રહેશે વૈવાહિક જીવન

image source

હસ્તરેખા જ્યોતિષની મદદથી હથેળીઓ પર બનેલી રેખાઓને સમજી અને વ્યક્તિના સંપૂર્ણ જીવનમાં થતી અને થનાર મહત્વપૂર્ણ વાતો વિશે જાણી શકાય છે.

હથેળી પર અનેક પ્રકારની રેખા હોય છે જેમાં જીવન રેખા, ભાગ્ય રેખા, હૃદય રેખા અને લગ્ન રેખા મુખ્ય હોય છે.

image source

જીવન અને ભાગ્ય રેખા વ્યક્તિના જીવન અને તેના ભાગ્ય વિશે જાણકારી આપે છે. જ્યારે વિવાહ રેખા વ્યક્તિના જીવનમાં થતા પ્રેમ પ્રસંગ અને વૈવાહિક જીવન વિશે જાણકારી આપે છે.

વિવાહ રેખા પરથી અનેક વાતો જાણી શકાય છે. જેમ કે લગ્ન ક્યારે થશે, લવ મેરેજ થશે કે અરેન્જ અને કેટલા લગ્ન કે પ્રેમ પ્રસંગોના યોગ છે.

ક્યાં હોય છે લગ્ન રેખા

image source

હથેળી પર લગ્ન રેખા સૌથી નાની આંગળીના નીચેના ભાગ પર જ્યાં બુધનો પર્વત હોય છે ત્યાં આડી સ્થિતિમાં હોય છે.

આ જગ્યા પર વિવાહ રેખા એક કે તેનાથી વધારે પણ હોય છે.

વિવાહ રેખાની ખાસિયતો

image source

– હથેળીમાં બુધ પર્વત પાસે વિવાહ રેખા લાંબી, સીધી અને સ્પષ્ટ હોવી જોઈએ. જે વિવાહ રેખા હૃદય રેખાની બરાબર ચાલે તે મહત્વપૂર્ણ હોય છે. આવી રેખા શુભ ગણવામાં આવે છે.

– હથેળી પર એક કરતાં વધારે વિવાહ રેખા હોય તો તે એક કરતાં વધારે પ્રેમ પ્રસંગ કે વિવાહ તરફ ઈશારો કરે છે.

image source

– વિવાહ રેખામાંથી બે શાખા નીકળતી હોય તો તે વ્યક્તિના લગ્ન તુટવાની સંભાવના વ્યક્ત કરે છે.

જો કોઈ સ્ત્રીની હથેળીની વિવાહ રેખા પાસે ટાપુ જેવો નિશાન હોય તો તેની સાથે લગ્નમાં છેતરપિંડી થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિના હાથમાં વિવાહ રેખા ઝુકેલી જોવા મળે તો તે પણ શુભ લક્ષણ નથી માનવામાં આવતું.

image source

– વિવાહ રેખા જો લાંબી અને સૂર્ય પર્વત સુધી જતી હોય તો તે વ્યક્તિનને સુખી-સંપન્ન અને સમૃદ્ધ જીવનસાથી મળવાનો સંકેત હોય છે.

જો વિવાહ રેખાને અન્ય કોઈ રેખા બુધ પર્વત પર કાપતી હોય તો વ્યક્તિનું વૈવાહિક જીવન સમસ્યાઓથી ભરેલું હોય છે.

image source

– વિવાહ રેખા વચ્ચે વચ્ચે તુટેલી હોય તો તે લગ્ન તુટવાનો સંકેત કરે છે.

– વિવાહ રેખા પર ત્રિશૂલ બનેલું હોય તો પતિ-પત્નિ વચ્ચે પ્રેમ ભાવ હોય છે.

– વિવાહ રેખા ઉપર તરફ વળેલી અને નાની આંગળી સુધી પહોંચતી હોય તો જાતકના લગ્ન થવામાં સમસ્યાઓ આવે છે. આવા જાતક અવિવાહિત રહે તેવી સંભાવના વધારે હોય છે.

image source

– વિવાહ રેખા પર ચોકડીનું નિશાન હોય તે પણ શુભ નથી. હસ્તરેખા જ્યોતિષ અનુસાર આવા લોકોના જીવનસાથી પાસે તેના માટે સમય હોતો નથી. એટલે કે તેને એકલવાયું જીવન જીવવું પડે છે.

જો વિવાહ રેખા પર તલ બનેલું હોય તો તે પણ શુભ સંકેત નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ