સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બહાને 12થી વધુ ગામના ખેડૂતોની જમીનમાં કરેલા ચેડાને લઈ ખેડૂતોએ આપી આંદોલનની ધમકી

એક તરફ આખા વિશ્વમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નામ લેવાઈ રહ્યું છે અને લોકો ખોબલે ને ખોબલે આ કામને વધાવી રહ્યા છે. તેમજ કહેવાય રહ્યું છે કે અહીં કેટલાય પ્રોજેક્ટનું મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું અને હવે લાખો લોકો માટે આ સ્થળ પ્રવાસનુ સ્થળ બની ગયું. પરંતુ હવે કંઈક નવા જ સમાચાર સામે આવી રહ્યા છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા ઝરવાણી સહિતના 12થી વધુ ગામના તલાટી દ્વારા ખેડૂત ખાતેદારોની જમીનમાં કાચી એન્ટ્રી પાડી દેવાતાં સરકાર હવે અમારી જમીનો પચાવી પાડશે તેવી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ છે અને ચારેકોર અફરા તફરી મચી ગઈ છે.

image source

હાલની પરિસ્થિતિની વિગતે વાત કરીએ તો ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી, ઝરવાણી, ગોરા સહિતનાં 12 ગામોમાં ખેડૂતોની જમીનમાં જાણબહાર બારોબાર કાચી એન્ટ્રી પાડતાં ગ્રામજનો રોષે ભરાયા છે. સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. જો આ કાચી એન્ટ્રી રદ નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર તાનાશાહી અપનાવે છે કે પછી ખેડૂતોનું સાંભળે છે. જો કે હાલમાં આ મામલે સાંસદ મનસુખ વસાવા, કલેકટર ડી.એ.શાહ, વનમંત્રી ગણપત વસાવા અને પ્રાંત અધિકારી રાજપીપલાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

image source

ત્યાંના લોકોમાં એક ડર પેસી ગયો છે કે હવે આ જમીન અમારા નામે નહીં રહે. એટલા માટે હાલમાં નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાના ગ્રામજનો એ આ વિસ્તારને ઇકો સેન્સેટિવ જાહેર કરીને આ વિસ્તારમાં લોકોની જમીન સરકાર પચાવી પાડેશે તેવી દહેશત છે અને સાથે આ વિસ્તારના ગ્રામજનો જમીન વિહાણો થઈ જશે તો સરકારે તાત્કાલિક કાચી એન્ટ્રી રદ કરવી જોઈએ. જંગલ વિસ્તારમાં આવતા ગામોને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યો છે. તો કાચી એન્ટ્રી કેમ પડી તેવો લોકોએ સવાલ કર્યો છે.

image source

સરકારે કઈ રીતે રમત રમી એવા વિશે વાત કરતાં ઝરવાણી ગામના આગેવાન સોમાભાઈ વસાવાએ કહ્યું હતું કે ગ્રામપંચાયતોના રેકોર્ડ પર ખેડૂતની જમીનમાં 135ની એન્ટ્રી પડી છે. તેનો અમે વિરોધ કરીએ છે. મૉખડી ગોરા, ઝરવાણી ગ્રામ પંચાયતના ગ્રામજનો ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કરીએ છે.વિરોધ ન થાય એટલે પંચાયતને નોટિસ મોડી મોકલી હતી. ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કરીએ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આ મુદ્દો વધારે સેન્સેટીવ એટલા માટે બની રહ્યો છે કે લોકોનાં ઘર અને જમીનનો સવાલ છે.

image source

જો કે આ મામલે હાલમાં નેતાઓ પણ સામે આવ્યા છે અને નિવેદનો આપી રહ્યા છે. જો વાત કરીએ તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- કાચી એન્ટ્રી કેમ પાડવામાં આવી છે તે અંગે હું કલેકટર અને સરકારને પૂછીશ. માનવ વસ્તી કે જ્યાં લોકો રહેતા હોઈ ત્યાં કોઈને પણ ડિસ્ટર્બ ન કરવા જોઈએ. પાંચ વર્ષ પહેલાં પણ મેં સરકારમાં લખ્યું હતું. આ વર્ષે પણ હું ભારત સરકાર અને રાજ્ય સરકારમાં લખીશ. સ્થાનિકો માટે સરકાર સામે લડવાનું થશે તો પણ હું લડીશ એવી પણ બાંહેધારી આપી હતી. તો વળી આ મામલે ગરુડેશ્વરના નાયબ મામલતદાર મેહુલ વસાવાએ કહ્યું- હાલ કાચી એન્ટ્રી પાડી છે. પાકી એન્ટ્રી થાય છે કે નહીં તે નિર્ણય તો સરકારનો જ રહેશે. કેન્દ્ર સરકારે 5 મેં 2016 માં ગેઝટ પ્રસિદ્ધ કરી આ વિસ્તારને ઇકો સેન્ટસીવ ઝોન જાહેર કર્યો છે. લોકોની જમીન- ઘરને કશું નહીં થાય. આવી ખાતરી પણ કલેક્ટરે આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ