આ સમયથી ગુજરાતમાં પીવાનું પાણી થશે મોંઘુ, જાણો આ વિશે રૂપાણી સરકાર શું ઘડી રહી છે પ્લાન

પાણી થશે મોંઘુ – રૂપાણી સરકાર પીવાના પાણીનો ભાવ વધારશે – આવનારા માર્ચ મહિનાથી નર્મદાનું પાણી થશે મોંઘુ

તેમાં કોઈ જ શંકા નથી કે છેલ્લા એક વર્ષમાં મોંઘવારી અત્યંત વધી ગઈ છે. અને તેમાં ફરી પાછા એક સમાચાર મળી રહ્યા છે જે પ્રમાણે રાજ્ય સરકાર એટલે કે રૂપાણી સરકાર હવે નર્મદાના પીવાના પાણીને પણ મોંઘુ બનાવવા જઈ રહી છે. વાસ્તવમાં નર્મદાના પીવાના પાણી તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં સરકાર ભાવ વધારો ઝીંકવા જઈ રહી છે.

image source

આ ભાવ વધારો 2021ના માર્ચ મહિનાથી થશે. માર્ચ મહિનાથી પીવાના પાણીમાં 1000 લીટર પાણીએ 38 પૈસાનો વધારો કરવામા આવશે અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં 3.13 રૂપિયાનો વધારો કરવામા આવશે. જે લોકો ગુજરાતમાં નર્મદા કેનાલમાંથી પાણી વાપરી રહ્યા છે તેમણે પાણીનો વધારે દર ચૂકવવો પડશે.

image source

તમને જણાવી દઈએ કે નર્મદાનું પાણી પીવા માટે તેમજ ઉદ્યોગો માટે વેચવામાં આવતું હોય છે. અત્યારે એટલે કે માર્ચ 2021 સુધી નર્મદા નિગમે પીવાના પાણીની કિંમત દર પ્રતિ 1000 લીટરે 3.80 રૂપિયા રાખી છે, અને ઔદ્યોગિક વપરાશ માટે પાણીની કિંમત દર પ્રતિ 1000 લિટરે 31.38 રૂપિયા રાખ્યા છે.

2021ના માર્ચ મહિનાથી થશે પાણીના દરોમાં વધારો

image source

આવનારા માર્ચ મહિનામાં પીવાના પાણીમાં આ ભાવ વધારો લાગુ પાડવામા આવશે. જેમાં 38 પૈસાનો વધારો દર 1000 લિટરે કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઔદ્યોગિક વપરા માટેના પાણીના દરમાં પણ દર 1000 લિટરે 3.13 રૂપિયાનો વધારો કરવામા આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 2006 અને 2007માં પહેલી વાર પાણીના દરો નક્કી કરવામા આવ્યા હતા અને તે વખતે પીવાના પાણી માટે 1 રૂપિયો અને પાણીના ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા પ્રતિ 1000 લિટરે નક્કી કરવામા આવ્યા હતા.

દરેક નાણાકીય વર્ષમાં કરવામાં આવ્યો 10 ટકાનો વધારો

image source

પાણીના ભાવમાં દર નાણાકીય વર્ષે વધારો કરવામા આવે છે. વર્ષ 2014-15માં પીવાના પાણીના દરમા વધારો કરીને તેની કિંમત 2.14 રૂપિયા કરવામાં આવી હતી. જ્યારે ઔદ્યોગિક વપરાશના પાણીની કિંમત વધારીને 17.72 રૂપિયા કરવામા આવી હતી. નર્મદા નિગમ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે નર્મદા પાણીના ભાવમા દરેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામા આવે છે. ગુજરાતમાં જ્યાં પણ નર્મદાની મુખ્ય કેનાલ કે પછી નાની પેટા કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને તેનું વિતરણ કવરામા આવે છે. જેની સંપૂર્ણ જવાબદારી પાણીપુરવઠા વિભાગ તેમજ તેની સાથે જોડાયેલી એજન્સીઓએ લીધેલી છે. નર્મદાના પાણીનું વિતરણ નર્મદા વિભાગ નથી કરતું. તમને જણાવી દઈએ કે નર્મદાના પાણીના વિતણથી નિગમને કરોડોની આવક થતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ