ખંભાળિયામાં યુવકને નગ્ન કરી ફેરવ્યો જાહેરમાં ફેરવ્યો, પછી ફડાકા મારીને કર્યુ…પૂરી ઘટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

ગાંધીના ગુજરાતમાં હવે અંહિસાના કિસ્સા તો જોવા મળે તો મળે પણ હિંસાના કિસ્સા રોજ ઢગલો જેટલા જોવા મળે છે. ત્યારે હવે ફરીથી એક કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને લોકોમાં ભારે ચિંતા પેઠી છે. બન્યું હતું કઈક એવું કે જામનગરના જામખંભાળિયામાં એક યુવાનને બે શખસે નગ્ન કરી શહેરના રસ્તા પર ફેરવ્યો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળાં જોવા માટે ઊમટી પડ્યા હતા. બે શખ્સે યુવાનના હાથ પકડી શહેરના રસ્તા પર નગ્ન અવસ્થામાં જ ફેરવ્યો હતો. આ જઘન્ય કૃત્યથી પોલીસની ભૂમિકા પર સવાલો ઊઠી રહ્યા છે. .

image source

જે પ્રમાણે વિગત મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો યુવાને જૂની અદાવતમાં પોલીસને ફરિયાદ કરી હોવાથી આ શખસોએ યુવકને નગ્ન કરી શહેરમાં ફેરવ્યો હતો. યુવાનને નગ્ન અવસ્થામાં જોઈ લોકો એકઠા થયા હતા. લોકોને જોઈને યુવાન બોલે છે કે સાબિત કરી બતાવજો. ત્યારે સાથે રહેલા બે શખસ યુવાનને ફડાકા મારી દે છે. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

image source

આ યુવાને થોડા દિવસ પહેલાં જ જૂની અદાવતમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, આથી આ વાતનો ખાર રાખી આ શખસોએ યુવાનને નગ્ન કરી શહેરભરમાં ફેરવ્યો હતો અને પછી પોલીસને સોંપાયો હતો. નગ્ન અવસ્થામાં શહેરમાં ફેરવવામાં આવ્યો તે યુવાન છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યાની પણ ચર્ચા થઈ રહી છે. પોલીસને સોંપ્ચા બાદ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

image source

આ રીતે દ્વારકાના ખંભાળિયામાં ભીડે કાયદો હાથમાં લીધો હોવાનો એક વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકને નગ્ન કરી માર મારવામાં આવ્યો અને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં જ આ યુવક ફેસબૂક લાઈવ થઈ ક્રિકેટના સટ્ટાના કેસના આરોપીઓ બાબતે ચર્ચાઓ કરી હતી. જેનું મનદુખ રાખી આરોપીઓએ કાવતરૂ રચી જુના શારદા સિનેમા પાસેથી યુવાનનું અપહરણ કર્યુ હતું અને કારમાં ગોંધી વિરમદળ રોડ પર લઈ ગયા હતા અને ઢીકાપાટુંનો મારમારી પાંચ હજારનો મોબાઈલ તોડી નાખ્યો હતો.

image source

પછીની પરિસ્થિતિની વાત કરીએ તો યુવકને નગ્ન કરી ફરી શહેરમાં લઈ આવી બદનામ કરવાના ઈરાદાધી નગ્ન હાલતનું રેકોડિંગ કરી વીડિયો વાઈરલ કરાવડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયોમાં જે યુવકને લોકો માર મારી રહ્યા છે તેનું નામ ચંદુ ગઢવી છે જેના નગ્ન હાલતમાં માર મારતા-મારતા કેટલાક લોકો પોલીસ મથકે લઇ ગયા હતા. ખંભાળિયાના આ શખ્સને નગ્ન હાલતમાં સરાજાહેર માર મારી નગ્ન હાલતમાં પોલીસ મથકે લઈ જવાયો હતો. આ મામલે લોકો ખંભાળિયા પોલીસ મથકે ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ