કેળા ની વેફર – રુચીબેનની આ રેસીપીથી તમે બહાર કરતા પણ વધુ સારી અને ટેસ્ટી કેળા વેફર ઘરે જ બનાવી શકશો…

કેળા ની વેફર કે ચિપ્સ એક એવો નાસ્તો છે , જે નાના મોટા બધા ને જ ભાવે અને કોઈ પણ ટાઈમે ભાવે. આ વેફર ને મોઢા માં મુક્યા બાદ જરૂર થી બીજી ખાવાનું મન થાય જ. આ વેફર બનાવવી જેટલી સરળ છે એટલી જ ટ્રીકી પણ છે. જો જરા પણ ચૂક થઈ એટલે સરસ દેખાતી વેફર થોડી જ કલાકો માં પોચી પડી જાય. તો ચાલો જોઈએ એક પરફેક્ટ રેસિપી જે તમને આપશે એકદમ ક્રિસ્પી અને સરસ ટેસ્ટી કેળા ની વેફર ..
સામગ્રી ::

• 5 કાચા કેળા

• મીઠું

• મરી નો ભૂકો

• તળવા માટે તેલ

રીત ::

વેફર બનાવવા માટે ના કેળા કાચા પસંદ કરવા.. પીળા પડી ગયેલા કે પોચા કેળા ની વેફર સારી નહીં બને. કેળા ને ધોઈ એની છાલ ઉતારી લેવી. આપ પિલર ની મદદ થી અથવા છરી થી છાલ ઉતારી શકો છો. હવે એક બાઉલ માં પાણી લો. એમાં થોડું મીઠું ઉમેરી દો. હવે કેળા ની સ્લાઈસ સીધા પાણી માં જ પાડો. સ્લાઈસ થોડી જાડી રાખવી.. તેલ ગરમ મુકો. અને એક કપડાં પર કેળા ની સ્લાઈસ પાથરી દો. પાણી નીકળી જશે અને તળતી વખતે થોડી સહેલાઇ થઈ જશે. થોડી થોડી કરી ને તળવી. કડાય માં એકસાથે બહુ ના નાખવી. ધીમા થી મધ્યમ આંચ પર તળો. બહુ ફુલ ગેસ પર તળવાથી અંદર થી પોચી રહી જશે.. હળવા બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળો. તેલ માંથી કાઢી થોડી વાર ટીસ્યુ પેપર પર રાખો. ગરમ હોય ત્યારે જ મીઠું અને મરી નો ભૂકો છાંટી દો એટલે સરસ ચોંટી રહેશે. એર ટાઈટ ડબ્બા માં ભરી દો. જ્યારે પણ એવું લાગે કે ચિપ્સ થોડી પોચી થઈ ગઇ , આપ માઇક્રોવેવ માં ગરમ કરી ફરી ક્રિસ્પી કરી શકો છો.

નોંધ :

• મીઠા અને મરી ને બદલે આપ લાલ મરચું , સંચળ અને ચાટ મસાલો પણ વાપરી શકો.

• ચિપ્સ ને તળવા ને બદલે આપ માઇક્રોવેવ માં બેક પણ કરી શકો છો.

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.