કરુણતા તો જુઓ: કોરોનાએ 3 દિવસમાં એક જ પરિવારના 4 સભ્યોનો લઇ લીધો જીવ, અમારી અપીલ ઘરમાં રહો..સુરક્ષિત રહો

દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને દરરોજ અનેક લોકોના મોત થઇ રહ્યા છે. પ્રથમ લહેરમાં આ બીમારી માત્ર વૃદ્ધો માટે જ જીવલેણ સાબિત થઇ રહી હતી પરંતુ બીજી લહેરમાં યુવાનો અને બાળકો ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણના ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા આંકડા ચિંતા વધારનારા છે, દરરોજ કોરોના જૂના રૅકોર્ડ તોડી રહ્યો છે. તો મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે 13,804 નવા કેસ નોંધાયા છે.

image source

ગુજરાતમાં કોરોનાને લીધો દરરોજ વધી રહેલા મોતના આંકડા ડરાવી રહ્યા છે. ત્યારે જેતપુરના ખોબા જેવડા જેતલપુર ગામમાં કોરોનાને કારણે એક જ પરિવારના 4 સભ્યોના નિધન થયાં હડકંપ મચી જવા પામ્યો છે.એક તરફ રાજ્યમાં દરરોજ કોરોના વાયરસના ચિંતાજનક રીતે કેસ નોંધાઇ રહ્યા છે તો મૃત્યુઆંક પર ડરાવી રહ્યો છે. જો કે, રાજ્યમાં વેક્સિનેશન અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ત્યારે જેતપુરના જેતલસરથી દુખદ સમાચાર સામે આવ્યા હતા.

એક જ દિવસમાં પરિવારના 4 સભ્યોના મોત

image source

એક જ પરિવારના 4 સભ્યોના કોરોનાથી નિધન થતાં સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગણતરીના 3 દિવસમાં મા-બાપ અને દિકરાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. તો આ સાથે જ પરિવારની અન્ય મહિલાઓ પણ કોરોનાગ્રસ્ત થઇ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં ગત 24 કલાકમાં 142 દર્દીઓના થયાં છે મોત

image soucre

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6019 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,00,128 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ

image source

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5411 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 59 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2176 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 641 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 546 કેસ, જ્યારે ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 626 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે.

ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી

image source

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 476 નવા કેસ નોંધાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!