“પાપા કહેતે હે”ની ભૂરી આંખી વાળી એક્ટ્રેસ પહોંચી ગઇ આટલી ટોપ પર, તસવીરો જોઇને નહિં ઓળખી શકો તમે પણ

હિન્દી સીનમાં ઘણા એક કલાકારો છે જેમની પહેલી ફિલ્મ ફ્લોપ થઈ ગયા પછી પણ છવાઈ ગયા પણ બહુ જ જલ્દી એમની કિસ્ટમ એવી પલટાઈ કે લોકો એમને ભૂલી પણ ગયા. પણ આ કલાકારોએ હાર ન માની અને અન્ય કોઈ ફિલ્ડમાં કિસ્મત અજમાવી. કોઈએ બિઝનેસ કર્યો તો કોઈ નોકરી કરવા લાગ્યું. જો કે ફિલ્મી દુનિયા સાથે એમનો સંબંધ હંમેશા માટે તૂટી ગયો. આજે આપણે વાત કરીશું પાપા કહેતે હેમાં દેખાયેલી એક્ટ્રેસ મયુરી કાંગોની.

image source

લેખન, સંપાદન અને સર્જનનો સિલસિલો રાખનાર મનોહર શ્યામ જોશીની ફિલ્મ પાપા કહેતે હે એ સમયે બની જે સમયમાં આમિર ખાન ફિલ્મ રાજા હિન્દુસ્તાનીથી દેશના યુવાનોને પોતાના દીવાના બનાવી રહ્યા હતા. ફિલ્મ પાપા કહેતે હેનું મ્યુઝિક ફિલ્મ રિલીઝ થતા પહેલા જ સુપરહિટ થઈ ગયું હતું પણ ફિલ્મ ફ્લોપ રહી હતી. જો કે ફિલ્મનું ગીત ઘર સે નિકલતે હી કુછ દૂર ચલતે હી…. સુપરહિટ હતું. આ ફિલ્મથી મયુરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી અને એ રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

image source

મયુરીએ વર્ષ 2009માં ફિલ્મ કુરબા કરી હતી. આ એમની છેલ્લી ફિલ્મ હતી એ પછી એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી. હવે મયુરીને બૉલીવુડ કરિયરની વાત કરીએ તો મહેશ ભટ્ટે એમને લોન્ચ કર્યા હતા. એ સમયે મહેશ ભટ્ટ પાપા કહેતે હે નામથી ફિલ્મ બનાવી રહ્યા હતા. એમને એક નવા અને માસૂમ ચહેરાની શોધ હતી અને એમની આ શોધ મયુરી કાંગો પાસે આવીને પુરી થઈ.

images source

મયુરીને મહેશ ભટ્ટે એમની પહેલી ફિલ્મમાં જોઈ જે ફ્લોપ રહી પણ આ ફિલ્મમાં મહેશ ભટ્ટને મયુરીની એક્ટિંગ એટલી ગમી કે એ કહી ઉઠ્યા કે બસ આ ભૂરી આંખોવાળી છોકરી જ મારી હવે પછીની ફિલ્મની લીડ હિરોઇન હશે. પણ કિસ્મતને કઈક બીજું જ મંજુર હતું અને એમનું ફિલ્મી કરિયર લાબું ન ચાલી શક્યું. 90ના દાયકામાં સુંદર અભિનેત્રીઓમાંથી એક મયુરીએ પોતાના કરિયરમાં પાપા કહેતે હે અને અજય દેવગન, અરશદ વારસી સાથે હોગી પ્યાર કી જીત જેવી ફિલ્મો કરી.

image source

બોલીવુડમાં અસફળ થયા પછી મયુરીએ નાના પડદા તરફ પગલાં માંડ્યા. નરગીસ, થોડા ગમ થોડી ખુશી, ડોલર બાબુ આજે કિટ્ટી પાર્ટી જેવા ડેઇલી શોપમાં કામ કર્યા પછી પણ એમનું એક્ટિંગ કરિયર જોર ન પકડી શક્યું. જો કે મયુરી અભ્યાસમાં ઘણી સારી હતી તો એમને આગળની અભ્યાસ કર્યો. એક ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું હતું કે છોકરીઓએ પોતાનો અભ્યાસ પૂરો કરીને જ બોલીવુડમાં કિસ્મત અજમાવવી જોઈએ. કારણ કે બોલીવુડમાં કિસ્મત ચમકી જ જાય એ જરૂરી નથી.

image source

હવે ફિલ્મી દુનિયાથી દૂર મયુરીએ ગૂગલ ઇન્ડિયા જોઈન કરી લીધું છે. એમને અહીંયા ઇન્ડસ્ટ્રી હેડનું પદ આપવામાં આવ્યું છે. એ પહેલા એ પબ્લિસિસ ગ્રુપના એકમ ‘Performix.Resultrix’ ની એક્સ મેનેજીંગ ડાયરેકટર હતી. મયુરી બોલીવુડની દુનિયાથી દૂર હવે ઇન્ટરનેશનલ કંપનીમાં મોટી પોસ્ટ પર કામ કરી રહી છે

image source

મયુરીએ એક એનઆરઆઈ આદિત્ય ધીલ્લોન સાથે લગ્ન કર્યા છે અને એમને એક દીકરો પણ છે. ફિલ્મોની દુનિયાથી દૂર મયુરી હવે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. એમનો લુક પણ પહેલા કરતા ઘણો જ બદલાઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!