કાર્તિકિ પૂર્ણીમા અને ચંદ્રગ્રહણ એક જ દિવસે, બની રહ્યો છે આ શુભ યોગ, કરો આ દાન અને દૂર કરો અનેક કષ્ટ

કાર્તિકિ પૂર્ણીમા અને ચંદ્રગ્રહણ એક સાથે – બની રહ્યો છે આ શુભ યોગ

કાર્તક મહિનાની અમાસનું જેટલું મહત્ત્વ માનવામાં આવે છે તેટલું જ મહત્ત્વ કાર્તક મહિનાની પૂનમનું માનવામાં આવે છે. આ વખતે કાર્તક મહિનાની પૂનમ 30મી નવેમ્બર 2020ના રોજ આવી રહી છે. આ દિવસે દાન તેમજ ગંગા સ્નાનનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. દરેક વર્ષમાં 12 પૂનમ આવતી હોય છે પણ જ્યારે અધિક માસ એટલે કે વધારાનો મહિનો આવે છે ત્યારે તેની સંખ્યા 13 થઈ જાય છે. કાર્તિકી પૂર્ણિમાને ત્રિપુરારી પુર્ણિમાં પણ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે જ્યારે ચંદ્રમાં આકાશમાં ઉદય પામે છે તે સમયે ચંદ્રમાની છ કૃતિકાઓનું પૂજન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.

image source

આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી આખા વર્ષનું સ્નાન કરવાનું ફળ મળે છે. આવનારી 30મી નવેમ્બરે રોહિણી નક્ષત્રની સાથે સર્વસિદ્ધિ યોગ અને વર્ધમાન યોગનો સંયોગ થવાનો છે જેના કારણે કાર્તિકી પૂર્ણિમા પર શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે સિખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકજીનો 551મો જન્મ દિવસ પણ મનાવવામાં આવે છે. પૂર્ણિમા તિથીની શરૂઆત 29 નવેમ્બરની સવારે 12.47થી પ્રારંભ થઈને 30મી નવેમ્બર બપોરે 2.59 સુધી રહે છે. આ દિવસે કાર્તિક સ્નાનની સમાપ્તિ પણ થાય છે. કાર્તિકી પૂર્ણીમા પર આ વર્ષનું ચોથું અને છેલ્લું છાયા ચંદ્ર ગ્રહણ થવાનું છે.

image source

તો બીજી બાજુ 14 ડિસેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ લાગશે આ ચંદ્ર ગ્રહણ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગારના ક્ષેત્રોમાં જોવા મળશે, આ ચંદ્ર ગ્રહણની અસર ભારતમાં નહીં થાય, માટે ભારતમાં આ ગ્રહણનુ સૂતક કાળ માન્ય નહીં થાય. એમ પણ આ ઉપ છાયા ચંદ્ર ગ્રહણ છે. માટે તેની કોઈ જ રાશિ પર કોઈ જ અશુભ અસર નહીં પડે. કાર્તિક પૂર્ણિમા શા માટે ખાસ છે.

image source

કાર્તિક પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ ચતુર્માસ બાદ જાગૃત અવસ્થામાં હોય છે. ભગવાન વિષ્ણુએ આ તિથિએ મત્સ્ય અવતાર લીધો અને મત્સ્ય અવતાર લઈને સૃષ્ટિની ફરી રચના કરી હતી. તેમણે રાક્ષસ ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. ત્રિપુરાસુર વધને લઈને દેવતાઓએ આ દિવસે દેવ દિવાળી મનાવી હતી. સિખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકજીનો જન્મ દિવસની સાથે સાથે તુલસીનું પણ અવતરણ કાર્તિકી પૂર્ણિમાએ થયું હતું.

image source

કાર્તિકી પૂર્ણિમાએ દીપ દાન કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસશે

કાર્તિકી પૂર્ણિના દિવસે તુલસીની નજીક અને તળાવ, સરોવર કે ગંગા તટ પર દીપ પ્રગટાવવાથી અથવા તો દીપ દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે. તો બીજી બાજુ વિષ્ણુજીને તુલસી પત્રની માળા અને ગુલાબનું ફુલ ચઢાવવાથી દરેક મનોકામના પૂરી થાય છે.

image source

કાર્તિકી પૂર્ણિમા પર તલ સ્નાનથી મળે છે શનિ દોષોથી રાહત

કાર્તિકિ પૂર્ણિમા પર તલને જળમાં નાખીને તેનાથી સ્નાન કરવાથી શનિ દોષ સમાપ્ત થાય છે, ખાસ કરીને સનિની સાડાસાતી. આ સિવાય જો કુંડળીમાં પિતૃ દોષ, નદી દોષની સ્થિતિ હોય તો તેમાં પણ તરત જ લાભ થાય છે.

image source

કાર્તિકી પૂર્ણિમા પર શેનું દાન કરવું જોઈએ

આ દિવસે અક્ષત એટલે કે ચોખા, જૌ, કાળા તલ, મોસમી ફળ, દૂધી અને સિક્કાનું દાન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ