ચોંકાવનારો કેસ, કોરોના બાદ 10 વર્ષના બાળકના આંતરડાં ડેમેજ થયાં, ત્યારબાદ જે થયું એ ભારતના ઈતિહાસમાં પહેલી વાર

ગુજરાતમાં જ્યારે કોરોના આવ્યો એનાં 6 મહિના પછી એક રિપોર્ટ આવ્યો હતો કે કોરોનાના કારણે શરીરના બીજા અંગો જતા રહે છે. ત્યારે રાજકોટમાં એવા ઉદાહરણો પણ સામે આવ્યા હતા. ત્યારે હવે એક કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે ઈમોશનલ થઈ જશો. એવું તારણ આવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ આંતરડાને પણ નુકસાન પહોંચાડી શકે છે. પુણેના 10 વર્ષીય ઓમ ધુલેનો આવો જ કિસ્સો સામે આવ્યો છે.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો કોરોનાનો ચેપ લાગ્યા બાદ ઓમનું નાનું આંતરડું સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયું હતું. આખરે પિતાના આંતરડાનો 200 સેમી ભાગ ઓમમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. કોઈ બાળકમાં જીવિત મનુષ્યનાં આંતરડાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો આ દુનિયાનો પ્રથમ કેસ છે. બાળકને સંપૂર્ણ રીતે સાજો કરવા માટે 4 મહિનામાં અત્યાર સુધી 4 વખત સર્જરી કરવામાં આવી છે. હવે તે સ્વસ્થ છે. જો આખી ઘટના વિશે શરૂઆતથી વાત કરીએ તો ઓગસ્ટની શરૂઆતમાં ઓમના પેટમાં દુખાવો થયો. તે સમયે કોઈને ખબર નહોતી કે કોરોનાથી સંક્રમિત થયા બાદ બ્લડ ક્લોટિંગ (લોહી ગંઠાઈ જવું)ના કારણે દુખાવો થઈ રહ્યો છે.

ત્યારે હાલત એવી થઈ ગઈ હતી કે બાળકનાં આંતરડાંમાં ગેંગરીન પણ થઈ ચૂક્યું હતું. લોહી ગંઠાઈ જવાને કારણે શરીરના ઘણાં અંગો સુધી લોહી નહોતું પહોંચી રહ્યું અને આંતરડાં ડેમેજ થઈ ચૂક્યાં હતાં. ​​​​​​​ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ તેને પનવેલની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તપાસમાં ખબર પડી કે તેના નાના આંતરડાને નુકસાન થયું છે અને કોરોનાથી સંક્રમિત પણ છે.

image source

પછી ડોક્ટરોએ સર્જરી કરીને આંતરડાને બહાર કાઢ્યું. આ ઓપરેશન બાદ તેને 28 ઓગસ્ટના રોજ પુણેની જ્યુપિટર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. અહીં બે વખત તેની સર્જરી થઈ.​​ જ્યુપિટર હોસ્પિટલના સંક્રામક રોગ નિષ્ણાત ડૉ. રાજીવ સોમણના જણાવ્યા અનુસાર, બાળક કોવિડની ગંભીર સ્થિતિ સામે લડી રહ્યો હતો. આવો એક કેસ ઈટાલીમાં સામે આવ્યો હતો, જેમાં દર્દીની સ્થિતિ નાજુક હતી. આ વિશે વાત કરતાં સર્જરી કરનાર ડૉ. ગૌરવ ચોબલના જણાવ્યા પ્રમાણે, આંતરડામાં સંક્રમણ રોકવા માટે સર્જરી કરવી પડી. ગળામાં પોર્ટ લગાવવામાં આવ્યું તેની મદદથી ખાવાનું આપવામાં આવ્યું.

image source

એક વ્યથા વિશે વાત કરતાં ડોક્ટરે આગળ કહ્યું કે, ત્રણ મહિના સુધી ડોનર ન મળવાને કારણે સમસ્યા વધી રહી હતી. હવે લિવર સુધી તેની અસર થવા લાગી હતી. 4 નવેમ્બરના રોજ જ્યુપિટર હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ થઈ. 5 નવેમ્બરના રોજ બાળકમાં આંતરડાનો ભાગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. 10 કલાક ચાલેલી સર્જરીમાં પિતાના આંતરડાનો એક ભાગ બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. નસીબના જોગે બાળકની સ્થિતિ હવે સારી છે અને 3 મહિનામાં પહેલી વખત તેણે દાળ-ભાત ખાધા છે અને હવે બધું સારુ છે.

image source

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં એક જ દિવસમાં 323 કેસ સાથે 12 લોકોના મોત થતાની સાથે છેલ્લા બે દિવસની વાત કરીએ તો અમદાવાદમાં 25 લોકોના મોત નિપજ્યા છે.

image source

આજે સતત પાંચમા દિવસે રાજ્યમા 1400થી વધુ કોરોના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1510 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,00,409એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3892એ પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ