કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધી એ લે ગુજરાતી, સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે આ ગુજરાતીઓ કમરે દોરડુ બાંધી ધુમ્યા ગરબે

આ વર્ષે કોરોનાકાળમાં સરકારે ગરબા સહિતના કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવ્યો છે. એવામાં ખેલૈયાઓ ગરબે રમ્યા વગર રહી શકતાં નથી એટલે તેમણે ગરબા રમવાનો જુગાડ કર્યો છે. સોશિયલ મીડિયામાં ફરતો થયેલાં આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ખેલૈયાઓ એકબીજાની કમર પર સમાન અંતરે દોરડું બાંધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી ગરબે ઘૂમી રહ્યાં છે, પણ ગરબા રમવાની હોંશમાં માસ્ક પહેરવાનું ભૂલી ગયાં છે.

image source

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો ક્યા શહેરનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ કોરોનાકાળમાં ગુજરાતીઓ ગરબે રમાવાનું ચુક્યા નથી.

વર્ચ્યુઅલ ગરબાની રમઝટ

image source

કોરોના મહામારીના કારણે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે ગરબા માટે જાણીતા ગુજરાતીઓએ ગરબાની રમઝટ ઓનલાઇન માણી છે. પાર્ટીપ્લોટમાં કે જાહેરમાં શેરી ગરબા ન થઈ શકે તો ઘરમાં જ ચણિયાચોળી પહેરી ગરબા રમી નવરાત્રિ માણી રહ્યા છે. અમદાવાદમાં ધ બિગ પિક્ચર નામે યુવકોએ પોતાના ખર્ચે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં ડીજે પૃથ્વીના તાલે ઓનલાઇન ઝૂમ એપ્લિકેશન પર ગરબા રમ્યા હતા.

દુબઇ અને ઓસ્ટ્રેલિયાથી પણ લોકો જોડાયા

image source

ડીજે પૃથ્વી શાહે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે જાહેરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. જેથી ઓનલાઇન ઝૂમ એપ્લિકેશન પર મોટા પડદે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 130 લોકો ઓનલાઇન જોડાયા હતા. 250 જેટલા લોકો તેમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા રમ્યા હતા. ડીજેની ફુલપ્રુફ સાઉન્ડ સિસ્ટમના તાલે ગરબા લોકો રમ્યા હતા. ગરબામાં માત્ર અમદાવાદ, રાજકોટ અન્ય શહેરોના જ નહીં પરંતુ દુબઇ અને ઓસ્ટ્રેલિયાથી પણ લોકો જોડાયા હતા. દુબઈના એક અને ઓસ્ટ્રેલિયાના બે ફેમિલી જોડાયા હતા.

ઓનલાઇન ઝૂમ પર ડીજેના તાલે ગરબા

image source

વર્ચ્યુઅલ ગરબામાં ભાગ લેનાર ખેલૈયા રિયા શાહે જણાવ્યું હતું કે, મને ગરબાનો બહુ જ શોખ છે. ગરબાની શરૂઆતથી લઈ જ્યાં સુધી ગરબા પૂરા ન થાય ત્યાં સુધી હું ગરબા રમું છું. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ વર્ચ્યુઅલ ગરબા કર્યા છે. ઓનલાઇન ઝૂમ પર ડીજેના તાલે મારી બહેન અને માતા સાથે જોડાઈ અને ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરમાં જ ગરબા રમ્યા હતા. પાર્ટીપ્લોટમાં ગરબા રમવાની મજા કંઈક અલગ જ હોય છે પરંતુ વર્ચ્યુઅલ ગરબામાં પણ ખૂબ જ મજા આવી હતી. અન્ય ખેલૈયા જીયા પંડ્યાએ જણાવ્યું હતું કે દર વર્ષે ગરબા રમતા હોઈએ છીએ તેના કરતાં અલગ અનુભવ હતો. ડીજેના તાલ પર ગરબા રમ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનને લઈ ગરબા કરવાની પરમિશન નથી પરંતુ ગરબા રમવા હતા માટે ઓનલાઇન ગરબામાં ભાગ લીધો હતો અને ઘરમાં ગરબા રમ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ