સેનિટાઈઝરથી સાવધાન, ઉપયોગ કરતી વખતે ખાસ રાખો ધ્યાન, નહિં તો 40 વર્ષના યુવકની જેમ આંખો ખોઈ બેસશો

કોરોના આવ્યો ત્યારથી જ સેનિટાઈઝર અને માસ્ક આપણા મોટા હથિયાર બની ગયા છે. સરાકર પણ કહી રહી છે કે જ્યાં સુધી વેક્સિન નથી મળતી ત્યાં સુધી આ બે વસ્તુથી જ આપણે કામ ચલાવવું પડશે અને એમાં કોઈ ઢિલાઈ નહીં ચાલે. ત્યારે હાલમાં સેનિટાઈઝરને લઈને એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેનાથી દરેકે ચેતવા જેવું છે. બન્યું એવું કે 40 વર્ષના ચેતન પટેલને એકાએક બંને આખે દેખાતું બંધ થઈ ગયું. MRI તેમજ આંખના પડદાના રિપોર્ટ નોર્મલ હોવા છતાં રોશની ચાલી ગઈ.

image source

કરાણ સામે આવ્યું કે સેનિટાઈઝર મોં અને નાકમાં જવાને કારણે તેમના મગજ અને આંખને જોડતાં ચેતાતંતુ સંપૂર્ણપણે ડેડ થઈ જતા દૃષ્ટિ જતી રહી છે. આ બાબતે વાત કરતાં રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણાએ જણાવ્યું હતું કે, મહુડી પાસે આવેલા પુન્દ્રા ગામના ચેતન પટેલ એક સેનિટાઈઝર કંપનીમાં કામ કરે છે. કંડલા ખાતેથી કંપનીમાં સેનિટાઈઝરનું ટેન્કર આવ્યું હતું. તે બેરલમાં ઠાલવી સલામત સ્થળે ખસેડી રહ્યા હતા ત્યારે એક બેરલ લીક થતાં સેનિટાઈઝર ઉંડી તેમના નાક અને મોંમાં ગયું હતું.

image source

ત્યારબાદ સમસ્યા વધી જતાં 8થી10 હોસ્પિટલ ફર્યા પછી ચેતન પટેલ અમારી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું, સેનિટાઈઝર ઉડ્યા પછી તેમણે મોં સાફ કરી નાખ્યું હતું. તેમણે વિસનગર, મહેસાણા, વિજાપુર અને અમદાવાદની બે હોસ્પિટલમાં 10 દિવસ સારવાર કરાવી. અમારી હોસ્પિટલમાં આવ્યા પછી અમે બંને આંખના પડદાનો રિપોર્ટ અને ઓસીટી કરાવ્યા તો તે પણ નોર્મલ આવ્યા. હાલ તેમની આંખની નસ સફેદ થવા લાગી છે. તેના પરથી કહી શકાય કે મગજ-આંખને જોડતાં ચેતાતંતુ ડેડ થઈ ગયા છે માટે દૃષ્ટિ જતી રહી છે. એટલે કે હવે તેને દેખાવાનું બંદ થઈ ગયું છે અને ક્યારે સાજુ થાય, અને થાય કે ના થાય એ પણ મોટો પ્રશ્નાર્થ છે.

image source

આંખો ગુમાવનાર ચેતન પટેલે પણ આ અંગે વાતચીત કરી હતી અને કહ્યું કે, સેનિટાઈઝરનું બેરલ લીક થતાં તે ઉડ્યું હતું અને આંખ-મોંમાં ગયું હતું. બેથી ત્રણ દિવસ બાદ આંખોનું વિઝન બિલકુલ જતુ રહ્યું હતું. તમામ પ્રકારના રિપોર્ટ નોર્મલ આવ્યા હતાલ છતાં આજે કંઈ દેખાતું નથી.

image source

સેનિટાઈઝરનો ઉપયોગ કઈ રીતે કરતો એ વિશે સલાહ આપતાં ડો.પાર્થ રાણાએ કહ્યું કે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ મોં પર અને ખોરાકમાં જાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. જે સેનિટાઈઝરમાં 70 ટકા ઈથેનોલ હોય તે જોખમી બની શકે છે. ઈથેનોલના વધુ પ્રમાણને કારણે આંખની નસને નુકસાન થાય છે. ઘણી રેસ્ટોરાં કે ફુડ આઉટલેટ પર લોકો હાથ સેનિટાઈઝ કરીને જમતા હોય છે. જે ખૂબ નુકસાનકારક છે. માટે એવું ન કરવું જોઈએ. નહીંતર ભારે પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ