કાળા તલનું કચરીયું – હવે ઘરે જ બનાવો બહુ જ ઓછા સમયમાં કાળા તલનું કચરીયું…

શિયાળામાં ગરમાઓ આપે તેવું આજે આપણે કાળા તલનું કચરીયુ બનાવીશું. કચરિયું બંને તલ નું બને છે. પણ કાળા તલ નું વધારે વીટામીન અને એનર્જી આપે છે.અને ખૂબ જ પોષક તત્વોથી ભરેલું હોય છે. ટોપ શિયાળા માં ફાયદો કરે તેવું કચરિયું બનાવી લઈએ. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • ૧ કપ- કાળા તલ
  • ૧/૪ કપ- ખજૂર
  • ૧/૪ કપ- ગોળ
  • અડધી નાની ચમચી-ગંઠોડા પાવડર
  • અડધી નાની ચમચી- સૂંઠ પાવડર
  • ૧/૪ કપ -સૂકા કોપરાની છીણ
  • પાંચ નંગ- કાજુ
  • ૨ ચમચી-સન ફ્લાવર તેલ

રીત-

1- સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તલને અધકચરા પીસી લઈશું. ખાસ વાત નું ધ્યાન રાખજો કે તલને આપણે સાફ કરીને જઈશું. હવે તેમાં કાજુ બદામ પણ નાખી રહીશું અને તેને કકરુ પીસી લઈશુ.

2- તમે વીડિયોમાં જોઈ શકો છો કે અડધા અડધા તલ રહે તેવા પીસવા ના છે. હવે તેમાં આપણે ખજૂર નાંખીશું અને ગોળ પણ નાખી દઈશું.

3-તમે ખજૂર અને ગોળ નું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ લઇ શકો છો. હવે તેને પણ પીસી લઈશું.ખજૂર,ગોળ,તલ બધું સરસ રીતે પીસાય ગયું છે.

4-હવે તેમાં પણ ગંઠોડા પાવડર નાખી શું.અને સૂંઠ પાવડર નાખી શું.

5-હવે તેમાં કોપરું નાખીશું. આપણે થોડું ગાર્નીશિંગ માટે રહેવા દઇશું. બાકીનું બધું એડ કરી દઈશું.

6-હવે બે મોટી ચમચી તેલ નાખીશું. હવે તેને ફરીથી મિક્સરમાં પીસી લઈશું.

7- હવે સરસ પીસાય ગયું છે તો તેને એક થાળીમાં કાઢી લઈશું. ત્યારબાદ હાથ થી સરસ મસળી લેવાનું છે.

8-તો મિત્રો છે ને એકદમ સરળ ઘરે કચરિયું બનાવુ.એ પણ કોઈ કુકીંગ વગર ફકત 5 જ મિનિટ બની જાય તેવું.

9- હવે આપણું કચરિયું સરસ હાથ થી ભેગુ કરી લીધું છે.એકદમ સરસ લોટ જેવું બંધાય ગયું છે.

10- હવે એક વાડકી લઈ લઈશું.તેને થોડું તેલ થી ગ્રીસ કરી લઈશું.તમે ચાહો તો તેના નાના નાના બોલ્સ બનાવી કોપરાની છીણ માં રગદોડી ને બનાવી શકો છો.

11-હવે વાડકી માં કોપરું ગાર્નિશીંગ માટે નાખીશું.તેને હાથ થી દાબી ને વાડકી માં સેટ કરી લઈશું.હવે એક પ્લેટ લઈશું અને વાડકી ને ઊંધી કરી ને તેમાં કાઢી લઈશું.

12-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે શિયાળામાં ખાવા માટે આપણું કાળા તલનું કચરિયું સરસ તૈયાર થઇ ગયું છે. તો તમે આ રીત થી ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.