એપલનો હલવો – ફક્ત એક ચમચી ઘીનો ઉપયોગ કરીને તમે પણ બનાવો આ હલવો બધાને પસંદ આવશે…

આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે નાના બાળકોનો મનપસંદ એવો “એપલનો હલવો” જે બોઉં જ ફટાફટ બની જઈ છે.અને માત્ર એક ટેબલ સ્પૂન ઘીમાં બની જઈ છે. જો તમને ગળ્યું ભાવતું હોય અને હેલ્થી ગળ્યું બનાવવું હોય તો આ એપલનો હલવો એકદમ સ્વાદિષ્ટ અને હેલ્થી બને છે. જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને તરત જ ખાવાનું મન પણ થઈ જઈ એવો ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો હલવો એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ સફરજન
  • ૧ ટેબલ સ્પૂન ઘી
  • ૧/૨ કપ ખાંડ
  • ૧/૪ કપ બદામ પાવડર
  • ૧/૪ કપ અખરોટ પાવડર
  • ૧ ટી સ્પૂન એલચી
  • મિક્સ ડ્રાય ફ્રૂટ ઉપર થી ભભરાવવા માટે

રીત :

૧. સફરજન ને છોલી ને છીણી લેવા.

૨. હવે એક પેન માં ઘી ગરમ કરી ને એમાં સફરજન નું છીણ ઉમેરવું.

૩. ૫ થી ૭ મિનિટ જેવું છીણ સંતળાય એટલે એમાં ખાંડ ઉમેરો.

૪. ખાંડ નું પાણી બળે ત્યાં સુધી આ મિશ્રણ ને સાંતળો.

૫. હવે એમાં એલચી નો ભૂકો અને ડ્રાય ફ્રૂટ નો ભૂકો ઉમેરી ને મિશ્રણ કોરું પડે ત્યાં સુધી સાંતળો.

૬. હલવો પેન છોડવા માંડે એટલે ગેસ બંધ કરી દેવો.

૭. હલવા ને ગરમાગરમ અથવા ઠંડો કરી ને ઉપર થી ડ્રાય ફ્રૂટ ભભરાવી ને પીરસો.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.