ધાણા ફુદીનાની ગ્રીન ચટણી કાળી પડી જાય છે? તો અપનાવો સુરભીબેનની આ રીત…

શિયાળુ સ્પેશિયલ ગ્રીન ચટણી ઘરે બનાવતી વખતે કાળી ના પડી જાય તેની આજે આપણે સીક્રેટ ટિપ્સ જોઈશું. આપણે ગ્રીન ચટણી ફ્રીઝ માં સ્ટોર કરીએ તો એક- બે દિવસ માં કાળી પડી જતી હોય છે.

1-સૌથી પહેલાં આપણે એ જોઇશું કે ચટણી કાળી કઈ રીતે પડે છે. સૌથી પહેલા તેનું માપ જોઈશું. અઢીસો ગ્રામ કોથમીર લઈએ તો ત્રણ થી ચાર લીલા મરચાં લેવાના છે. અને ત્રણ ચમચી લીંબુનો રસ લેવાનો છે. ખાસ કરીને લીંબુ અને મીઠું તેનું પ્રમાણ સરખું હોય તો ચટણી કાળી નથી પડતી. અને જો તેનું પ્રમાણ ઓછું હોય તો ચટણી કાળી પડી જાય છે. એક આ કારણ છે.

2- જ્યારે આપણે મિક્સરમાં પિસ્તા હોય ત્યારે તેની ગરમીના કારણે જે કોથમીર છે તેવી ભાજી છે કે બહુ ડેલિકેટ છે એટલે તરત જ કાળી પડી જાય છે. આવું ના થાય એટલે તેના માટે શું કરવાનું છે તો સૌથી પહેલા તમે દાળિયા કે સીંગદાણા ઉમેરતા હોય તો ઉમેરી શકો છો. તો તમે 1 ચમચી લઈ શકો છો. આપણે તેમાં અડધી ચમચી જીરૂ એડ કરીશું. અને તેની સાથે ચપટી હિંગ લઈશું. ચપટી હળદર લઈશું એટલે તેના કારણે ગ્રીન કલર બહુ સરસ આવે છે. હવે એક ચમચી મીઠું ઉમેરવાનું છે. હવે આપણે ચાર ચમચી લીંબુ નો રસ લઈશું.તે ખૂબ જ અગત્યનો છે. અઢીસો ગ્રામ કોથમીર હોય તો તેની સામે ચાર ચમચી લીંબુનો રસ લઈશું. અને આ બધું ઉમેર્યા પછી કોથમીર ઉમેરવાની છે.

કોથમીર ના દાંડિયા છે તે કાઢી નથી લેવાના એ પણ તેની સાથે એડ કરવાના છે.તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. અને તેના કારણે કલર પણ બહુ સરસ આવે છે. અને તેને મોટી મોટી સમારી ને એડ કરીશું. અને એ ૩ થી ૪ લીલા મરચા પણ ઉમેરવાના છે. તેને ક્રશ કરો ત્યારે પહેલા ઢાંકણ ઢાંકીને ક્રશ કરી લેવાનું. એટલે અડધી પીસાઈ જશે તમારી ચટણી કોથમીરને પીસાતા જરા પણ વાર નથી લાગતી. તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે કોથમીરની ચટણી બનાવતા હોય ત્યારે કોથમીરને ધોઈને તેનું પાણી નિતારી લેવાનું છે તેમાં પાણી રહેવું ન જોઈએ. તમે લાંબો ટાઈમ સ્ટોર કરશો તો ચટણી એવી ને એવી જ રહેશે. જો તમે આ ટિપ્સને ફોલો કરશો તો ચટણી એવી ને એવી જ રહેશે.

3-જ્યારે હવે ચટણી પિસ્તા હોય ત્યારે તેમાં એક થી બે આઈસ ક્યૂબ ઉમેરવાના છે. એનું કારણ છે કે જ્યારે ચટણી પીસાતી હોય ત્યારે મિક્સર ફરતું હોય છે ક્યારે મિક્સર ગરમ થઈ જતું હોય છે. તેની ગરમીના કારણે જે કોથમીર છે તે કાળી પડી જાય છે. એટલે તેમાં આઈસ કયૂબ ઉમેરવાના છે. અને ચટણી પીસાય જાય પછી તમે જોશો તો તેનો કલર સરસ ગ્રીન આવ્યો હશે. આ ચટણીને લાંબો સમય સ્ટોર કરવા માટે તેમાં એક ચમચી તેલ ઉમેરવાનું છે. તમે કોઈ પણ તેલ લઈ શકો છો. અને તેના અડધી ચમચી સંચર પાવડર ઉમેરવાનો છે. સંચર થી ચટણી નો ટેસ્ટ બહુ સરસ લાગશે. અને કલર પણ સરસ જ રહે. તેલ ઉમેર્યા પછી ચટણીને ફરીથી ક્રશ કરી લેવાની છે. પછી તમે આ ચટણીને જોશો તો તેનો કલર એકદમ સરસ આવ્યો હશે. અને ટેસ્ટમાં પણ બહુ સરસ બનશે. આ ચટણીને તમે લાંબો સમય સુધી ફ્રીઝમાં રાખી શકો છો.

4- હવે જ્યારે તમે ફ્રિઝરમાં સ્ટોર કરો ત્યારે તેને કોઈ એર ટાઈટ ડબ્બા માં ભરીને મૂકી દેવાની છે.અને જેટલી જરૂર હોય એટલી જ બાર કાળી લેવાની. જે તમે પાછા ચમચી ચટણી કાઢો તેને ફ્રીઝ માં રાખવાની અને બાકીની ચટણી ફ્રીઝરમાં મૂકી દેવાની. આ રીતથી તમે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.

5- હવે આપણે કોથમીર અને ફુદીનાની ચટણી જોઈશું. તેનું પ્રમાણ કેવું લેવાનું. ઘણાં એવું થાય કે ફુદીના નો ટેસ્ટ નથી આવતો. અને ઘણાને એમ થાય કે ફુદીના નો ટેસ્ટ બહુ વધારે આવે તે પણ નથી ગમતો. તો લગભગ સો ગ્રામ કોથમીર લેવાની અને તેની સાથે દોઢ સો ગ્રામ સુધી ન લેવાનો છે. એટલે અઢીસો ગ્રામ નું માપ થઈ ગયું.અને તેના પ્રમાણમાં 3થી 4 લીલા મરચાં લેવાના છે. અને ચાર ચમચી લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું, ૧ ચમચી જીરું અને ચપટી હિંગ લઈશું. અને ચપટી હળદર આ બધું વસ્તુ લેવાની છે. એડ કરી અને ચટણી બનાવી લેવાની છે. અને કોથમીર ફુદીનાની ચટણી એકદમ ટેસ્ટી બનશે. આ ચટણીને પણ તમે સ્ટોર કરી શકો છો.કોથમીર અને ફુદીનાની ચટણી બનાવતા હોય ત્યારે દાળિયા કે સીંગદાણા નય ઉમેરો તો તેનો ટેસ્ટ બહુ સરસ આવશે.

6- હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટણી જોઈશું. જ્યારે કબાબ સાથે ખાતા હોય ત્યારે આ ચટણી બહુ ટેસ્ટી છે. ઘરે આવી ચટણી નથી બનતી તો તેના માટે શું કરવાનું છે તો સૌથી પહેલાં ફુદીનો લેવાનો છે. લગભગ દોઢ ગ્રામ ફુદીનો લેશો તો 50 ગ્રામ કોથમીર લેજો અને તેની સાથે ત્રણ થી ચાર લીલા મરચા, મીઠું, જીરુ, સંચર આપણે વધારે લેવાનું છે.અને અડધી ચમચી ચાટ મસાલો પણ લઈશું. આની સાથે લીંબુ નથી ઉમેરવાનું તેના બદલામાં ૨ ચમચી દહી ઉમેરવાનું છે. પછી તેને ક્રશ કરી લઈશું. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અમુક લોકો કોથમીર અને ફુદીનાની ચટણી બનાવતા હોય ત્યારે પહેલા દાળિયા અને જીરુ ક્રશ કરી લેતા હોય છે. પછી તેમાં કોથમીર અને ફૂદીના એડ કરતા હોય છે તો એવું નથી કરવાનું બધું સાથે જ ક્રશ કરી લેવાનું છે. જેના કારણે અને ચટણી બહુ ટેસ્ટી બનશે. તમે આ રીતે જ ચટણી બનાવજો.

7-જ્યારે ફુદીનાની ચટણી બનાવતા હોય ત્યારે તે કાઢી જલ્દી પડી જાય છે. આપણે થોડું દહીં ખટાસ વાળું લેવાનું છે. ખટાસ ના કારણો ચટણી બહુ સરસ બનશે. દહીં ઉમેરીને પછી તેને ક્રશ કરી લેવાની છે. ચટણી પીસાઈ જાય પછી ફરીથી ૨ ચમચી દહીં ઉમેરવાનું છે. અને ફરીથી મિક્સ કરી લેવાની છે. એટલે એ ચટણી થોડી ઢીલી બનશે. આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટણી તમે લાંબો ટાઈમ સુધી રાખી નહીં શકો. ફ્રીઝરમાં સ્ટોર નહીં કરી શકો. તમે એક જ દિવસ વાપરી શકો છો કારણકે દહી ઉમેરેલું છે એટલે તે બીજા કે ત્રીજા દિવસે કાળી પડી જશે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટણી બનાવો તો તે એક કે બે દિવસમાં જ વાપરી લેવાની છે. આ ચટણી એકદમ ગ્રીન રાખી શકો છો અને ટેસ્ટી પણ બનાવી શકો છો. તો ચોક્કસથી આ ટિપ્સને ફોલો કરજો અને બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.