જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે…

હિંદૂ ધર્મ અને શાસ્ત્રોમાં હાથીને પવિત્ર ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં હાથી રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. હાથીને ગણપતિનું પ્રતીક માની અને પૂજા પણ કરવામાં આવે છે.


આ ઉપરાંત વાસ્તુ શાસ્ત્રમાં પણ હાથીને ખાસ મહત્વ આપવામાં આવે છે. આજે વાસ્તુ શાસ્ત્રના આવા જ ઉપાય વિશે જાણકારી અહીં આપવા આવી છે.


વાસ્તુ શાસ્ત્રમાં ધન લાભ માટે ચાંદીના હાથીનો એક પ્રયોગ દર્શાવવામાં આવ્યો છે. આ ઉપાયો અમલમાં મુકવાથી વ્યક્તિને ધન લાભ પણ થાય છે. તેના માટે ચાંદીમાંથી એક નાનકડો હાથી બનાવડાવી લેવો.


જો કે સોનીની દુકાનમાંથી તમને તૈયાર હાથી પણ મળી જશે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તેને કોઈપણ દિવસના સારા મુહૂર્તમાં ખરીદીને ઘરે લાવી શકો છો.


– ચાંદીમાંથી બનેલા હાથીની પ્રતિકૃતિ ઘરમાં રાખવાથી સકારાત્મકતા વધે છે અને ખરાબ શક્તિઓ ઘરમાંથી દૂર થાય છે.


– ચાંદીમાંથી બનેલા હાથીને ઘરમાં કે ઓફિસમાં ટેબલ પર એવી રીતે રાખવો કે બહાર આવતાં જતાં તેના પર નજર પડે. આમ કરવાથી તમારા કોઈપણ કામ અટકતાં નથી. અટકેલા કામ પણ ફટાફટ પૂરા થવા લાગશે.


– ચાંદીમાંથી બનેલા હાથીને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ધનલાભના યોગ સર્જાય છે.


– ઘર અથવા ઓફિસના ટેબલ પર અથવા તિજોરીમાં પણ રાખવાથી ધનલાભ થાય છે.


– દુકાન કે ધંધામાં નુકસાન થતું હોય તો ગલ્લા કે તિજોરીમાં લાલ કપડામાં બાંધી ચાંદીનો હાથી રાખવો. ધંધામાં આવક થવા લાગશે.


-પતિ-પત્ની વચ્ચે જો અણબનાવ રહેતો હોય તો બેડરૂમમાં હાથીની જોડીને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. થોડા જ દિવસોમાં દાંપત્યજીવન ખુશહાલ થઈ જાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અલગ અલગ વિષયની વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ