આ 10 ફાયદા જાણીને તમે રોજ તુલસી ખાવાનું શરૂ કરી દેશો…

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ જ પવિત્ર માનવામાં આવ્યો છે. એટલું જ નહિ, તુલસી ભગવાન વિષ્ણુને પણ અતિપ્રિય છે. આ જ કારણે સદીઓછી હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે. તુલસીનો છોડ પવિત્ર હોવાને સાથે ઓષધીય ગુણોથી પણ ભરપૂર છે. તેથી આર્યુવેદમાં પ્રાચીન કાળથી જ તુલસીના પાનનો ઉપયોગ અનેક રોગોના ઉપચાર માટે કરવામાં આવી રહ્યો છે.


શ્વાસની બીમારી, મોઢાના રોગો, શરદી, ખાંસી, તાવ તેમજ ફેફસાની બીમારી સહિત અનેક રોગોના ઈલાજમાં તુલસીના પાન રામબાણ ઈલાજ સાબિત થયા છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેમજ સંક્રામક રોગોથી છુટકારો પણ મળે છે.


પરંતુ આજે અમે તમને તુલસીના એવા ફાયદા બતાવીશું, જે ભાગ્યેજ લોકો જાણતા હોય છે.– જે તમને તમારા મગજની શક્તિને વધારવી છે, તો ફરી તમે રોજ તુલસીના 5 પાનનું સેવન પાણી સાથે કરો. તેનાથી બુદ્ધિ તેજ થશે અને દિમાગની તાકાત વધશે,


– તુલસીના તેલના એક બે ટપકા નાકમાં નાખવાથી માથાનો દુખાવો ગાયબ થઈ જશે અને તેનાથી માથાને સંબંધિત રોગો પણ દૂર થશે.


– આર્યુવેદમાં જણાવ્યા અનુસાર, તુલસીનું તેલ રોજ ચહેરા પર લગાવવાથી ચહેરાની રંગત નિખરી આવશે.


– જો તમારા કાનમાં સોજો આવી ગયો છે, તો તુલસીના પાનનો ઉપચાર કરો. તુલસીના કેટલાક પાન અને એરંડાના કોપલોમાં ચપટી મીઠું ઉમેરીને તેને પીસી લો. આ લેપને નવશેકા પાણીમાં મિક્સ કરીને કાનની પાછળ લગાવીને સોજો દૂર થઈ જશે.


– જો તમને દાંતમાં દર્દ છે, તો કાળા મિર્ચી અને તુલસીના પાનની ગોળી બનાવીને દાંતોની નીચે રાખી લો. આવું કરવાથી થોડા સમયમાં તમારા દાંતનું દર્દ ગાયબ થઈ જશે.


– જો તમારા ગળામાં કોઈ તકલીફ થઈ રહી છે, તો તુલસીના પાનના રસને નવશેકા પાણીમાં મિક્સ કરીને કુલ્લા કરી લો. તેથી ગળાને બહુ જ રાહત મળી રહેશે.


– તુલસીના પાન દાંતની સાથે સમગ્ર મોઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે નિયમિત રીતે તુલસીના રસને પાણીમાં હળદર અને સિંધવ મીઠું મિક્સ કરીને કુલ્લા કરો છો, તો તમારા દાંત, મોઢું અને ગળાના તમામ વિકાર દૂર થઈ જશે.


– તુલસીના પાનનો રસ, સૂંઢ, ડુંગળીનો રસ અને મધ મિક્સ કરીને તેનું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ચાટવાથી સૂખી ખાંસી અને અસ્થમામાં ઘણી રાહત મળી રહેશે.


– નાના બાળકોને હંમેશા શરદીની સમસ્યા થઈ જાય છે. આવામાં તુલસીના પાનનો રસ અને આદુના રસની કેટલીક બુંદો મધ સાથે મિક્સ કરીને બાળકોને આપવી જોઈએ. તેનાથી બાળકોની શરદી-ખાંસી અને કફ દૂર થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ