તમામ હોટલમાં સફેદ બેડશીટ ઉપયોગ કરવા પાછળ એક ખાસ કારણ છે. તો આજે જાણીએ.

જ્યારે પણ આપણે ઘરની બહાર ફરવા નીકળીએ છીએ, તો હોટલમાં રોકાઈએ છીએ. કદાચ આ જ કારણોથી દુનિયાભરમાં હોટલની શરૂઆત થઈ હશે કે, ત્યાં ઘર જેવી સુવિધા અને ખાવાનુ ઉપલબ્ધ મળી રહે છે. કહેવાય છે કે, સૌથી પેહલા મુસાફરોને રોકાવવા માટે અને બાકીની સુવિધાઓ આપવાની શરૂઆત આજથી સેંકડો વર્ષો પહેલા ગ્રીક અને રોમન સભ્યતામાં થઈ હતી.


તેના બાદ આ પ્રકારની સુવિધાઓ બાકી દેશની સંસ્કૃતિએ અપનાવી અને આજે એવો સમય આવી ગયો કે, દુનિયાના દરેક દેશમાં મોટા શહેરથી લઈને નાના શહેરમાં પણ મુસાફરો માટે હોટલની વ્યવસ્થા છે. પંરતું શું તમે આ તમામ હોટલની એક વાત નોટિસ કરી ખરી.


એ વાત એ છે કે, દુનિયાની કોઈ પણ હોટલ લઈ લો, નાની હોય કે મોટી, દરેકમાં સફેદ બેડશીટનો જ ઉપયોગ કરાય છે. હકીકતમાં તમામ હોટલમાં સફેદ બેડશીટ ઉપયોગ કરવા પાછળ એક ખાસ કારણ છે. તો આજે જાણીએ.


મનોવૈજ્ઞાનિક કારણ


હોટલમાં સફેદ રંગની બેડશીટ અને રૂમાલ ઉપયોગ કરવા પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. હકીકતમાં, સફેદ રંગ જોવામાં બહુ જ સાફસુધરો લાગે છે અને સફેદ રંગ જોઈને મનને સુકુન અને શાંતિ મળે છે. જ્યારે હોટલમાં ગ્રાહક સાફસુધરી પથારીને જુએ છે, તો તેને બહુ જ સારુ અનુભવાય છે.


ધોવામાં સરળતા

સફેદ રંગની બેડશીટ અને ચાદરના ઉપયોગનું બીજું કારણ એ છે કે, તેને ધોવામાં સરળતા રહે છે. પરંતુ જો રંગીન કાપડનો ઉપયોગ કરાય છે, તો ધોયા બાદ તેનો કલર ફેડ થઈ જાય છે. પરંતુ સફેદ કપડાની સાથે આ તકલીફ નથી રહેતી. તેની ચમક હંમેશા એવી ને એવી જ રહે છે.

શાંતિનું પ્રતિક


સફેદ રંગને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે લોકો રજામાં બહાર ફરવા જાય છે, તો શાંતિ અને સુકુનની શોધે છે. સફેદ રંગ જોઈને તેમને બહુ જ રાહત અનુભવાય છે. કદાચ એટલે જ હોટલમાં સફેદ બેડશીટ અને રૂમાલનો ઉપયોગ કરાય છે.

ગુણવત્તા માટે


સફેદ રંગ બાકીના રંગોના મુકાબલે બહુ જ સાફસુધરો નજર આવે છે. તેથી તમે જ્યારે પણ કોઈ હોટલમાં જાઓ છો, તો ત્યાં ચમકદાર બેડશીટ જોઈને તમને હોટલની ગુણવત્તા વિશે ખબર પડી જાય છે.

ગંદા હોવા પર નજર આવી જાય છે


સફેદ રંગ હોવાને કારણે બેડશીટ અને રૂમાલ ગંદા થાય તો તરત ખબર પડી જાય છે, જેનાથી રૂમ સર્વિસને તેને ધોવા નાખવામાં સરળતા રહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી રસપ્રદ અને જાણવા જેવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ