જિયો યુઝર્સ માટે સારાં સમાચાર, હવે સિમ કાર્ડ વગર પણ ફોનમાં કરી શકાશે કોલ, જાણી લો આ પ્રોસેસ વિશે તમે પણ

e SIM અથવા એમ્બેડેડ સબસ્ક્રાઈબર આઇડેન્ટિટી મોડ્યુલને સીધા જ ફોનમાં એમ્બેડ કરી આપવામાં આવે છે. જો ફોનમાં આવી રીતે સિમ આપવામાં આવશે તો ફોનમાં સ્પેસ બચાવે છે. એટલું જ નહી, સિમ ટ્રે બનાવવાની પણ આવશ્યકતા રહેતી નથી. આ કોઈપણ મોબાઈલ ડિવાઈસના રીમોટ સિમ જોગવાઈને ઈનેબલ કરે છે. એટલે e SIM ઉપભોક્તા પોતાના ફોનમાં સિમ કાર્ડ નાખ્યા વિના જ ટેલિકોમ સર્વિસનો ઉપયોગ કરી શકશે.

image source

ત્યાં જ કેટલાક સમયથી e SIM ઘણા બધા ટ્રેંડ કરવા લાગ્યા છે. ત્યારે રિલાયન્સ જીઓ કંપની પોતાના ઉપભોક્તાઓ માટે કઈ નવું લઈને ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર થઈ ગઈ છે. જીઓ કંપની પોતાના ઉપભોક્તા માં e SIM સુવિધા લાવી છે. જો આપ જીઓ કંપનીના ઉપભોક્તા છો તો આપે આ સિમને આપની નજીકમાં આવેલ કોઈપણ જીઓ સ્ટોર પરથી લઈ શકો છો. એટલું જ નહી, આપ કોઈપણ ફોનમાં આ e SIMને એક્ટીવ કરી શકો છો.

Jio e SIMને આવી રીતે ખરીદી શકો છો.

image source

જો આપ રિલાયન્સ જીઓના e SIMનો લાભ લેવા ઈચ્છો છો તો તેના માટે આપે નવા e SIM કનેક્શન લેવા માટે આપની નજીકના રિલાયન્સ ડીજીટલ સ્ટોર અથવા જીઓ સ્ટોર પર જઈને લેવાનું રહેશે. આપે નવું કનેક્શન લેવા માટે આપનો ફોટો અને આઈડી પ્રૂફ આપવાની જરૂરિયાત પડશે.

નવું Jio e SIMને કેવી રીતે સક્રિય કરી શકાય?

image source

નવા Jio e SIM કનેક્શનને સક્રિય કરવા માટે આપે આપના સ્માર્ટફોનમાં એક ફીચર ડાઉનલોડ કરવાની આવશ્યકતા રહેશે. આ સાથે જ e SIMના ક્મ્પેટીબલ ડિવાઈસ ઓટોમેટીકલી e SIMને કન્ફિગર કરી લે છે.

image source

પરંતુ જો આપ ભૂલથી પણ ડાઉનલોડ કરવામાં આવેલ e SIMને દુર કરી દેશો તો આપને ફરીથી તે e SIM માટે આપની નજીકમાં આવેલ રિલાયન્સ ડીજીટલ અથવા જીઓ સ્ટોર પણ જવું ફરજીયાત થઈ જાય છે અને ત્યાર બાદ જ આપ ફરીથી e SIM કનેક્શનને સક્રિય કરી શકશો. આ સાથે જ e SIM ઉપભોક્તાએ પોતાનો ફોટો અને આઈડી
પ્રૂફની નકલ આપવાની જરૂર પડે છે.