વાહ! ગાડી પર લાગેલા FASTagથી હવે તમે આ વસ્તુ પણ ખરીદી શકશો, જાણી લો જલદી તમારા કામની વાત

તાજેતરમાં જ સરકાર તરફથી લોકોની સુવિધામાં વધારો થાય તે માટે હાઇવે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ (Fasteg) ના ઉપયોગને લઈને એક નવીન પગલું ભરવા જઈ રહી છે. જે અંતર્ગત હવે ગ્રાહકો ટોલ પ્લાઝા ખાતે જે ફાસ્ટેગ (Fastag) નો ઉપયોગ કરતા આવ્યા છે તેનો ઉપયોગ ફક્ત ટોલ પ્લાઝા પૂરતો જ સીમિત ન રહેતા તેના દ્વારા અન્ય ઇંધણ ખરીદી પણ કરી શકશે.

image source

માહિતી મુજબ સરકાર દ્વારા વિવિધ ટોલ પ્લાઝા પર ડિજિટલ કામકાજને પ્રોત્સાહન આપવા વાહનોમાં જે ફાસ્ટેગ (Fastag) નો ઉપયોગ થઇ રહ્યો છે તે ફાસ્ટેગ (Fastag) નો ઉપયોગ આગામી સમયમાં ગ્રાહકો ટોલ પ્લાઝા પર પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણ ખરીદવા માટે પણ કરી શકશે. એટલું જ નહિ ગ્રાહકો ફાસ્ટેગ (Fastag) દ્વારા પાર્કિંગ ચુકવણું પણ કરી શકશે અને CNG ગેસ પણ પુરાવી શકશે.

image source

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આગામી સમયમાં ફાસ્ટેગ (Fastag) ને મલ્ટીપર્પઝ સર્વિસમાં ઉપયોગ થાય તે અંગે કામ કરી રહી છે. અને હાલ સરકાર આ બાબતે આવતી ટેક્નિકલ અડચણો દૂર કરવા અંગેની કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકાર ” વન નેશન વેન ફાસ્ટેગ ” ને અનુસરી એક યોજના દ્વારા દેશના તમામ હાઇવે અને એક્સપ્રેસ વે પર ફાસ્ટેગ (Fastag) ને લાગુ કરશે.

image source

કેન્દ્ર્ર સરકારની રિપોર્ટ અનુસાર ગયા વર્ષે વૈશ્વિક મહામારી દરમિયાનના કોરોનાકાળમાં ટોલ ટેક્સ પર બે ગજનું અંતર જાળવી રાખવા અને કોન્ટેક્ટ લેસ પેમેન્ટમાં ફાસ્ટેગ (Fastag) નો અસરકારક પ્રભાવ જોવા મળ્યો હતો.

image source

અહીં એ પણ ઉલ્લખનીય છે કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પણ ફાસ્ટેગ (Fastag) દ્વારા પેટ્રોલ, ડીઝલ અને પાર્કિંગની ચુકવણી કરવા અંગેની મંજૂરી આપી દીધી છે અને આ સંબંધે તેણે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. નોંધનીય છે કે ફાસ્ટેગ (Fastag) નો ઉપયોગ પાર્કિંગ પેમેન્ટ કરવા માટે પણ કરી શકાશે જેનો એક પાયલોટ પ્રોજેક્ટ દેશના બે મહત્વના શહેરો હૈદરાબાદ અને બેંગ્લોરના એરપોર્ટ પર શરુ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાં આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થતા હવે એ પ્રોજેક્ટને દિલ્હી એરપોર્ટ પર પણ લાગુ કરવાની તૈયારી થઇ રહી છે.

image source

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ વિષે ની માહિતી આપી હતી.અને કહ્યું હતું કે હવેથી ફાસ્ટેગ (Fastag) પેટ્રોલ પંપો પર પણ ઉપલબ્ધ થશે અને કેન્દ્ર સરકારની આ યોજના આખા દેશમાં અમલી બનાવવાની છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વધુમાં જણાવાયું હતું કે આ યોજના મુજબ ગ્રાહક ફાસ્ટેગ (Fastag) કાર્ડનો ઉપયોગ પેટ્રોલ ખરીદવા અને પાર્કિંગ ચાર્જ ચૂકવવા માટે કરી શકશે.