OMG! કોરોના રસી લીધા પછી આ લોકોને જે થયુ એ….જેમાં એક વ્યક્તિને તો 15 વર્ષ જૂની…જ્યારે મહિલા એ તો સવારે ઉઠીને જોયુ તો..રસી લીધી હોય કે ના લીધી હોય પણ ખાસ વાંચી લેજો આ

કોરોના વાયરસની રસી લીધા બાદ લોકોએ કેટલાક અન્ય રોગોને લગતી સમસ્યાઓ ઉપર કાબૂ મેળવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એક બ્રિટીશ અખબારે ઘણા વાચકોના અનુભવો પ્રકાશિત કર્યા છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે રસી પછી કોઈની લાંબા સમયની બીમારી દૂર થઈ ગઈ છે, તો પછી કોઈની ખંજવાળ મટી ગઈ છે. એક મહિલાએ દાવો કર્યો કે તેના પતિને લગભગ 15 વર્ષની સ્લીપ ડિસઓર્ડરની તકલીફ હતી જે ઠીક થઈ ગઈ છે. કેટલાક લોકોએ એવો દાવો પણ કર્યો હતો કે વાયરસથી સંક્રમિત થયા પછી, તેમની તબિયત પહેલા કરતા સારી સ્થિતિમાં છે.

રસી લીધા બાદ ગોઠણનો દુખાવો જતો રહ્યો

covid vaccine may benefit in relieving chronic pain, cancer patients and alzheimers -
image source

ઇંગ્લેન્ડના ગ્રેટર માન્ચેસ્ટરમાં રહેતા 72 વર્ષીય જોઆન વેકફિલ્ડને ગયા વર્ષે ઓક્ટોબરમાં ‘ઘૂંટણની રિપ્લેસમેન્ટ’ સર્જરી કરાવી હતી. ત્યારથી તે માંડ માંડ ચાલી શકતી હતી. પેશીઓમાં ચેપ થઈ ગયો હતો, તેથી એક ભયંકર પીડા થતી હતી. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેને એસ્ટ્રાઝેનેકાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. તેણે ડેઇલી મેઇલ સાથેની વાતચીતમાં કહ્યું કે , બીજે દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે પગની પીડા ગાયબ થઈ ગઈ હતી. હું વિશ્વાસ કરી શકતી નથી. મેં મજાકમાં મારા સાથીને પૂછ્યું કે શું રસીને કારણે કંઇક થયું હશે. પહેલા હુ મારો પગ વાળી શકતી નહોતી હવે હું મારો પગ સીધો કરી શકું છું અને શુઝ પહેરી શકું છું. મને લાગે છે કે હું ટૂંક સમયમાં કામ પર પરત ફરવા માટે સક્ષમ થઈ જઈશ.

ચક્કર અને થાકની તકલીફ દૂર થઈ ગઈ

image source

ગયા મહિને જનરલ ફિઝિશિયન એલી કેનને બ્રિટિશ અખબારમાં એક વિચિત્ર કેસ વિશે લખ્યું હતું. તેને લાઈમ રોગ હતો. ડોક્ટરના કહેવા મુજબ, કોવિડ રસી મળ્યાના થોડા જ દિવસો પછી તેની લાંબા સમયથી ચાલી આવતી થાકની બિમારી ઓછી થઈ ગઈ. એક મહિલાએ દાવો કર્યો હતો કે તેને 25 વર્ષથી વર્ટિગોની સમસ્યા હતી. રસીના ચાર દિવસ પછી સમસ્યા અદૃશ્ય થઈ ગઈ.

image source

એક મહિલાને ગંભીર ખરજવું હતું. હાથ, પગ અને શરીરના અડધા ભાગમાં ઘણી ખંજવાળ આવતી હતી. રસી લીધાના કલાકો પછી ખરજવાના નિશાન અદૃશ્ય થઈ ગયા. એક મહિલાએ લખ્યું કે 15 વર્ષ પહેલા તેના પતિને સ્લીપ ડિસઓર્ડર થયો હતો. રસી અપાવ્યા પછી તેનો પતિ પહેલીવાર નિરાંતે સૂઈ શક્યો હતો.

રસીની આવી અશર પર રિચર્સ કરવામાં આવે છે

image source

એવું નથી કે રસીની આવી અસરો વૈજ્ઞાનિકો માટે નવી છે. દાયકાઓથી, તેઓ ‘નોન-સ્પેસિફિક ઇફેક્ટ્સ’ ની કેટેગરીમાં નોંધાયા છે. 70 અને 80 ના દાયકામાં એવું જાણવા મળ્યું કે શીતળાની રસીએ પશ્ચિમ આફ્રિકન દેશોમાં બાળકોના મૃત્યુનું જોખમ એક તૃતીયાંશ ઘટાડ્યું હતું. પોલિયો રસીને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે તેનાથી 80% ફલૂ અને અન્ય ચેપને અટકાવવામાં સફળતા મળી હતી છે. ગ્રીક અને ડચ સંશોધનકારોએ બીસીજી રસીના કારણે વૃદ્ધોમાં સામાન્ય ચેપ લાગવાનું જોખમ ઓછુ થયાના પુરાવા મળ્યા હતા. ટીબીની રસી કેન્સર અને અલ્ઝાઇમર જેવા રોગોમાં ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે.

ઈમ્યુનોલોજિસ્ટનું શું કહેવુ છે?

image source

યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં ઇમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર શીના ક્રૂકશેક આ બધા દાવાઓને માનતી નથી. તેમના કહેવા મુજબ, આ રોગ માટેના આપણી ઈમોશનલ રેસ્પાંસમાં આનું કારણ છુપાવેલ હોઈ શકે છે. રોગચાળોના કારણે ઘણાં લોકોમાં તણાવ પેદા થયો છે અને આપણે આપણા સ્વાસ્થ્ય પર તાણની અસરને ઘણીવાર અવગણીએ છીએ. તેમણે કહ્યું કે વધેલા સ્ટ્રેસ હોર્મોન્સને કારણે ઈમ્યુન સેલ્સની ઈન્ફેક્શનથી લડવાની શક્તિ ઘટી જાય છે. તેમણે કહ્યું કે, આ રસી ઘણા લોકોમાં તાણનું પ્રમાણ ઘટાડશે, જેની અસર રોગપ્રતિકારક શક્તિ પર પડશે.