ફોટો માટે પોઝ આપી રહી હતી આ અભિનેત્રી, અને પછી પાછળથી આ જાનવરે કર્યો હુમલો, વિડીયો જોઇને તમે પણ હસી પડશો ખડખડાટ

દક્ષિણ ભારતીય અભિનેત્રી શ્રીયા સરન (Shriya Saran) અભિનયની સાથે સાથે પોતાના ખુબસુરત અંદાજ માટે જાણવામાં આવે છે. અભિનેત્રી શ્રીયા સરનએ કેટલીક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરીને ફેંસના દિલ જીત્યા છે. હાલના દિવસોમાં શ્રીયા સરન પોતાના પતિ એન્ડ્રે કોસ્ચીવ (Andrei Koscheev) ની સાથે પેરુમાં હોલિડે મનાવી રહી છે. પોતાની આ ટ્રીપ દરમિયાન કપલએ માચુ પિચુની પણ મુલાકાત લીધી. વર્ષ ૨૦૦૭માં માચુ પિચુને દુનિયાની નવી સાત અજાયબીઓમાં રાખવામાં આવ્યા હતા.

image source

અભિનેત્રી શ્રીયા સરનએ પોતાની આ ટ્રીપ સાથે સંબંધિત એક ફોટો અને બે વિડીયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટોમાં શ્રીયા સરન અને તેમના પતિ ખુબ જ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા નજર આવી રહી છે. પરંતુ એમાંથી સૌથી ફની અને હેરાન કરનાર છે શ્રીયા સરન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વિડીયો. આ વિડીયોમાં કૈમલિડ પ્રજાતિના દક્ષિણ અમેરિકાના લામા પ્રાણી જોવા મળી રહ્યા છે. શ્રીયા સરન અને તેમના પતિ આ પ્રાણીની નજીકમાં જ વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે. એક વિડીયોમાં શ્રીયા સરન પોઝ આપવા માટે બેસી રહેલ જોવા મળે છે કે, એમાંથી એક લામા એમની તરફ હુમલો કરી દે છે. જેવો જ તે લામા શ્રીયા સરન તરફ દોડવા લાગે છે તેવી જ શ્રીયા સરન ઘબરાઈને ઉઠી જાય છે અને તેના રસ્તા માંથી ભાગી જાય છે. આ વિડીયોમાં શ્રીયા સરનના પતિના હસવાનો અવાજ પણ અવિર્હ્યો છે. બીજા વિડીયોમાં શ્રીયા સરનના પતિ પ્રાણીનો ક્લોસઅપ વિડીયો બનાવી રહ્યા છે. જેમાં તે જાનવર ખુબ જ ક્યુટ નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

વર્ષ ૨૦૧૮માં અભિનેત્રી શ્રીયા સરન અને એન્ડ્રે કોસ્ચીવ (Andrei Koscheev)લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેની આ ગ્રાન્ડ વેડિંગ રાજસ્થાનના ઉદયપૂરમાં થઈ હતી. આપને જણાવી દઈએ કે, એન્ડ્રે રૂસના નિવાસી છે. તેઓ એક પૂર્વ ટેનિસ પ્લેયર છે જે હવે ઈંગ્લેન્ડના બસિલોનામાં રહે છે. હવે તેઓ એક એન્ટ્રોપ્રિન્યોર છે જેમની રેસ્ટોરન્ટની એક ચેન છે જ્યાં ઓર્ગેનિક ભોજન મળે છે.

shiimage sourceઅભિનેત્રી શ્રીયા સરનના વર્કફ્રંટની વાત કરીએ તો ગમનમ (Gamanam) નામની આવનાર ફિલ્મમાં શ્રીયા સરનએ એક મૂંગી છોકરીનું પાત્ર નિભાવ્યું છે. આની સાથે જ અભિનેત્રી શ્રીયા સરન અભિનેતા અજય દેવગણની સામે, રાજામૌલીની પીરીયડ ડ્રામા ફિલ્મ ‘RRR’માં પણ જોવા મળવાની છે. શ્રીયા સરનની તામિલ ફિલ્મ ‘નરગાસૂરન’ (Naragasooran)પણ રીલીઝ થવાની છે જેની રીલીઝ ડેટ ઘણા સમયથી ટાળવામાં આવી રહી હતી.