કોરોનાના કહેર વચ્ચે આ દેશ 4 રસી ધરાવતો પહેલો દેશ બન્યો, આ રસીમાં એક જ ડોઝની રહેશે જરૂર

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11.30 કરોડથી વધુ થઈ ગયો છે. 8 કરોડ 86 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 25 લાખ 06 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબ છે. કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં યથાવત છે. દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈને મજબૂતાઈ આપતા કેનેડાએ જોનસન એન્ડ જોનસનની રસીના ઉપયોગને પરવાનગી આપી દીધી છે. કેનેડાએ જોનસન એન્ડ જોનસનની રસીના ઉપયોગને પરવાનગી આપી છે તેની ખાસ વાત એ છે કે આના બે ડોઝની જગ્યાએ એક જ ડોઝની જરુર રહેશે. જે કોરોના સામે લડવા સક્ષમ છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, કેનેડાના લોકો વિશ્વાસ કરી શકે છે કે, જે અમારી પાસે મજબૂત દેખરેખની વ્યવસ્થા છે. તેના દ્વારા સખત સમીક્ષા પ્રક્રિયા કરવામાં આવી છે. વેક્સીન બજારમાં આવતાની સાથે જ હેલ્થ કેનેડા અને પબ્લિક હેલ્થ એજન્સી ઓફ કેનેડા ખૂબજ બારીકાઈથી દેખરેખ કરશે અને જો કોઈ ચિંતાની વાત આવશે તો તેની સામે પગલા લેવામાં ખચકાશે નહીં.

કેનેડાના ટોરન્ટોમાં ફરીથી સખ્તી

image source

કેનેડાનું સૌથી મોટુ શહેર ટોરન્ટોમાં સંક્રમણ ફરીથી ઝડપથી વધી રહ્યું છે. તેને જોતા પ્રશસને સખ્તીનો નિર્ણય કર્યો છે. ત્રણ મહિનામાં બીજી વખત આઉટડોર ઈવેન્ટ્સ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકલ એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે સંક્રમણની ત્રીજી લહેરનો ખતર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને એવામાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું શકય નથી. શરૂઆતની માહિતી મુજબ, કનેડા સરકારે જુલાઈનો પ્રતિબંધ વધારી દીધો છએ. દર વર્ષે થતી પ્રાઈડ પરેડને પણ રદ કરવામાં આવી છે.

અત્યાર સુધી 4 રસીને મંજૂરી આપી

image source

રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવા માટે કેનેડા હેલ્થ રેગૂલેટરે હજું સુધી 4 કોરોના રસીને મંજૂરી આપી છે.  ચીફ મેડિકલ એડવાઈઝર ડો. સુપ્રિયા શર્મીએ જણાવ્યું કે આમાં ફાઈઝર, મૉર્ડર્ના અને એસ્ટ્રાજેનેકાની કોરોના રસીના સામેલ છે.  કેનેડા એવો પહેલો દેશ બન્યો જેણે 4 અલગ અલગ રસીના ઉપયોગને પરવાનગી આપી છે.

પીએમ જસ્ટિન ટ્રુડોએ કરી ટ્વીટ

ઉલ્લેખનીય છે કે અનેક અન્ય દેશોની જેમ કેનેડામાં પણ રસીના લોકલ ઉત્પાદન નહીં થવાથી ચાલતા રસીકરણમાં રસીની અછતનો સામનો કરવો પડ્યો હતો. પીએમ જસ્ટિન ટ્રુડોએ ટ્વીટ કરતા કહ્યું કે, આ ચૌથી રસી છે જેને કેનેડાના હેલ્થ એક્સપર્ટ્સે સુરક્ષિત ગણાવી છે. પહેલા જ લાખ ડોઝ તૈયાર છે અને અમે વાયરસને પહોંચી વળવા એક ડગલુ પાછળ છીએ.

રિસર્ચમાં મળ્યા છે આ પરિણામ

image source

ઉલ્લેખનીય છે કે આ રસીના રિપોર્ટ મુજબ 29 દિવસની અંદર 90 ટકા વોલેન્ટિયર્સના શરીરમાં ઈમ્યુન પ્રોટીન બન્યુ જેને ન્યૂટ્રિલાઈજિંગ એન્ટીર્બોડી કહેવામાં આવે છે.  જેણે 57 દિવસની અંદર તમામ વોલેન્ટિયર્સમાં એન્ટીબોડી જનરેટ કરી. ટ્રાયલના પૂરા  71 દિવસ સુધી ઈમ્યૂન પર તેની અસર જોવા મળી.

ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ પ્રોગ્રામ શરુ થઈ ચૂક્યો છે

image source

ઉલ્લેખનીય છે કે ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ પ્રોગ્રામ શરુ થઈ ચૂક્યો છે. આ અભિયાનમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સીન લગાવવામાં આવી રહી છે. જેમાં ઓછામાં ઓછા 14 દિવસના અંતર પર રસીના 2 શોર્ટસ આપવામાં આવશે.