વૃદ્ધ દંપતીને એવી રીતે મોતને ઘાટ ઉતાર્યા કે આખું અમદાવાદ કંપી ઉઠ્યું, પાડોશીએ વર્ણન કરીને કહી આખી ઘાતકી ઘટના

ગુજરાતમાં ક્રાઈમના કેસો વધી રહ્યા છે અને લોકોમાં પણ એક અલગ પ્રકારે ફફટાડ છે. ત્યારે હાલમાં મોટા મોટા નગરોમાં આ રેશિયો વધારે જોવા મળી રહ્યો છે. કંઈક એવું જ થયું છે અમદાવાદમાં કે જ્યાં યુવાનો કે પછી કોઈ બાળકની નહીં પણ વૃદ્ધ દંપતીની ઘાતકી હત્યા કરવામાં આવી છે અને હાહાકાર મચી ગયો છે. ત્યારે આવો વાત કરીએ અમદાવાદ શહેરના આ સોલા વિસ્તારમાં. સોલા વિસ્તારમાં શાંતિવન પેલેસમાં સવારમાં લૂંટના ઈરાદે બે સિનિયર સિટિઝન અશોક પટેલ અને જ્યોત્સ્નાબેન પટેલ નામના દંપતીની ક્રુર રીતે હત્યા કરી દેવામાં આવી છે અને આ ઘટનાથી આખા શહેરમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટના શુક્રવારે સવારે બની છે અને હાલમાં ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાયાની શંકા સેવવાંમાં આવી રહી છે અને પોલીસ પ્રાથમિક તપાસ કરી રહી છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં જાણકાર શખસોએ હત્યા કરી હોવાની પણ આશંકા છે. આ હત્યા મામલે સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સી દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડની ટીમ પણ પહોંચી હોવાના સમાચાર મળ્યા હતા. પોલીસ દ્વારા પણ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ઘટના સ્થળે પોલીસનું પંચનામુ અને FSLની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેથી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ મોકલવામાં આવ્યા છે. હાલમાં આ ડબલ મર્ડરને લઈ આસપાસની સોસાયટીઓમાં ભયનો માહોલ છે.

image source

જો ત્યાંના આડોશ પાડોશની વાત કરવામાં આવે તો શાંતિવન પેલેસના 2 નંબરના બંગલોમાં હત્યાનો બનાવ બન્યો ત્યારે એક નંબરમાં રહેતા પાડોશી મનિષાબેને જણાવ્યું હતું કે, હું રોજ સવારે ચાલવા જતી હતી ત્યારે ચાલીને પરત આવું ત્યારે અશોક કાકા ગાડી જ સાફ કરતા હોય છે અને ગાડીમાં જૂના ગીતો પણ વગાડતા હોય છે, આજે પણ હું ચાલીને આવી ત્યારે અશોક કાકા ગાડી સાફ કરતા હતા પણ ગીતો નહોતા વાગતા. આ જોઈને મને નવાઈ લાગી અને મેં તેમને પૂછ્યું કે ગીતો કેમ બંધ છે તો તેમણે કહ્યું કે ગાડીમાં મચ્છર આવી જાય છે. બાદમાં જોશના કાકી સાથે આજે ચકરી પાડવાની હતી તો તેમને પણ પૂછ્યું કે કાકી ચકરી પાડવી છે કે પછી? તો કાકીએ કહ્યું કે તું નાહી લે પછી ચકરી પાડીએ, જેથી હું નાહવા ગઈ હતી.

image source

આગળ વાત કરી એ સાંભળીને કોઈને વિશ્વાસ ન આવે એવું છે. મનિષાબેને કહ્યું કે નાહીને હું જેવી બહાર આવી તરત ચોકીદારે મને બૂમ પાડીને જણાવ્યું કે મનીષાબેન બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છે, જેથી મેં બહાર આવીને જોયું તો કાકાના ઘરના પડદા જે ક્યારેય બંધ નથી હોતા તે બંધ જોયા. પછી મેં વિચાર્યું કે કાકા અને કાકી ઉતાવળમાં બહાર ગયા હશે. પરંતુ બંને વાહનો પણ ત્યાં જ પડ્યા હતા. જેથી મેં ચોકીદારને કહ્યું કે તમે અંદર જઈને જોવો તો ચોકીદારે રસોડાના પાછલા બારણે જઈને જોયું ત્યારે અંદર સામાન વેરવિખેર હતો જેથી ચોકીદારે મને બૂમ પાડીને બોલાવી જે બાદ હું ઘરમાં ગઈ અને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો. બેડરૂમમાં કાકા લોહીથી લથબથ હાલતમાં હતા અને કાકી સીડીમાં પડેલા હતા.

image source

મનિષા બેન આ બધું જોઈને ડરી ગયા અને ધ્રાસ્કો લાગ્યો. પછીની વાત કરતાં મનિષા બેન કરે છે કે મેં આસપાસના લોકોને બોલાવ્યા અને મારા મોબાઈલમાંથી એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી. મારે કાકા-કાકી સાથે ઘર જેવા સબંધ હતા બનાવ બન્યા બાદ હું હચમચી ગઈ છું. ઉલ્લેખનીય છે કે આ દંપતી અશોકભાઈ કરસનદાસ પટેલ અને જ્યોત્સ્નાબેન અશોકભાઈ પટેલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમની હત્યા કરાઈ હતી. પોલીસને આ મામલે ઘરઘાટી અથવા તો જાણભેદુ શખસોએ હત્યા નીપજાવી હોવાની આશંકા છે. જો આ દંપતીના પરિવાર વિશે વાત કરીએ તો તેમનો દીકરો હેતાર્થ પટેલ હાલમાં દુબઈ રહે છે તેમજ મૃતક દંપતી પણ લોકડાઉનના સમયગાળામાં દુબઈ હતું. તેમનો ઘરઘાટી હાલ અહીં જ છે. એ ઉપરાંત તેમના ઘરનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો છે. તેમની દીકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે. મૃતક જ્યોત્સનાબેન રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલના પારિવારિક બહેન હોવાનું પણ સામે આવ્યું છે. બાકી વધારે ખબર તો આ કેસમાં જ્યારે પોલીસ ખુલાસો કરે ત્યારે જ બહાર આવે એવું કહેવામાં આવે છે.

image source

હવે આ કેસમાં સવાલો પર સવાલો થઈ રહ્યા છે અને વૃદ્ધ દંપતીની સેફ્ટીને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના પોશ વિસ્તારમાં આજે સવારે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. મૃતક વૃદ્ધને ગળું કાપીને રહેંસી નાખવામાં આવ્યા છે. વૃદ્ધ અશોકભાઈની લાશ બેડરૂમમાંથી મળી આવી હતી, જ્યારે તેમનાં પત્ની જ્યોત્સ્નાબેનની લાશ સીડીમાં પડી હતી. ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડ્યો છે. જ્યારે ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખવામાં આવ્યો છે. અગાઉ ઘરઘાટી પર શંકા હતી, પણ તે અહીં જ છે, જેથી હવે પોલીસને શંકા છે કે કોઈએ રેકી કરીને હત્યા કરી હશે. જો કે સાચી ખબર તો કેસમાં જ્યારે ખુલાસો થાય ત્યારે જ બહાર આવશે અને જોવાનું એ રહેશે કે આ હત્યાને કોણ અંજામ આપ્યો અને શા માટે આપ્યો.