સંતાન સુખ મેળવવા ઈચ્છતા લોકો માટે વરદાન સમાન છે આ મંદિર, જાણી લો ખાસ વાતો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું સંતાન સુંદર અને ગુણવાન હોય. પરંતુ અનેક કારણો સર તેમનું આ સપનું પૂરું થઈ શકતું નથી. આ લોકો માટે તમિલનાડુનું ઈંદુમ્બનનું મંદિર અને તેના દર્શન વરદાન સમાન છે. અહીં આવવાથી ભક્તોની સંતાનની મનોકામના પૂરી થાય છે. તેમની ઈચ્છા પૂરી થાય છે. તો જાણો શું છે આ ખાસ મંદિરની ખાસિયતો.

લોકો આવે છે દર્શન માટે

કહેવાય છે કે જે પણ દંપતિ સાચા મનથી મંદિરમાં બાળકની કામના કરે છે ઈશ્વક તેમની ઈચ્છા પૂરી કરે છે. આ માટે લોકો સંતાન પ્રાપ્તિ બાદ પણ અહીં દર્શન માટે આવે છે.

image source

આ મંદિરમાં ભગવાનને ખાસ પ્રસાદ ચઢે છે

આ મંદિરમાં ભગવાનને પ્રસાદમાં લીંબુ ચઢાવવામાં આવે છે. પછી પ્રસાદ ભક્તને આપવામાં આવે છે. જે લોકોને સંતાન નથી તેમને આ ફળ ખાવા માટે આપવામાં આવે છે. જે પણ ભક્ત તેને ખાય છે ઈશ્વર તેમની કૃપા પૂરી કરે છે અને તેમના ઘર આંગણમાં બાળકની કિલકારી ગૂંજે છે.

image source

દૂર દૂરથી આવે છે લોકો

મંદિરની મહત્તાને ધ્યાનમાં રાખીને અહીં દૂર દીરથી લોકો આવે છે. અહીં વર્ષમાં એક વાર મેળાનું આયોજન પણ કરાય છે. આ મેળો 9 દિવસ સુધી ચાલે છે. આ મેળામાં 9 દિવસ સુધી લીંબુની પૂજા કરાય છે. હા તમને જાણીને નવાઈ લાગશે પણ પૂજા કર્યા બાદ આ લીંબુની બોલી લગાવવામાં આવે છે. જે સૌથી વધારે રૂપિયા લગાવે છે તેને આ લીંબુ મળે છે. આ પછી વ્યક્તિ તેનું સેવન કરે છે તો તેને ફળ અવશ્ય મળે છે.

image source

મંદિરમાં નીલામ થનારા લીંબુની ખાસિયત છે કે તે લાંબા સમય સુધી તાજા રહે છે. આ સાથે તે રસીલા પણ હોય છે માટે લાંબા સમય સુધી રહી શકે છે. નીલામીમાં લીંબુની કિંમત ઘણી વધારે હોય છે. અનેક વાર તો એક લીંબુ 60 હજાર રૂપિયામાં વેચાય છે. આ મંદિરની ખાસિયત એ પણ છે કે અહીં લોકો જે વિખૂટા પડ્યા હોય છે તે પણ મળી જાય છે. 10 વર્ષ પહેલાં કોઈ ઓળખીતું ખોવાયું છે તો અહીં દર્શન કરતાં જ તે મળી જાય છે. તમિલનાડુના આ મંદિરને બાલથનડે ઉત્થપાની મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ