અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં સોપો પડી ગયો, ફરી એકવાર ફાયરિંગમા પત્નીનું મોત અને પતિની હાલત ગંભીર

અવાર નવાર એવી ઘટનાઓ સામે આવતી રહે છે કે ગુજરાતીઓ પર વિદેશની ધરતી પર હુમલો કરવામાં આવે છે અને એમાં મોત પણ નિપજે છે. અને એમાં પણ અમેરિકામાં તો આવા કેસ ઘણા જોવા મળે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. સુરતના ભરથાણાના દંપત્તિ પર જાનલેવા હુમલો થયો છે. મેરીલેન્ડમાં ગુજરાતી દંપત્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગોળી વાગતા પત્નીનું મોત થયુ છે. અને પતિ ઘાયલ થયો છે. વિદેશમાં રહેતા ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ પર જીવલેણ હુમલા થવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી.

image source

સુરતના રહેવાસી એવા દંપતિ પર અમેરિકામાં ગોળીબારની ઘટના સામે આવતા જ ચોમેર હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે પત્નીનું મોત નિપજ્યું છે. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા પતિ હાલ સારવાર હેઠળ છે. દંપતિ સુરતના ભરથાણાનું છે. અમેરિકામાં મેરિલેન્ડમાં હોટેલ માલિક દંપતી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો આ કપલ વિશે વાત કરવામાં આવે તો અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં બિઝનેસ કરતા હતો. તેઓ છેલ્લા 20 વર્ષથી મોટેલનો બિઝનેશ કરતા હતા.

image source

ઘટના બની તે સમયે કંઈક એવું હતું કે પતિ દિલીપ અને પત્ની ઉષા પોતાની હોટલ પર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને ગોળીબાર કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું છે. ગોળીબાર કરનારા હત્યા કરીને ભાગી છુટ્યા હતા. લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારબાગ બન્નેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું કરુણ મોત નિપજ્યું હતું.

image source

જ્યારે દિલીપ પટેલ સારવાર હેઠળ છે. પટેલ દંપતી સાથે બનેલી આ ઘટનામાં સુરતમાં રહેતા તેમના પરિવારજનોમાં સોપો પડી ગયો હતો. આ પટેલ દંપતીને સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટો દીકરો હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. તેમના સંતાનો પણ આ ઘટનાથી ભારે આઘાતમાં છે. લુંટારૂઓ દ્વારા કેટલી લૂંટ કરવામાં આવી તેને લઈને હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર સતત હુમલા અને તેમના વેપારના સ્થળ પર લૂંટના ઇરાદે તેમના પર ફાયરિંગની ઘટના બનતી આવી છે. ત્યારે આ વખતે સુરતના પરિવારના દંપતી ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દંપતીને બે બાળકો છે જેમાંથી મોટો દીકરો પણ હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. સુરત ખાતે તેમના સંબંધી રહે છે પણ તેમનું સુરત ખાતેનું મકાન હાલમાં બંધ છે.

image source

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગુજરાતીઓ સલામત નથી તેવા કિસ્સા અનેકવાર બન્યા છે. અમેરિકામાં ગુજરાતીઓ પરના હુમલા સતત વધી રહ્યાં છે. લૂંટના ઈદારે તેમના પર ફાયરિંગ કરવામાં આવે છે. ત્યારે હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ભારતીય તરફ ઝુકાવ ધરાવે છે, આવામાં આવા કિસ્સા પર ત્વરિત એક્શન લેવાય તેવુ ત્યાંના સ્થાનિક લોકો વિચારી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!