રોડ ટ્રિપનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો આ ખૂબસુરત રસ્તાઓ તમારા માટે છે સૌથી બેસ્ટ, જ્યાં એક વાર જશો તો વારંવાર થશે જવાનું મન

હરવા ફરવાનો શોખ તો લગભગ દરેક વ્યક્તિને હોય છે ફરક તો માત્ર એટલો જ છે કે કોઈકને કુદરતી સૌંદર્ય ધરાવતી શાંત જગ્યા પસંદ હોય તો કોઈકને એડવેન્ચર ડેસ્ટિનેશન પસંદ હોય. પરંતુ શું તમે એ જાણો છો કે ફરવા જાતે રોડ ટ્રીપ કરવી એ પણ એક એડવેન્ચર અને યાત્રાનો રિયલ અનુભવ આપતી ક્રિયા છે.

image source

દર વર્ષે ઘણા ખરા લોકો રોડ ટ્રીપ કરીને ફરવા માટે જાય છે. કોઈ તેના મિત્રો કે સ્નેહીઓ સાથે રોડ ટ્રીપ કરે છે તો કોઇ એકલા જ રોડ ટ્રીપ કરવા નીકળી પડે છે. જો તમે હજુ સુધી ક્યારેય રોડ ટ્રીપનો અનુભવ ન મેળવ્યો હોય તો અહીં અમે તમને અમુક એવા સ્થાનો વિશે જણાવીશું જ્યાં તમે રોડ ટ્રીપ દ્વારા જઈ શકો છો અને તમને યાત્રાનો રિયલ આનંદ પણ મળશે.

મુંબઈથી પુણે

image source

ભારતમાં અનેક એક્સપ્રેસ વે આવેલા છે જે તેની સ્પીડ અને ખુબસુરત લોકેશન માટે જાણીતા છે. આવા એક્સપ્રેસ વે પૈકી એક એટલે મુંબઇ – પુણે એક્સપ્રેસ વે જે એક ખુબસુરત રસ્તો છે. અહીં તમને આખા રસ્તે વેસ્ટર્ન ઘાટ જોવા મળશે અને થોડા થોડા અંતરે પાણી પીવા માટેના જળાશયો પણ નજરે પડશે. આ એક્સપ્રેસ વે 200 કિલોમીટર લાંબો છે. અહીં તમે તમારા મિત્ર, સ્વજનો કે પાર્ટનર સાથે લોન્ગ ટ્રીપ માણી શકો છો.

ગુવાહાટીથી શીલોંગ

image source

ભારતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં લોકો રોડ ટ્રીપ માટે ફરવા નીકળે છે. પરંતુ જો તમે હજુ સુધી ઉત્તર પૂર્વ ભારતની ખૂબસૂરતી નથી નિહાળી તો તમારે ગુવાહાટીથી શીલોંગ રોડ ટ્રીપ કરવી જરૂરી છે. અહીં તમને ચારે બાજુએ લીલીછમ હરિયાળી, મોટા મોટા પહાડો, સફેદ યાક વગેરેના અદભુત નજારાઓ જોવા મળશે. આ રસ્તાનું અંતર 110 કિલોમીટર છે. અહીંની સુંદરતા અહીંથી પસાર થનાર સૌ કોઈનું ધ્યાન ખેંચે તેવી છે. અને એટલ્સ માટે જ દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો રોડ ટ્રીપનું આયોજન કરે છે.

ચેન્નાઇથી પુડુચેરી

image source

ચેન્નાઇથી પુડુચેરી વચ્ચે રોડ ટ્રીપ પર નીકળવું એટલે યાત્રાના લગભગ બધા જ આનંદને માણવો. આ બન્ને શહેરો વચ્ચે તમે ઇસ્ટ કોસ્ટ રોડનો આનંદ લઈ શકો છો. આ રસ્તો 150 કિલોમીટરની લંબાઈ ધરાવે છે જે સાઉથ ઇન્ડિયાના સૌથી સારા રસ્તાઓ પૈકી એક મનાય છે. અહીં તમે મહાબલીપુરમ, અલંબારા કિલ્લો અને કલપપક્કમ નુકલેયર ફેસિલિટી નિહાળી શકશો. મોટાભાગે આ રસ્તે લોકો પોતાના મિત્રો અને સ્નેહીઓ સાથે રોડ ટ્રીપ કરે છે.

બેંગ્લોરથી મૈસુર

જો તમે ક્યારેય બેંગ્લોર કે મૈસુર ન ગયા હોય તો તમારે એક વખત બેંગ્લોર ટુ મૈસુર રોડ ટ્રીપ અચૂક કરવી જોઈએ. આ રસ્તો 145 કિલોમીટર એટલે કે અંદાજે પાંચ કલાકનું અંતર ધરાવે છે. આ રસ્તા પરથી પસાર થતા તમે ચારેબાજુ લીલીછમ હરિયાળીનો અદભુત નજારો નિહાળવા મળશે જેને જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ ઉઠશે. એટલું જ નહીં આ રસ્તા પર ખાવાપીવા માટે લાજવાબ સ્વાદ પીરસતા ઢાબાઓ પણ આવેલા છે જેનો સ્વાદ તમારા માટે યાદગાર બની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ