વાહ ભાઈ વાહ: ગુજરાતી યુવાને કરી બતાવ્યું, તળાજાના આ શખ્સે ચંદ્ર પર જમીન ખરીદી, એ પણ આટલા વીઘા

બોલિવૂડમાં જ્યારે સુશાંતનું મોત થયું ત્યારે એક વાત ચર્ચામાં આવી હતી કે સુશાંતે ચંદ્ર પર જમીન ખરીદી છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવતું હતું કે ભારતનો આ એવો પહેલો માણસ છે કે જેના નામનો પ્લોટ ચંદ્ર પર છે. જો કે તેના મોત બાદ આ વાત ફરી ક્યારેય બહાર આવી નથી. પરંતુ હવે ફરીથી આવી વાતો થઈ રહી છે અને એમાં પણ કોઈ આપણો ગુજરાતી આવી વાત કરી રહ્યો છે કે તેણે ચંદ્ર પર જમીન ખરીદી છે. તો આવો વિગતે વાત કરીએ આ શખ્સ વિશે. તો વાત કંઈક એમ છે કે તળાજાના એક 26 વર્ષીય યુવાને ચંદ્ર પર જમીન લીધી અને એ પણ એક એકર. મરીન એન્જીનીયર યુવાને અમેરિકન કંપની લુનાર પાસેથી એક એકર જમીન ચંદ્ર પર ખરીદી હોવાનો દાવો કર્યો છે. જો કે આ માત્ર દાવો જ નથી પણ યુવાને તેના દસ્તાવેજો પણ રજુ કર્યા છે.

image source

અવકાશી અને સમુદ્ર સાથે લગાવ રાખનારો આ યુવાન ભાવનગર જિલ્લાના તળાજા ગામનો રહેવાસી છે. ચંદ્ર પર જવાનું સ્વપ્ન હંમેશા આપણે વાર્તાઓમાં સાંભળતા હોઈએ છીએ, ત્યારે આવા સ્વપ્ન હકીકત પણ બનતા હોય છે. તેનું ઉદાહરણ ભાવનગર જિલ્લાના યુવાને પુરુ પાડ્યું છે અને હવે 6 કરોડ ગુજરાતીઓ તેના પર ગૌરવ લઈ રહ્યા છે.

image source

26 વર્ષીય જાવેદ ગીગાની વિશે જો વિગતે વાત કરવામાં આવે તો અમેરિકન કંપની પાસેથી ચંદ્ર પર જમીન ખરીદી હોવાનો દાવો દસ્તાવેજ સાથે કર્યો છે, જો તેવું શક્ય હોય તો કદાચ ગુજરાત અથવા ભારતનો આ ત્રીજો યુવાન હશે કે જેણે પોતાના નામની જમીન ચંદ્ર પર લીધી હોય. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ-ચાર માસથી આ યુવાન પ્રયાસ કરી રહ્યો હતો અને આખરે તેને સફળતા સાપડી છે.

image source

આ યુવાનને 12 માર્ચના રોજ સર્ટિફિકેટ લુનાર કંપની દ્વારા આપવામાં આવ્યું હતું. ચંદ્ર પર કંપની દ્વારા સી ઓફ મસ્કરી વિસ્તારમાં એક એકર જમીન આપી છે. હાલમાં એક દિવસ પહેલા તેને સર્ટિફિકેટ કંપની દ્વારા દસ્તાવેજો આપવામાં આવ્યા છે. જાવેદ આમ તો અલંગમાં ફેરનેશ અને ઓઈલનું કામ કરી રહ્યો છે અને તેને આશા છે કે, તેની જિંદગીના સમયમાં ચંદ્ર પર જવાનું શક્ય હશે તો તે જશે. પરંતુ હાલમાં માહોલ એવો છે કે ચંદ્ર પર જમીન ખરીદીને ખૂબ જ ખુશ છે. જો આ યુવક વિશે વાત કરીએ તો ભાવનગર શાંતિલાલ શાહ કોલેજમાં મરીન ઇજનેરની ડીગ્રી હાંસલ કરનાર યુવક કહે છે, 750 ડોલરમાં અમેરિકન કંપની પાસેથી આ જમીન ખરીદી છે. ભાવનગર જીલ્લાનાં તળાજાના ગોપનાથરોડ પર રહેતા અને અલંગ ખાતે ખાડો રાખી ઓઇલનો વેપાર કરતા યુવકે દાવો કર્યો છે કે, તેણે થોડા દિવસ પહેલા અમેરિકન કંપની મારફત ચંદ્ર પર એક એકર જમીન રાખી છે.

image source

આ યુવાન પોતાની ડીલ વિશે આગળ વાત કરે છે કે એક એકર જમીન રાખવા માટે લુનાર લેન્ડર્સ નામની કંપનીને 750 ડોલર (રૂપિયા 55000/-) આપ્યા છે. જમીન ખરીદનાર જાવેદ ગીગાણી કહે છે કે, સમાચાર માધ્યમ દ્વારા એવું જાણવા મળેલ કે અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપની દ્વારા ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે. આથી ગુગલ પર સર્ચ કરતા એ કંપની વિશે માહિતી મળેલ અને મેઈલ દ્વારા ત્રણેક માસ માહિતીની આપ લે કરવામાં આવી હતી. ત્યારબાદ વિશ્ર્વાસ બેસતા જમીન ખરીદી છે. ચંદ્ર પર જે જગ્યાએ જમીન ખરીદી છે તેંનું નામ સી ઓફ મસ્કવી એરિયાની જમીન છે. ચંદ્ર પર જવાનું એક સ્વપ્ન છે. કંપની દ્વારા જમીન ખરીદ્યાના દસ્તાવેજી પુરાવા પણ મેઈલના માધ્યમથી મોકલ્યા છે. ફિઝિકલી આવતા ત્રણેક માસ લાગશે તેમ જાવેદ ગીગાણીનું કહેવું છે. ત્યારે હવે આાખા ગુજરાતમાં આ યુવાનની ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!