તારક મહેતા શોમાં દયાભાભીની વાપસી અંગે પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું કંઈક આવું, ફરી કમબેકની ચર્ચાનો દોર શરૂ થયો

તારક મહેતા શો છેલ્લા 12-12 વર્ષથી દર્શકોને મનોરંજન પુરુ પાડી રહ્યો છે. ત્યારે દરેક પાત્રો પણ ભારે પ્રખ્યાત છે. એમાં સૌની માનીતી દયાભાભી ભારે ચર્ચામાં આવતી રહે છે. 2017માં દિશા વાકાણી શો છોડીને ચાલી ગઈ હતી. ત્યારથી પાછી ફરી નથી. 4 વર્ષમાં અનેક વખત એવા સમાચાર આવ્યા કે તે આવશે, ફરી નહીં આવે એવા પણ સમાચાર વહેતા થયા. એ વચ્ચે જ ખબર આવી રહી હતી કે દિશા વાકાણીએ હમેંશા માટે શોને અલવિદા કહી દીધું છે એટલે કે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસી નહીં થાય. જો કે ફરી એકવાર નવા રિપોર્ટ સામે આવી રહ્યા છે અને આ વખતે ખુદ આસિત મોદીએ આ વિશે વાત કરી છે.

image source

જો વિગતે વાત કરીએ તો આ અંગે જ્યારે પ્રોડ્યુસર અસિત મોદી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં લોકો કંઈ પણ લખી નાખે છે અને તેઓ ક્યારેય સોશિયલ મીડિયા જોતા નથી. દિશાએ સિરિયલ છોડી એ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. તે અને તેમની ટીમ દિશાને પરત લાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી અમે માત્ર ને માત્ર કોવિડ-19ને કારણે મુશ્કેલીમાં મુકાયા છીએ. અમે કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પણ પાલન કરીએ છીએ. મુંબઈમાં કેસો વધી રહ્યા છે અને આ જ કારણે શૂટિંગ દરમિયાન ઘણી જ સાવચેતી રાખવી પડે છે. હાલમાં અમારી પાસે દિશાના રિપ્લેસમેન્ટ અંગે વિચારવાનો કોઈ સમય નથી. જો દિશા ખુશીથી આવવા માગે છે અમને કોઈ જ વાંધો નથી, કારણ કે હું દર્શકોની સાથે એવું કંઈ જ કરવા માગતો નથી, જેનાથી તેઓ નાખુશ થાય.

image source

તેમજ આગળ વાત કરતાં આસિતે કહ્યું કે હું છેલ્લાં 3 વર્ષથી દિશાની રાહ જોઉં છું. દિશા કમબેક કરશે તો મને ઘણો જ આનંદ થશે. હું દર્શકો ઈચ્છે છે તે રીતે તેમનું મનોરંજન કરી શકીશ. દર્શકો પ્રત્યે મારું આ કર્તવ્ય છે. તેમજ છેલ્લાં 13 વર્ષથી દર્શકોને દિશાનું પાત્ર પસંદ આવ્યું છે. હું તેમને ઉદાસ જોઈ શકું તેમ નથી. કોવિડ-19 દરમિયાન પણ અમે સારું કામ કરવાં માગીએ છીએ. આ એક મોટી સમસ્યા છે. આ દરમિયાન અમે દિશાને પણ એ જ સમજાવાનો પ્રયાસ કરીએ છીએ કે ઓડિયન્સ પણ તમારી રાહ જોએ છે. બની શકે તો દર્શકો માટે સિરિયલમાં પરત ફરો. અસિતના મતે મહિલાઓ પોતાની પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરતાં સારી રીતે જાણતી હોય છે. દિશા પણ ઈચ્છે તો બેલેન્સ કરી શકે છે.

image source

મહિલા વિશે વાત કરતાં આસિત મોદીએ કહ્યું કે આજના સમયે મહિલાઓ કેટલી મહેનત કરે છે. તેઓ પોતાની પર્સનલ લાઈફને બેલેન્સ કરીને મોટા-મોટા ઓર્ગેનાઈઝેશનમાં સારા હોદ્દા પર છે. દિશાને અમે લાંબો બ્રેક આપ્યો છે. તેની દીકરી મોટી થાય તેની રાહ જોઈ રહી છે. આવી તક ઘણા ઓછા લોકોને મળે છે.

image source

તે બહુ જ ટેલન્ટેડ છે. દિશાને મનાવવા માટે હું અંતિમ ક્ષણ સુધી દિલથી મહેનત કરીશ. પછી જો તે આવવા નથી જ માગતી તો હું રિપ્લેસમેન્ટ શોધવાનું શરૂ કરીશ. આ સાથે જ વાત કરીએ તો ગત કેટલાક મહીના એવી ચર્ચા હતી કે દયાબેન શોમાં વાપસી કરશે. કહેવામાં આવી રહ્યું છે કે 2019માં દિશા વાકાણીએ શો માટે એક સીનનું શુટિંગ પણ કર્યું હતું. સીનમાં તે તેમના પરિવાર એટલે કે જેઠાલાલ, દીકરા અને ગોકુલ ધામના અન્ય પાડોશીથી ફોન પર વાત કરી રહી છે અને દરેક લોકોને આશ્વાસન આપી રહ્યા હતા કે તે જલદી ગોકુલધામ પરત ફરશે. પરંતુ હવે એવું થતું દેખાઇ રહ્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!