આ હોસ્પિટલે માણસાઈ નેવે મૂકી, માત્ર 3 વર્ષની બાળકીને આ કારણે અડધા ઓપરેશને ચીરેલા પેટે તરછોડી દીધી

આપણે ઘણી હોસ્પિટલો એવી જોઈ છે કે ત્યાં માણસો નહીં પણ જીવતી જાગતી લાશો જ રખડતી હોય છે. આવું એટલા માટે કહેવું પડે છે કે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે એમાં માનવતા મરી પરવારી હોય એના દર્શવ થઈ રહ્યા છે. ત આવો વિગતે વાત કરીએ આ આંતરડી કકળાવી નાખે એવા કેસ વિશે. બન્યું એવું કે પરિવાર પાસે સારવારના પૈસા ન હોવાથી ખાનગી હોસ્પિટલે 3 વર્ષની બાળકીને ઓપરેશન ટેબલ પરથી પેટને સિવ્યા વગર એટલે કે ટાંકા લીધા વગર બહાર મોકલી આપી અને હવે આ ઘટના વાયરલ થતાં જ લોકો ગાળો ભાંડી રહ્યા છે.

image source

હાલમાં મળતી માહિતી પ્રમાણે આ બાળકે જીવ ગુમાવી દીધો છે અને આજુબાજુમાં અરેરાટી છુટી ગઈ છે. આ વાત છે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાની કે જ્યાં શનિવારે એક હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં પ્રાઈવેટ હોસ્પિટલમાં એક એવી ઘટના જોવા મળી છે કે લોકોમાં હાહાકાર મચી ગયો છે. અહીં સારવાર માટે પુરા પૈસા ભરવામાં પરિવારે અસમર્થતા દર્શાવી હતી એવી વાત પણ બહાર આવી હતી. જે બાદ 3 વર્ષની બાળકીને ઓપરેશન ટેબલ પરથી પેટને સિવ્યા વગર એટલે કે ટાંકા લીધા વગર બહાર મોકલી આપી. પૈસા વગર સારવારના અભાવે બાળકીની સ્થિતિ બગડી ગઈ અને આખરે તેણે જીવ ગુમાવી દીધો.

image source

આ ઘટના વિશે આગળ વાત કરીએ તો આ મામલો સામે આવ્યા બાદ જિલ્લાધિકારી ભાનુ ચંદ્ર ગોસ્વામીએ મામલાની તપાસના આદેશ આપ્યા છે, તેમજ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ગુનેગાર હશે એને સજા પણ આપવામાં આવશે. પ્રયાગરાજના કરેલી વિસ્તારના રહેવાસી બ્રહ્મદીન મિક્ષાની 3 વર્ષીય દીકરીના પેટમાં બિમારી હતી. મા-બાપે સારવાર માટે પ્રયાગરાજના ઘૂમનગંજના રાવતપુર એક મોટા ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવી હતી.

image source

થોડાક દિવસો બાદ બાળકીના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું અને ફરી પેટનું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદની વાત કરીએ તો બાળકીના પિતાના જણાવ્યા અનુસાર આ ઓપરેશન માટે દોઢ લાખ લીધા બાદ હોસ્પિટલે 5 લાખની ડિમાન્ડ કરી અને પરિવાર એ માટે અસમર્થ હતો. જ્યારે રુપિયા ન આપી શક્યા તો બાળક સહિત હોસ્પિટલ પ્રશાસને પરિવારને બહાર મોકલી દીધો અને કહ્યું કે હવે આની સારવાર અહીં નહીં થાય. હવે ચોમેર આ દવાખાના પર લોકો થૂ થૂ કરી રહ્યા છે અને ફિટકાર વરસાવી રહ્યા છે.

image source

આ બાદ પિતા પોતાની દીકરીને લઈને અનેક હોસ્પિટલ સુધી ગયા પણ તમામ હોસ્પિટલે બાળકીને લેવાથી ઈન્કાર કરી દીધો. કહેવામાં આવ્યું કે બાળકીની હાલત બહું જ ક્રિટિકલ છે. તે નહીં બચી શકે. બાળકી જિંદગીની જંગ હારી ગઈને સારવારના અભાવમાં જીવ ગુમાવ્યો. મૃતક બાળકીના પિતાનો આરોપ છે કે ડોક્ટર્સે બાળકીના ઓપરેશન બાદ સિલાઈ, ટાંકા નહોંતા કર્યા અને પરિવારને સોંપી દીધી હતી. જો કે હજુ આ અંગે તપાસ ચાલી રહી છે અને લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ખરા ગુનેગાર કોણ છે અને એને સજા આપવાની માંગ પણ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ