ક્યા બાત હૈ, આ રીતે ગેસ સિલિન્ડર લઈ આવો તો સીધો થશે આટલા રૂપિયાનો ફાયદો, તમે મનમાં પણ નહીં વિચાર્યું હોય

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે, એક પછી એક વસ્તુના ભાવો અકાશે જઇ રહ્યા છે. ત્યારે આપણી દૈનીક વપરાશમા લેવાતા રાંધણ ગેસના ભાવોમા પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થયેલ આપણે સૌ જોઇ રહ્યા છીએ.

image source

ફેબ્રુઆરી મહિનામાં જ ગેસના ભાવમાં ત્રણ વખત વધારો થઇને 100 રૂપિયાનો કુલ વધારો નોંધાયો હતો. ત્યારબાદ ફરી એકવાર માર્ચની શરૂઆતમાં, ગેસ સિલિન્ડરોની કિંમત 25 રૂપિયા વધી છે, એટલે કે ફેબ્રુઆરીથી ગેસ સિલિન્ડરોમાં થયેલ કુલ ભાવ વધારો હવે, રૂ .112 નોંધાયો છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડર 819 રૂપિયામાં મળે છે.

image source

આવી સ્થિતિમાં, તમને સસ્તા ભાવે ગેસ સિલિન્ડર નહીં મળે, પરંતુ એક એવી રીત છે કે જેના દ્વારા તમે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર મેળવી શકો છો. આ પદ્ધતિ વિશે ખુદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા માહિતી આપવામા આવી રહી છે. આ પદ્ધતિનો લાભ તમને કેવી રીતે મળશે તે વિશે જણાવીએ તો, આઇઓસી અનુસાર જો તમે ઈન્ડિયન ઓઇલના એલપીજી સિલિન્ડર એટલે કે ઈન્ડેન બુક કરશો તો તેના પર તમને 50 રૂપિયાનો ફાયદો મળી શકે છે. આ માટે, ફક્ત એલપીજી સિલિન્ડર બુકિંગ અને એમેઝોન પેની મદદથી તમારે સિલિન્ડર બુકિંગ કરાવવુ પડશે. આ કરવાથી તમને 50 રૂપિયાનું તરત કેશબેક મળશે.

image source

બુકિંગ અને ચુકવણી પ્રક્રિયા કેવી રીતે કરીને આ લાભ મેળવી શકાય તેના વિશે કહેવામા આવ્યુ છે કે, આ માટે, તમારે એમેઝોન એપ્લિકેશનના ચુકવણી (પે) વિકલ્પ પર જવું પડશે. આ પછી, તમારા ગેસ સેવા પ્રદાતાને પસંદ કરો અને તમારો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા એલપીજી નંબર અહીં દાખલ કરો.

image source

તમારે એમેઝોન પે દ્વારા ચૂકવણી કરવી પડશે. એમેઝોન પેથી કેશબેક મેળવવા માટે, તમારે 1 માર્ચથી 1 એપ્રિલ, 2021 દરમિયાન સિલિન્ડર બુક કરાવી લેવુ પડશે. આ સાથે મહત્વની વાત કે આ ઓફર ફક્ત પ્રથમ વખત ગેસ સિલિન્ડરની ચુકવણી માટે છે અને તેમા પણ જ્યારે તમે એમેઝોન પે યુપીઆઇ દ્વારા ચૂકવણી કરો છો ત્યારે જ 50 રૂપિયાનું કેશબેક મળશે. આ સિલિન્ડર બુક કરાવી લીધાના 3 દિવસમા આ કેશબેક તમને મળી જશે.

image source

હવે આ સાથે એક નંબર સિલિન્ડર બુક કરવા માટે જણાવામા આવ્યો છે. ઇન્ડિયન ઓઇલે આપેલા રિપોર્ટ મુજબ, અગાઉ એલપીજી બુક કરવા માટે દેશના જુદા જુદા કેંદ્ર માટે જુદા જુદા મોબાઇલ નંબર હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ કેન્દ્ર માટે એક જ નંબર જાહેર કર્યો છે, જેનો અર્થ છે કે ઇન્ડેન ગેસના ગ્રાહકોએ દેશભરમાં એલપીજી સિલિન્ડરો બુક કરવા માટે 7718955555 પર ફોન અથવા એસએમએસ કરવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ