17 વર્ષના સેવારામે ખરા અર્થમાં કરી સેવા, મૃત્યુ પામતા પહેલા 5 લોકોને આપતો ગયો જીવનદાન, મોતની આ કહાની જાણીને તમારી આંખમાં પણ આવી જશે આસું

રાજસ્થાનના ઘોલપુર જીલ્લાના ગંગા રામ કેપુરા નામક ગામનો 17 વર્ષીય યુવાન મૃત્યુ પામતા પહેલા સેવાનું સરાહનીય કામ કરતો ગયો છે. આ યુવકનું નામ સેવારામ હતું અને તેણે પોતાના નામને પણ યથાર્થ ઠેરવે તેવું કામ કર્યું હતું. સેવારામના બ્રેન્ડેડના કારણે થયેલ મૃત્યુ બાદ તેના પરિવારજનોએ સેવારામના અંગોને દાન કરી દીધા હતા. જેના કારણે અન્ય 5 લોકોને આ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરી જીવનદાન આપી શકાય.

17 साल के लड़के के परिजनों ने मौत बाद उसके अंग दान किए (फोटो- उमेश मिश्रा)
image source

મૃતક સેવારામના શરીરના 5 અંગો હવે અન્ય 5 લોકોના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેને ફાયદો પહોંચાડશે. સેવારામ તો હવે આ દુનિયામાં નથી પણ તેની યાદો તેના પરિવારજનો સહિત અન્ય લોકોમાં રહી જવા પામી છે. સેવારામના માતા પિતા હવે તેના પુત્રના 5 અંગો જે અન્ય 5 લોકોના શરીરમાં જશે તેનામાં સેવારામનો અંશ જોશે અને તે દર્દીઓના પાંચ પરિવારની દુઆઓ પણ મેળવશે. સેવારામના માતા પિતાને સ્વપ્નેય એ ખ્યાલ નહિ હોય કે તેનો દીકરો આ રીતે લોકોની સેવા કરીને દુનિયામાંથી વિદાય લેશે.

17 साल के लड़के के परिजनों ने मौत बाद उसके अंग दान किए (फोटो- उमेश मिश्रा)
image source

ઘોલપુર જીલ્લાના નિનોખર ગ્રામ પંચાયતના ગામ ગંગા દાસ કાપુરા નિવાસી 17 વર્ષીય સેવરામનું બાઈક ગત 16 ફેબ્રુઆરીએ ગામની નજીક અલ્હેપુરા પાસે સ્લીપ થઈ ગયું હતું. જેમાં સેવારામને માથામાં ગંભીર ઇજા થઇ હતી. બાદમાં સેવારામના પરિવારજનો તેને ઈલાજ માટે જીલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી ગંભીર હાલતમાં સેવારામને હાયર સેન્ટર રીફર કરવામાં આવ્યા હતા. એ પછી સેવારામના પરિવારજનો તેને વધુ ઈલાજ અર્થે ગ્વાલિયર લઈ ગયા હતા. પરંતુ ત્યાં જઈને પણ સેવારામની તબિયતમાં સુધારો નહોતો થયો. છેલ્લે પરિવારજનો સેવારામને જયપુરની સૌથી મોટી હોસ્પિટલ એસએમએસ લઈ ગયા જ્યાં 1 માર્ચની રાત્રે સેવારામનું બ્રેન ડેડ થઈ ગયું.

17 साल के लड़के के परिजनों ने मौत बाद उसके अंग दान किए (फोटो- उमेश मिश्रा)
image source

ચિકિત્સકોએ સેવારામના પરિવારજનોને સમજાવ્યુ અને અંગદાન કરવાની અપીલ કરી. ચિકિત્સકોની સલાહને સેવારામના પરિવારજનોએ માની લીધી અને પોતાના પુત્રના અંગો દાન કરી દીધા જેના કારણે અન્ય 5 લોકોને આ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરી શકશે. અંગદાન કર્યા બાદ સોમવારે એસએમએસ હોસ્પિટલ જયપુરની ચિકિત્સક ટીમે મૃતક સેવારામને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ સેવારામના મૃતદેહને તેના ગામ ગંગા દાસ કેપુરા ઘોલપુર લાવવામાં આવ્યો હતો. જ્યાં ગ્રામજનોએ તેના પર પુષ્પાંજલિ અર્પણ કરી. એટલું જ નહીં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ બાબતે ટ્વિટ કરી સેવારામના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 17 साल के लड़के के परिजनों ने मौत बाद उसके अंग दान किए (फोटो- उमेश मिश्रा)
image source

સેવારામનો મૃતદેહ જ્યારે તેના ગામે પહોંચ્યો ત્યારે એક તરફ ગ્રામજનોમાં શોક હતો જ્યારે બીજી બાજુ લોકો એ બાબતે ગર્વિત થયા હતા કે તેના ગામના સેવારામે ખરા અર્થમાં સેવા કરી હતી. જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં રાજ્યનું આ 42 મુ અંગદાન હતું. ગંગા દાસ કાપુરા, ધોલપુર નિવાસી 17 વર્ષીય સેવારામના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયા બાદ તેના પરિવારે પુત્રના અંગદાન માટે સહમતી આપી હતી અને તેના હાર્ટ, લીવર, લંગ્સ, અને બે કિડનીઓ દાન કરાઈ હતી.

17 साल के लड़के के परिजनों ने मौत बाद उसके अंग दान किए (फोटो- उमेश मिश्रा)
image source

ઘોલપુર જિલ્લા હોસ્પિટલના પ્રમુખ ચિકિત્સા અધિકારી ડોકટર સમરવીર સિંહએ જણાવ્યું હતું કે જીલ્લા માટે આ ગર્વની બાબત છે કે 17 વર્ષીય યુવાન રોડ એક્સિડન્ટમાં ઘાયલ થયો હયો જેને ઘોલપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને સ્થિતિ ગંભીર હોવાથી હાયર સેન્ટર રીફર કરાયો.હતો.

प्रमुख चिकित्सा अधिकारी डॉक्टर समरवीर सिंह (फोटो उमेश मिश्रा)
image source

પરંતુ પરિવારજનો તેને ગ્વાલિયર લઈ ગયા અને ગ્વાલિયરથી એસએમએસ જયપુર દાખલ કરાયો હતો. દુનિયામાં છેલ્લા શ્વાસ લેતા તેણે 5 અન્ય લોકોને પોતાનું હાર્ટ, લીવર, લંગ્સ, અને બે કિડનીઓ દાન કર્યું હતું. આ શ્રેષ્ઠ કામ માટે અમે સેવારામ અને તેના પરિવારજનોને સલામ કરીએ છીએ અને તેઓ હંમેશા અમારી યાદોમાં રહેશે.