જો તમારી કુંડળીમાં શનિ સમસ્યા લાવે છે, તો આ રીતે શનિને ખુશ કરીને સમસ્યા દૂર કરો

દરેક લોકોને શનિની આડઅસરથી ડર લાગે છે. શનિદેવ જે લોકોથી ખુશ થાય છે તેમના દરેક કામ શુભ કરે છે, પરંતુ જે લોકોથી નારાઝ થાય છે તેમનું જીવન પણ બગાડી દે છે. તેથી હંમેશા કહેવાય છે કે શનિદેવને ખુશ રાખો, તો તમારા જીવનનું કલ્યાણ થશે. શનિવાર શનિદેવને સમર્પિત છે. સૂર્યપુત્ર શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા અને તેમને મનાવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. શનિને કારણે જો તમારા રોજગારમાં કોઈ પ્રકારની અડચણ અથવા સમસ્યા આવી રહી છે, તો આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા આ સમસ્યા દૂર કરી શકાય છે. તો ચાલો અમે તમને જણાવીએ શનિવારના દિવસે શું કરવાથી શનિદેવ ખુશ થાય છે અને તમને આશીર્વાદ આપે છે.

image source

શનિનો સીધો સંબંધ જીવનમાંની તમામ પ્રકારની ક્રિયાઓ અને તેના પરિણામો સાથે છે. શનિ નક્કી કરે છે કે વ્યક્તિ કેવા પ્રકારના કર્મો કરશે. જો શનિ અનુકૂળ હોય તો કર્મના ક્ષેત્રમાં તમને સફળતા મળે છે, પરંતુ શનિના નકારાત્મક પાસાને કારણે રોજગારના દરેક પગલામાં અવરોધો આવે છે. શનિના સરળ ઉપાયથી નોકરીની દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે.

નોકરી મેળવવા માટે

જો તમને નોકરી મળવામાં તકલીફ થઈ રહી છે તો શુક્રવારે કાળા ચણા પલાળો. શનિવારે, આ ચણાને ફક્ત સરસવના તેલમાં જ બનાવવા. તેમાં કોઈપણ મસાલા કે મીઠું ના નાખો. ત્યારબાદ આ ચણા શનિવારે કોઈ પ્રાણીને ખવડાવો. ત્રણ શનિવાર આ ઉપાય અપનાવવાથી તમારી રોજગારની સમસ્યા દૂર થશે.

યોગ્યતા પ્રમાણે નોકરી મળશે

image source

જો તમને તમારી યોગ્યતા પ્રમાણે નોકરી નથી મળી તો શનિવારની સાંજે એક વાટકીમાં સરસવનું તેલ લો અને તેમાં ડાબા હાથની મધ્યમ આંગળી નાખીને શનિ મંત્રનો જાપ કરો. આ પછી, આજ તેલમાં એક પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવો. આ પ્રયોગ ત્રણ શનિવારે કરો. તમને ફાયદો પ્રાપ્ત થશે.

નોકરીમાં પ્રગતિ મળશે

image source

જો તમને નોકરીમાં પ્રગતિ નથી મળતી, તો શનિવારે, કીડીઓને લોટ ખવડાવો અને માછલીમાં લોટની ગોળીઓ ખવડાવો. આ દિવસે મીઠી ચીજો ન ખાવો. આ પ્રયોગ દરેક શનિવારે કરો.

નોકરીમાં તમારું સ્થાન બદલશે

image source

જો તમે નોકરીમાં તમારું સ્થાન બદલવા માંગો છો, તો દર શનિવારે સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા બાદ દિવા પાસે ઉભા રહીને એકવાર શનિ ચાલીસાના પાઠ કરો. આ પ્રયોગ ત્રણ શનિવાર સુધી કરો.

ગયેલી નોકરી ફરી મેળવવા માટે

image source

જો તમને તમારી નોકરીથી દૂર કરવામાં આવે છે અને તમને એ જ નોકરી ફરીથી જોઈએ છે, તો શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો ચૌમુખી દીવો કરો. આ પછી, શનિ મંત્રનો જાપ 108 વાર કરો અને ત્યારબાદ તે પીપળના ઝાડની પ્રદક્ષિણા કરો. આ પ્રયોગ 11 શનિવાર સુધી કરો.

શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો –

image source

– શનિદેવની ઉપાસનામાં કાળી અથવા વાદળી ચીજોનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. શનિદેવની પૂજા કરતા સમયે તેમને વાદળી ફૂલો ચઢાવવા જોઈએ, પરંતુ ખાસ યાદ રાખો કે શનિદેવની પૂજામાં લાલ રંગની કોઈ ચીજ ન ચઢાવો. પછી ભલે તે લાલ કપડાં હોય, લાલ ફળો હોય કે લાલ ફૂલો. આનું કારણ એ છે કે લાલ રંગ અને કોઈપણ લાલ વસ્તુઓ મંગળ સાથે સંબંધિત છે. મંગળને શનિનો શત્રુ પણ માનવામાં આવે છે. તેથી લાલ રંગ શનિદેવથી દૂર રાખવો જોઈએ.

image source

– સવારે ઉઠીને સ્નાન કરીને આસાન પર બેસો. તમારી સામે શનિદેવની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો અને તેમની પૂજા કરો. આ પછી, રુદ્રાક્ષની માળા લઈને શનિ દેવના મંત્રનો જાપ કરો.

– ભૈરવજીની પૂજા કરો અને સાંજે કાળા તલના તેલનો દીવો પ્રગટાવીને શનિ દોષથી મુક્તિ મેળવવાની પ્રાર્થના કરો.

– લાલ ચંદનની માળા પહેરવાથી, શનિની અશુભ અસરો ઓછી થાય છે.

image source

– જો તમારી કુંડળીમાં શનિ ભારે છે, તો તમારે માસ અને આલ્કોહોલનું સેવન બંધ કરવું જોઈએ. આવું કરવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન થાય છે અને તમારી સમસ્યાઓ ઓછી થાય છે.

– સાંજે, પીપળના ઝાડ નીચે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને દૂધ અને ધૂપ વગેરે અર્પણ કરો.

– કાંસાની વાટકીમાં તલનું તેલ ભરો, તેમાં તમારો ચહેરો જુઓ અને કાળા કપડામાં કાળા અળદ, સવા કિલો અનાજ, બે લાડુ, ફળો, કાળો કોલસો અને લોખંડની ખીલી મૂકીને શનિનું દાન જે લોકો લે છે તેમને આપી દો.

image source

– સવારે સ્નાન કર્યા પછી, દોઢ કિલો કાળો કોલસો, એક કાળા કપડામાં લોખંડની ખીલી બાંધો અને તેને તમારા માથા પર ફેરવો અને તેને વહેતા પાણીમાં તેને વહાવી ડો અને એક શનિ મંદિરમાં જઈને શનિદેવને પ્રાર્થના કરો.

– ઘઉંના લોટની 2 રોટલી લો અને તેમાં એક પર તેલ અને બીજી બાજુ શુદ્ધ ઘી લગાવો. તેલવાળી રોટલી પર થોડી મીઠાઈ રાખીને કાળી ગાયને ખવડાવો. આ પછી બીજી રોટલી પણ ખવડાવી દો અને શનિદેવને યાદ કરો.

image source

– શનિ જયંતિ અને દર શનિવારે વાંદરાઓ અને કાળા કૂતરાઓને બૂંદીના લાડુ ખવડાવવાથી, શનિની અશુભ અસર ઓછી થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ