ગુજરાતનાં આ ગામમાં એવા 650 મકાન છે કે જેની સામે શહેરના ACવાળા ફ્લેટ પણ લાગે ઝાંખા, જાણો પુરી માહિતી

આઝાદી પહેલા અંગ્રેજો ભારતને ઘણું લૂંટ્યું છે જે ઇતિહાસના પન્નાઓમાં જોવા મળે છે. આ સાથે થોડીક એવી વાતો જાણવા મળે છે જે અંગ્રેજો દ્વારા દેશમાં લાવવામાં આવી તે કઈક નવી હતી. બ્રિટિશ હકૂમત સમયે સને 1872માં અંગ્રેજોએ મીઠું પકવવાની શરૂઆત કરી હતી. મળતી માહિતી મુજબ તે સમયે અંગ્રેજોએ 650 લાઇનબધ્ધ મકાનો સાથેનું એક આખું ગામ વસાવ્યું હતું જેના વિશે આજે અહી વાત થઈ રહી છે. આ ગામનું નામ “ખારાઘોડા-નવાગામ’ હતુ. આ મકાનોની બનાવટ એનોખી હતી જેના કારણે તે બાકી મકાનોની અલગ પાડતાં હતાં.

image source

આ મકાનોમાં પ્રથમ લાકડાના માળખા બનાવવામાં આવતાં હતાં. ત્યારબાદ લોખંડની ગડરો ગોઠવી અને દિવાલ બનાવવામાં આવતી હતી. મકાનની બનાવટ આ રીતે કરતાં હોવાથી 2001માં આવેલા વિનાશક ભૂંકપમાં આ 650 મકાનોની કાંકરી પણ ખરી નહોતી. ખારાઘોડામાં અંગ્રેજો દ્વારા મીઠા પર ટેક્સ વસૂલાતો હતો અને એ ટેક્ષની રકમમાંથી અંગ્રેજોનું ત્રીજા ભાગનું સંરક્ષણ બજેટ પૂરું પાડવામાં આવતુ હતુ. અંદાજે 150 વર્ષ અગાઉ વસાવાયેલા ખારાઘોડા-નવાગામમાં સાત ભવ્ય બંગલા પણ હતા તેવું જાણવા મળ્યું છે.

image source

મળતી માહિતી મુજબ આ ગામમાં પ્રવેશતા ડાબી બાજુ એક ભવ્ય વિલ્સન હોલ આવેલો છે. જ્યાં બ્રિટિશ હકૂમત સમયે અંગ્રેજ અમલદારોની મીટિંગ યોજાતી હતી. આ મકાનની અન્ય એક ખાસિયત એ હતી કે સૌને તે તરફ આકર્ષે છે કે છતમાં બારીઓ હતી. આજ કારણે ને 48 ડિગ્રી તાપમાનમાં પણ એર કન્ડિશનર જેવી ઠંડક મળે છે. હારબંધ આવેલા મકાનોની ડ્રોન દ્વારા તસવીરો લેવામાં આવી હતી જે જોવામા ખુબ જ સુંદર દેખાઇ રહી હતી. આ સિવાય જાણવા મળ્યું છે કે 1880માં કસ્ટમનું મકાન પણ બનાવ્યું હતું.

image source

બ્રિટિશ હકૂમત સમયે ખારાઘોડા-નવાગામમાં કસ્ટમની ભવ્ય બિલ્ડિંગ હતી. જેના પર આજે પણ સને 1880 લખેલું સ્પષ્ટ વંચાય છે. આ મકાનોમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને મજૂર કામદારો તથા અગરિયાઓ વસવાટ કરતા હતા. એ સમયે મકાનો મુજબ તેના ભાડા નક્કી કરવામાં આવ્યા હતાં જેમાં ત્રીજા દરજ્જા મકાનોનું ભાડું 75 પૈસા હતું. બીજા દરજ્જાના મકાનોનું ભાડું રૂ. 1.25 રાખવામાં આવ્યું હતું અને પ્રથમ દરજ્જાના બંગલા નું ભાડું 3 રૂપિયા હતું.

image source

આ પછી અંગ્રેજોની વિદાય થતાં કસ્ટમ વિભાગમાંથી સોલ્ટ ડિપાર્ટમેન્ટ અલગ પડ્યું હતુ. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ખારાઘોડા ખાતે હિંદુસ્તાન સોલ્ટ લિ.ની સ્થાપના કરી હતી. તે સમયે આ મકાનોનું ભાડું મહિને માત્ર 75 પૈસા જ હતું તેવું સામે આવ્યું છે. આ પછી 1947માં દેશ આઝાદ થયો અને ભારત સરકારે ખારાઘોડામાં હિંદુસ્તાન સોલ્ટ લિ.ની સ્થાપના કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!