સલામઃ પ્રેગનન્ટ ડીએસપીનો વીડિયો થયો વાયરલ, ગરમીમાં કરાવી રહી છે કોરોનાના નિયમોનું પાલન

દેશમાં કોરોના સંક્રમણ તેની ચરમસીમાએ છે તો કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે. આ સમયે ડોક્ટર્સ, પોલીસ અને તમામ મીડિયા વર્ક્સ પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ સમયે દુનિયા એકવાર ફરી કોરોના મહામારીમાં કામ પર જઈ રહી છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ પોતાની ફરજથી પાછળ નથી. આ સમયે કોરોના વાયરસને લઈને ફરી એકવાર કડક પગલા લેવામાં આવી રહ્યા છે અને અનેક જગ્યાઓએ ફરીથી લોકડાઉન લગાવી દેવાયું છે. આ સમયે ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

image source

સોશ્યલ મીડિયા પર કોરોનાને લઈને માહોલ ગરમ છે ત્યારે હાલમાં અનેક પોઝિટિવ કાર્યો પણ સામે આવી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર તેને લઈને કેટલાક ખાસ ફોટો અને વીડિયો પણ શેર થઈ રહ્યા છે. આ કડીમાં એક મહિલા ડીએસપીનો વીડિયો સામે આવ્યો છે જે સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તો જાણો શું છે આ વીડિયોની આખી ઘટના.

આ વીડિયો છત્તીસગઢથી સામે આવી રહ્યો છે. અનેક જગ્યાઓએ કોરોનાને લઈને ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે ડીએસપી જે દુર્ગમાં રહે છે અને તેનું નામ છે શિલ્પા સાહૂ. આ અધિકારી પેગનન્ટ હોવાની સાથે પણ પોતાની ફરજ બજાવી રહી છે. જેમ કે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેની સ્થિતિ શું છે. આમ છતાં પણ દેશ માટે પોતાના હાથમાં ઓફિશિયલ ડંડા સાથે સડક પર ગરમીમાં ફરજ બજાવી રહી છે અને સાથે જ લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા માટે પણ મહત્વ આપી રહી છે. આ સમયે અનેક લોકોને તે પૂછપરછ પણ કરી રહી છે. સલામ છે આ પ્રકારે પોતાની ફરજ બજાવી રહેલા ખાસ કર્મચારીઓને. તમે આ વીડિયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ મહિલા ડીએસપી પોતાની પર્સનલ લાઇફની સાથે પ્રોફેશનલ લાઈફને પણ ખાસ મહત્વ આપી રહી છે. જુઓ વીડિયોમાં મહિલા અધિકારીની કર્તવ્ય નિષ્ઠાને વિશે.

image source

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો તેને જોઈ રહ્યા છે અને મહિલાને અને તેની કર્તવ્ય નિષ્ઠાની સાથે જોશને પણ સલામ કરી રહ્યા છે. તો જુઓ લોકો આ વીડિયો જોઈને મહિલા પોલીસ અધિકારી માટે કેવા રિએક્શન આપી રહ્યા છે.

આ સ્થિતિ સાથે એ પણ જાણવું રહ્યું કે તમે તમારી ફરજ જાતે સમજો અને કોરોનામાં સતર્ક રહો તે જરૂરી છે. તમને તમારી ફરજમાં રાખવા અનેક અધિકારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો તમે પોતે સેફ રહો અને સતર્ક રહો, માસ્ક પહેરો અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો તે ખાસ આવશ્યક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!