જાણો પૂજા કરતા સમયે દિવો કઈ દિશામાં રાખવાથી મળે છે સૌથી ઉત્તમ ફળ…

જ્યારે પણ આપણે લોકો પૂજા કરીએ છીએ તો ભગવાન સામે દીવો કે દીપક જરૂર પ્રગટાવતા હોઇએ છીએ. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું ખાસ મહત્વ હોઈ છે અને એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવ્યા વગર કોઈપણ પૂજા સફળ નથી થતી અને ના તો પૂજા કરવાનો કોઈ લાભ મળે છે. પૂજા કરતા સમયે બે પ્રકારનાં દીવા પ્રગટાવવામાં આવે છે જે ઘી ના અને તેલ ના હોઈ છે. ઘી અને તેલના દીવા પ્રગટાવવાથી અમુક નિયમ જોડાયેલા હોઈ છે અને આ નિયમો મુજબ જ તમે આ દીવાને પૂજા દરમિયાન પ્રગટાવો.

દીવો પ્રગટાવવાથી જોડાયેલા ખાસ નિયમ

કઈ તરફ રાખવો દીવો

જો તમે પૂજા સમયે ઘીનો દીવો પ્રજ્જવલિત કરો છો તો આ વાતનું જરૂરથી ધ્યાન રાખો કે ઘીનો દીવો હમેંશા ડાબા હાથ તરફ જ પ્રગટાવવો. શાસ્ત્રોમાં ઘીનો દીવો ડાબા હાથ તરફ પ્રગટાવવો જ સર્વોત્તમ માનવામાં આવ્યો છે. જ્યારે કે પૂજા દરમિયાન તેલનો દીવો હમેંશા જમણા હાથ તરફ જ રાખવો જોઈએ અને દીવાની જ્યોતનું મોં ભગવાનની એકદમ સામે હોવું જોઈએ.

ક્યા રંગની હોઈ વાટ

દીવો પ્રગટાવવા માટે તેની અંદર વાટ રાખવામાં આવે છે અને એ જ વાટને પ્રજ્જવલિત કરવામાં આવે છે. જ્યારે તમે ઘીના દીવાનો ઉપયોગ પૂજા દરમિયાન કરો છો તો તેની અંદર રૂથી બનાવવામાં આવેલ વાટ જ મુકો. જ્યારે તેલનાં દીવાની અંદર તમે રૂની વાટ ન મુકો અને રૂની જગ્યા પર લાલ દોરાની વાટનો પ્રયોગ કરો. શાસ્ત્રોમાં રૂની વાટને ઘીના દીવા માટે તેમજ લાલ વાટ તેલના દીવા માટે શ્રેષ્ઠ જણાવવામાં આવી છે. એટલે આગલી વાર તમે જ્યારે પણ ઘી કે તેલનો દીવો પ્રગટાવો ત્યારે આ વાતનું ધ્યાન જરૂર રાખવું.

ન ઓલવાવવા દો દીવો

જ્યારે પણ તમે પૂજા કરો તો આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે દીવાની અંદર ઘી કે તેલ સારા પ્રમાણમાં હોઈ. જેથી પૂજા કરતા દરમિયાન દીવો ન ઓલવાઈ. પૂજા કરતા સમયે દીવો ઓલવાઈ જવો અશુભ માનવામાં આવે છે અને એવું થવા પર પૂજાનું પૂર્ણ ફળ પણ પ્રાપ્‍ત નથી થઈ શકતું. એટલે તમે હમેંશા આ પ્રયાસ કરો કે દીવાની અંદર ઘી કે તેલની માત્રા એટલી હોઈ કે પૂજા કર્યા બાદ પણ ઓછામાં ઓછી અડધી કલાક સુધી દીવો ચાલુ રહે.

ખંડિત દીવાનો ન કરવો પ્રયોગ

પૂજા દરમિયાન તમે જે પણ ચીજોનો ઉપયોગ કરો છો તે દરેક વસ્તુ શુધ્ધ અને અખંડિત હોવી જોઈએ. એટલે તમે આ વાતનું ધ્યાન જરૂર રાખો કે તમે જે દીવાનો ઉપયોગ પૂજા દરમિયાન કરી રહ્યા છો તે ખંડિત દીવો ન હોઈ.

કરવો આ મંત્રનો જાપ

દીવો પ્રગટાવતા સમયે ‘શુભમ કરોતિ કલ્યાણં,આરોગ્યં ધન સંપદામ્. શત્રુ બુધ્ધિ વિનાશાય,દીપં જ્યોતિ નમોસ્તુતે’. મંત્રનો જાપ જરૂરથી કરવો. આ મંત્રનો જાપ કરવાથી તમે ભગવાન પાસે શુભ, કલ્યાણ, આરોગ્ય, ધન સંપદા, શત્રુની બુદ્ધિનો વિનાશ કરવાની કામના કરો છો. દીવો પ્રગટાવવા સાથે જોડાયેલા મંત્રનો જાપ તમારે ત્રણવાર કરવો.

શાસ્ત્રોને અનુસાર પૂજા કરવા માટે સૌથી ઉત્તમ સમય હોઈ છે બ્રહ્મ મુહૂર્ત

પૂજા કરવા માટે સૌથી ઉત્તમ સમય સવારનો હોઈ છે અને એવું કહેવામાં આવે છે કે સવારનાં સમયમાં કરવામાં અાવેલી પૂજા સફળ રહે છે. આપણા શાસ્ત્રોને અનુસાર પ્રાતકાલ ભગવાનનું નામ લેવું શ્રેષ્ઠ હોઈ છે અને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઈશ્વરની આરાધના જરૂર કરવી જોઈએ. પરંતુ શું તમને ખબર છે કે આખરે કેમ સવારના સમયને જ પૂજા કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે?

જાણો કેમ સવારે પૂજા કરવી હોઈ છે સૌથી શુભ.

સવારના સમયે મન હોઈ છે શાંત

સવારના સમયે લોકોનું મન અને મગજ એકદમ શાંત હોઈ છે. એટલે સવારના સમયે જ્યારે તમે ભગવાનનું નામ લો છો તો તમારું પૂરું ધ્યાન ભગવાનની ભક્તિમાં જ લીન હોઈ છે અને તમે સાચા મનથી પૂજા કરી શકો છો.

નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો હોઈ છે

સવારના સમયમાં નકારાત્મક ઉર્જા ખૂબ ઓછી હોઈ છે અને વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. વાતાવરણમાં સકારાત્મક ઉર્જા હોવાથી તમારું ધ્યાન પૂજામાં વધારે લાગી શકે છે અને સાથે જ સવારે તમને પૂજા કરવા માટે એક શુધ્ધ વાતાવરણ પણ મળી જાય છે.

સ્વાસ્થય માટે ફાયદાકારક

સવારના સમયે સૂરજથી નિકળતી કિરણો સ્વાસ્થય માટે લાભદાયક માનવામાં આવે છે. જ્યારે તમે સવારનાં સમયે સૂર્યદેવતાને અર્ઘ આપો છો તો સૂરજથી નિકળતી કિરણો તમારા શરીરને ઘણી પ્રકારનાં લાભ આપે છે અને તમારી રક્ષા ઘણીબધી બિમારીઓથી થઈ જાય છે. એટલે કહેવામાં આવે છે કે તમે સવારે જેટલું જલ્દી બની શકે સૂર્યદેવતાને અર્ઘ આપો.

ભગવાનની શક્તિઓ જાગૃત હોઈ છે

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી પૂજા સફળ માનવામાં આવે છે. શાસ્ત્રોને અનુસાર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દરેક ભગવાનની શક્તિઓ જાગૃત થઈ જાય છે અને આ દરમિયાન પૂજા કરવાથી ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરી દે છે.

ક્યારે શરૂ થાય છે બ્રહ્મ મુહૂર્ત

આખા દિવસ એટલે કે ૨૪ કલાકમાં કુલ ૩૦ મુહૂર્ત હોઈ છે. આ જ ૩૦ મુહૂર્તમાંથી એક મુહૂર્તને બ્રહ્મ મુહૂર્તના નામથી ઓળખવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તનો સવારનો સમય હોઈ છે અને આ મુહૂર્ત પ્રાત: ૪:૨૪ થી લઈને ૫:૧૨ સુધીનું હોઈ છે. આ મુહૂર્ત બધા મુહૂર્તમાંથી સૌથી શુભ માનવામાં આવ્યું છે અને એ જ કારણ છે કે આ મુહૂર્ત દરમિયાન જ ભગવાનની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય ઘણીવાર શુભ કાર્યો પણ આ જ મુહૂર્ત દરમિયાન જ કરવામાં આવે છે.

રાખો આ વાતનું ધ્યાન

જો તમે પોતાના પિતૃઓથી જોડાયેલી કોઈ પૂજા કરો છો તો એ પૂજા તમે સવારના સમયે ન કરો. કારણ કે પિતૃઓની પૂજા માટે બપોરનો સમય બરાબર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા વચ્ચે જ પિતૃઓની પૂજા કરવાથી એ પૂજાનો લાભ તમને મળે છે.

જોકે તમે એ વાતનું પણ ધ્યાન રાખો કે બપોરના સમયે તમે પિતૃઓની પૂજા સિવાય કોઈ બીજી પૂજા ન કરો અને ન તો કોઈ શુભ કામ કરો. કારણ કે બપોરના સમયે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે હોઈ છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ